Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએશ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી, શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી હતી અને શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો હતો.

પીએમ મોદીએ તુમકુરમાં શ્રી સિધ્ધગંગા મઠ પર સંબોધન કરતાં કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેઓ આવી પવિત્ર ભૂમિથી વર્ષ 2020ની શરૂઆત કરી રહ્યા છે; તેમણે શુભેચ્છા પાઠવી કે શ્રી સિદ્ધગંગા મઠની પવિત્ર ઉર્જા આપણા દેશના લોકોના જીવનને સમૃદ્ધ બનાવે.

તેમણે કહ્યું, “આપણે સૌ પૂજ્ય સ્વામી શ્રી શ્રી શિવકુમારજીની શારીરિક ગેરહાજરી અનુભવીએ છીએ. મેં વ્યક્તિગત રીતે અનુભવ્યું છે કે તેમનું સ્મરણ માત્ર જ સમૃદ્ધ અને પ્રેરણાદાયક હતું. તેમના પ્રેરણાદાયક વ્યક્તિત્વથી આ પવિત્ર સ્થાન દાયકાઓથી સમાજને દિશા આપી રહ્યું છે.

તેમણે કહ્યું, “આ સૌભાગ્યની વાત છે કે મને શ્રી શ્રી શિવકુમારજીની સ્મૃતિમાં બનાવવામાં આવેલા સંગ્રહાલયનો શિલાન્યાસ કરવાની તક મળી. આ મ્યુઝિયમ ફક્ત લોકોને પ્રેરણારૂપ જ નહીં, પણ સમાજ અને દેશને દિશા આપવા માટે સેવા આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત નવી ઉર્જા અને નવી શક્તિ સાથે 21 મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ્યુ છે.

તેમણે છેલ્લા દાયકાની શરૂઆત કેવી રીતે થઈતે રાષ્ટ્રને યાદ રાખવા કહ્યું. તેનાથી વિપરિતતેમણે કહ્યું કે, 21 મી સદીનો ત્રીજો દાયકો અપેક્ષાઓ, આકાંક્ષાઓના મજબૂત ઈરાદાઓ સાથે શરૂ થયો છે.

તેમણે કહ્યું, “આકાંક્ષા નવા ભારત માટે છે. આ આકાંક્ષાઓ યુવાન સપનાની છે. આ દેશની બહેનો અને દીકરીઓની આકાંક્ષા છે. આ આકાંક્ષા દેશના ગરીબ, દબાયેલા, વંચિત, પીડિત, પછાત, આદિવાસીઓ માટે છે.

આ મહત્વાકાંક્ષા ભારતને સમૃદ્ધ, સક્ષમ અને સર્વગ્રાહી વિશ્વ શક્તિ તરીકે જોવાની છે.હવે દરેક ભારતીયનું માનસ બની ગયું છે કે આપણે જે તકલીફો વારસામાંમળી છે તેને હલ કરવી પડશે. સમાજમાંથી નીકળતો આ સંદેશ આપણી સરકારને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકો તેમની દિકરીઓના જીવ બચાવવા, પાકિસ્તાનથી ભારત ભાગી આવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, દરેક દેશવાસીઓને એક સવાલ છે કે લોકો પાકિસ્તાન વિરુદ્ધ કેમ બોલતા નથી?વળી એમની વિરુદ્ધ બોલવાની જગ્યાએ જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે.

ભારતની સંસદ વિરુદ્ધ આંદોલન કરી રહેલા લોકોને પ્રધાનમંત્રીએ કહ્યું, “જો તમારે આંદોલન કરવું હોય તો છેલ્લાં 70 વર્ષોમાં પાકિસ્તાનના શોષણ સામે અવાજ ઉઠાવો. હવે જરૂર પાકિસ્તાનની આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લી પાડવાની છે. જો તમારે નારા લગાવવાના હોય તો પાકિસ્તાનમાં લઘુમતીઓ પર જે રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેનાથી સંબંધિત સૂત્રોચ્ચાર કરો. જો તમારે કોઈ સરઘસ કાઢવું હોય તો પાકિસ્તાનથી હિંદુ-દલિત-પીડિત-શોષિતના સમર્થનમાં સરઘસ કાઢો

પ્રધાનમંત્રીએ 3 ઠરાવોમાં સંત સમાજનો સક્રિય ટેકો માંગ્યો.

પ્રથમ, દરેક વ્યક્તિની ફરજો અને જવાબદારીને મહત્વ આપવાની ભારતની પ્રાચીન સંસ્કૃતિને મજબૂત બનાવવી.

બીજું, પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરવું.

અને ત્રીજું, જળસંગ્રહ, જળસંચય માટે જનજાગૃતિમાં સહકાર આપવો

તેમણે કહ્યું કે ભારતે હંમેશા સંતો, ઋષિઓ અને ગુરુઓને સાચો માર્ગ દર્શાવનાર દીવાદાંડી તરીકે જોયા છે.

NP/GP/DS