Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ એક જોગાનુજોગ છે કે સુશાસન દિવસે અટલજીની પ્રતિમાનું અનાવરણ એ ભવનમાં થયું છે, જ્યાં ઉત્તરપ્રદેશની સરકાર શાસન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, એમની આ ભવ્ય પ્રતિમા સુશાસન અને જાહેર સેવા માટે લોક ભવનમાં કામ કરવા લોકોને પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલજી વર્ષો સુધી લખનૌનાં સાંસદ હતા એટલે એમને સમર્પિત સ્વાસ્થ્ય શિક્ષણ સાથે સંબંધિત સંસ્થાનું ખાતમુહૂર્ત કરવું ગૌરવની વાત છે. પ્રધાનમંત્રીએ યાદ અપાવી હતી કે, અટલજી કહેતા હતા કે જીવનને અલગઅલગ ટુકડાઓમાં ન જોઈ શકાય, પણ સંપૂર્ણપણે જોવું જોઈએ. આ જ વાત સરકાર માટે લાગુ પડે છે, આ જ વાત સુશાસન માટે સાચી છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી આપણે સમસ્યાઓનો વિચાર સંપૂર્ણપણે ન કરીએ, ત્યાં સુધી સુશાસન શક્ય નથી.

પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે સરકારની યોજના, નિવારણાત્મક સ્વાસ્થ્ય સુવિધા પર કામગીરી, પરવડે તેવી આરોગ્યા સેવા વધારવા, પુરવઠો વધારવા માટેની પહેલો, આ ક્ષેત્રની દરેક માગની દૃષ્ટિએ પુરવઠો સુનિશ્ચિત કરવો અને યુદ્ધનાં ધોરણે પહેલ હાથ ધરવા માટેની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્વચ્છ ભારતથી લઇને યોગ, ઉજ્જવલાથી લઇને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને આયુર્વેદને પ્રોત્સાહન આ દરેક પહેલો વિવિધ પ્રકારનાં રોગનાં નિવારણમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં 1.25 લાખથી વધારે વેલનેસ કેન્દ્રોનું નિર્માણ નિવારણાત્મક સ્વાસ્થ્ય સારસંભાળ માટે મહત્વપૂર્ણ છે. રોગનાં ચિહ્નોને વહેલાસર ઓળખીને આ કેન્દ્રો શરૂઆતથી દર્દીઓની સારવારમાં મદદરૂપ પુરવાર થશે. તેમણે ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારતને કારણે દેશનાં આશરે 70 લાખ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળે છે, જેમાંથી આશરે 11 લાખ ઉત્તરપ્રદેશનાં જ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે શરૂ કરેલું અભિયાન ગામેગામ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓની સુલભતા કરવામાં મોટુ પગલું છે, જેથી ઉત્તરપ્રદેશનાં લોકોનું જીવન સરળ બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, એમની સરકાર માટે સુશાસન એટલે દરેકની રજૂઆત સાંભળવી, દરેક નાગરિક સુધી સેવાઓ પહોંચાડવી, દરેક ભારતીયને તક આપવી, દરેક નાગરિક સલામતી અનુભવે અને સરકારની દરેક વ્યવસ્થામાં સુલભતા સુનિશ્ચિત કરવી એવો થાય છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પછીનાં વર્ષોમાં અમે ઉત્તરપ્રદેશનાં લોકોના અધિકારો પર આપ્યું છે અને ઉત્તરપ્રદેશનાં લોકોને વિનંતી કરવામાં આવી છે કે, હવે આપણે આપણી ફરજો, આપણી જવાબદારી પર સમાન ભાર મૂકવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે અધિકારો અને જવાબદારી સાથે-સાથે ચાલે છે અને હંમેશા એકબીજાની પૂરક છે એ યાદ રાખવું પડશે. તેમણે સમજાવ્યું હતું કે, સારું શિક્ષણ, શિક્ષણની સુલભતા આપણો અધિકાર છે, પણ શૈક્ષણિક સંસ્થાઓની સલામતી, શિક્ષકો માટે સન્માન એ આપણી જવાબદારી છે. પોતાના સંબોધનનાં અંતે તેમણે કહ્યું હતું કે, આપણે આપણી જવાબદારીઓ અદા કરવી પડશે, આપણાં લક્ષ્યાંકો પાર પાડવા પડશે, આ સુશાસન દિવસ પર આપણો સંકલ્પ હોવો જોઈએ, આ જ લોકોની અપેક્ષા છે, આ જ અટલજીની ભાવના પણ હતી.

******

RP