Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનના મુખ્ય કાર્યકારી અધિકારી ડો.અબ્દુલ્લા અબદુલ્લા સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનના મુખ્ય કાર્યકારી અધિકારી ડો.અબ્દુલ્લા અબદુલ્લા સાથે 
મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનના મુખ્ય કાર્યકારી અધિકારી ડો.અબ્દુલ્લા અબદુલ્લા સાથે 
મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અફઘાનિસ્તાનના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અબદુલ્લા અબદુલ્લા સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ ડો.અબદુલ્લાનું ભાવભીનું સ્વાગત કર્યુ. ડો.અબદુલ્લા જયપુરમાં આયોજીત કરાયેલા આતંકવાદ વિરોધી સંમેલન-2016માં મુખ્ય ભાષણ આપશે.

ડો.અબદુલ્લાએ ડિસેમ્બર,2015માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અફઘાનિસ્તાનની પોતાની પહેલી અને સફળ યાત્રાની સકારાત્મકતાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમની યાત્રાથી બંને દેશો વચ્ચે સામરિક ભાગીદારીને નવી ઉર્જા મળી છે. તેમણે અફઘાનિસ્તાનમાં બુનિયાદી માળખાના વિકાસ અને ક્ષમતા નિર્માણ માટે ભારત દ્વારા કરાઈ રહેલી મદદની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાની સરકાર અને રાષ્ટ્રીય સુરક્ષા બળો દ્વારા 04-08 જાન્યુઆરી,2016ના રોજ મજાર-એ-શરીફમાં ભારતીય વાણિજય દૂતાવાસ પર હુમલા દરમિયાન ભારતીયોની સુરક્ષા માટે દર્શાવાયેલી બહાદુરી અને બલિદાન પ્રત્યેક ઊંડો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ શાંતિપૂર્ણ, સ્થિર,સમૃદ્ધ, સમાવેશી અને લોકતાંત્રિક દેશના નિર્માણમાં અફઘાન લોકોના પ્રયાસ માટે યથાસંભવ સહાયતા આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો ફેર ઉલ્લેખ કર્યો.

બંને નેતાઓએ દ્વિપક્ષીય અને ક્ષેત્રીય સંદર્ભ બંનેમાં રણનૈતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે વિચાર વિમર્શ કર્યો.

બંને દેશોના રાજનયિક પાસપોર્ટ ધારકો માટે વીજા મુકત યાત્રા હેતુ એક સમજૂતીનું પણ બંને નેતાઓની હાજરીમાં આદાન-પ્રદાન કરવામાં આવ્યું.

J.Khunt/DK