Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએરાષ્ટ્રમંડળ રમતો2018નાં ભારતીય રમતવીરોને અભિનંદન પાઠવ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતો2018નાં ભારતીય રમતવીરોને અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીનેજણાવ્યું હતું કે, “રાષ્ટ્રમંડળ રમતો 2018નાં ભારતીય રમતોવીરો પર દરેક ભારતીયને ખૂબ ગૌરવ છે. અમારાં તમામ રમતવીરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને ઉત્તમ રમત કૌષલ્ય દેખાડ્યું હતું. જેમણે પદકોપ્રાપ્ત કર્યાં છે, એવા તમામ રમતવીરોને હું અભિનંદન પાઠવું છું,

રાષ્ટ્રમંડળ રમતો 2018માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દરેક રમતવીરે આપણને પ્રેરિત કર્યા છે. તેમનું જીવન અને તેમનો સંઘર્ષ પ્રતિબદ્ધતા અને ક્યારેય હાર ન માનવાનો અભિગમ વ્યક્ત કરે છે. તેમણે સફળતા મેળવવા દરેક અવરોધોનો સામનો કર્યો છે, જેનાં પરિણામે તેમને રાષ્ટ્રમંડળ રમતોમાં સફળતા મળી હતી.

મને આશા છે કે, રાષ્ટ્રમંડળ રમતો2018માં ભારતની સફળતા આપણી યુવા પેઢીને રમતગમતમાં આગળ વધવા પ્રેરીત કરશે અને દરેકનાં જીવનમાં ફિટનેસનાં મહત્ત્વ પર વિશેષ જાગૃતિ ફેલાવશે.

અમે સરકારમાં ફિટઇન્ડિયા અભિયાનને વધુ આગળ વધારવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ.”

RP