Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર સૌને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સદીઓના ત્યાગ, તપસ્યા અને સંઘર્ષ દ્વારા બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. મને વિશ્વાસ છે કે આ દિવ્ય-ભવ્ય રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં એક મહાન પ્રેરણા બનશે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com