Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપનાનાં શતાબ્દી સમારંભમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપનાનાં શતાબ્દી સમારંભમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપનાનાં શતાબ્દી સમારંભમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં સાબરમતી આશ્રમની સ્થાપનાનાં શતાબ્દી સમારંભમાં સામેલ થયાં હતાં. આ કાર્યક્રમમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીનાં વિચારો દુનિયા હાલ જે પડકારોનો સામનો કરી રહી છે તેનું સમાધાન કરવાની તાકાત ધરાવે છે.

 

તેમણે કહ્યું હતું કે, એક સમાજ તરીકે આપણાં ઇતિહાસ સાથે નાતો જાળવી રાખવો આવશ્યક છે. મહાત્મા ગાંધીનાં આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીની 150મી જન્મજયંતિ પર તેમનાં પ્રદાનને યાદ કરતાં પ્રધાનમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીનાં જીવન અને વિચારો પર વધારે અભ્યાસ અને સંશોધન કરવાની અપીલ કરી હતી.

 

સ્વચ્છતા પર બોલતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, સ્વચ્છતા આદત બનવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2019માં સ્વચ્છ ભારત મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી પર તેમને ઉચિત શ્રદ્ધાંજલિ બનશે.

 

તેમણે સમગ્ર દુનિયાનાં લોકોને સાબરમતી આશ્રમની મુલાકાત લેવા અપીલ કરી હતી.

 

ગાય અંગે સમાજમાં જાગૃતિ લાવવા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “આપણી ભૂમિ અહિંસાની ભૂમિ છે. ભારત મહાત્મા ગાંધીની ભૂમિ છે. મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવેથી વધારે અસરકારક રીતે ગાયનું રક્ષણ કરવાની વાત કોઈએ કરી નથી. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ગાયનું રક્ષણ થવું જોઈએ.”

 

જોકે તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, ગૌભક્તિનાં નામે લોકોની હત્યા સ્વીકાર્ય નથી. મહાત્મા ગાંધીને આ મંજૂર નહોતું તેવું તેમણે કહ્યું હતું. એક સમાજ તરીકે હિંસાને કોઈ સ્થાન નથી. આ દેશમાં કોઈ વ્યક્તિને કાયદો પોતાનાં હાથમાં લેવાનો અધિકાર નથી તેવું તેમણે ઉમેર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ લોકોને ખભેખભો મિલાવીને કામ કરવા અને મહાત્મા ગાંધીનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવા અપીલ કરી હતી, જેનાં પર આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓને ગર્વ થાય.

 

AP/J.Khunt