Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમરેલીમાં સહકાર સંમેલનમાં સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમરેલીમાં એપીએમસીના નવા નિર્માણ થયેલા માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે અમર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અને હની પ્લાન્ટ માટે શિલારોપણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ અમરેલીમાં સહકાર સંમેલનમાં કહ્યું હતું કે, તેમને સહકારી ક્ષેત્રમાં યુવા પેઢીને આગળ આવતા અને નેતૃત્વ લેતા જોઈને આનંદ થયો છે. તેમણે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં ડેરી ક્ષેત્રમાં થયેલા વિકાસની સફરને પણ યાદ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ઇ-નામ યોજનાથી ખેડૂતોને લાભ થયો છે અને તેમને બજારની વધારે સારી પહોંચ સુલભ થઈ છે. તેમણે કહ્યું હતું કે, બ્લૂ રિવોલ્યુશન અને મધ ક્રાંતિ સૌરાષ્ટ્રમાં લોકોના જીવનની ગુણવત્તા સુધારવાની સંભવિતતા ધરાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની જરૂરિયાતો અને સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ છે.

NP/TR/GP