પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો અને વારાણસીમાં મેટ્રોપોલિટન પબ્લિક હેલ્થ સર્વેલન્સ યુનિટ માટે સ્થળનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પસંદગીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને ટીબીના અંત તરફ તેમની પ્રગતિ માટે પુરસ્કાર પણ આપ્યા. પુરસ્કારોના પ્રાપ્તકર્તાઓ રાજ્ય/યુટી સ્તરે કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીર અને જિલ્લા સ્તરે નીલગીરી, પુલવામા અને અનંતનાગ હતા.
સ્ટોપ ટીબીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ડૉ લુસિકા ડિટીયુએ ટિપ્પણી કરી કે વિશ્વના હજાર વર્ષ જૂના રોગ એટલે કે ક્ષય રોગ અથવા ટીબી વિશે ચર્ચા કરવા માટે વિશ્વના સૌથી જૂના શહેરોમાંના એક, વારાણસીમાં સમિટ યોજાઈ રહી છે. તેણીએ કહ્યું કે ભારતમાં ટીબીનો ખૂબ જ વધુ બોજ છે પરંતુ શ્રેષ્ઠ યોજના, મહત્વાકાંક્ષા અને પ્રવૃત્તિઓના મહાન અમલીકરણ સાથે તેણીએ ભારતના G-20 પ્રેસિડેન્સીના વૈશ્વિક કલ્યાણના આલિંગનને પણ રેખાંકિત કર્યું અને થીમ – એક વિશ્વ એક આરોગ્યનું મહત્વ સમજાવ્યું. તેણીએ કહ્યું કે ભારત પ્રધાનમંત્રીના નેતૃત્વમાં 2025 સુધીમાં ટીબીને ખતમ કરવાના માર્ગ પર છે. તેણીએ કહ્યું કે ભારત જેવા દેશોના પ્રયાસોને કારણે, એવા લોકોની સંખ્યા કે જેઓ ટીબીનું નિદાન અને સારવાર નથી મેળવી રહ્યા તેમની સંખ્યા ઈતિહાસમાં પ્રથમ વખત 30 લાખથી નીચે પહોંચી ગઈ છે. તેણીએ ટીબી અને ટીબી મુક્ત ભારત પહેલને પહોંચી વળવામાં ભારતના સ્કેલની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતના સમર્થનથી ભારત 2025 સુધીમાં ટીબીનો અંત લાવશે. તેણીએ ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલી દરમિયાન 22 મી સપ્ટેમ્બરે યોજાનારી ટીબી પર યુએનની ઉચ્ચ સ્તરીય બેઠક વિશે પણ માહિતી આપી હતી અને આ બેઠકમાં પ્રધાનમંત્રીની હાજરી માટે પણ વિનંતી કરી હતી. તેણીએ પ્રધાનમંત્રીને ટીબી સામેની આ લડાઈમાં અન્ય વિશ્વ નેતાઓનું નેતૃત્વ કરવા અને પ્રેરણા આપવા વિનંતી પણ કરી હતી.
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટ યોજાઈ રહી છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો અને નોંધ્યું કે તેઓ આ શહેરના સંસદસભ્ય પણ છે. તેમણે રેખાંકિત કર્યું કે કાશી શહેર એક શાશ્વત પ્રવાહ જેવું છે જે હજારો વર્ષોથી માનવતાની મહેનત અને પ્રયત્નોનું સાક્ષી છે. “કોઈ પણ અવરોધ હોય, કાશીએ હંમેશા સાબિત કર્યું છે કે ‘સબકા પ્રયાસ‘ (દરેકના પ્રયાસ) દ્વારા નવા રસ્તાઓ બનાવવામાં આવે છે”, એવી તેમણે ટિપ્પણી કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કાશી ટીબી જેવા રોગ સામેની લડાઈમાં વૈશ્વિક સંકલ્પો તરફ નવી ઊર્જા ફેલાવશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એક દેશ તરીકે, ભારતની વિચારધારાનું પ્રતિબિંબ વાસુદેવ કુટુંબકમની ભાવનામાં જોઈ શકાય છે, એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રાચીન વિચારધારા આજના અદ્યતન વિશ્વને એક સંકલિત વિઝન અને સંકલિત ઉકેલો આપે છે. તેમણે નોંધ્યું કે G20 પ્રમુખ તરીકે, ભારતે આવી માન્યતાઓના આધારે ‘એક પરિવાર, એક વિશ્વ, એક ભવિષ્ય’ની થીમ પસંદ કરી છે. “G20ની થીમ સમગ્ર વિશ્વના સહિયારા ભાવિ માટેનો ઠરાવ છે”,એમ પ્રધાનમંત્રીએ કહ્યું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત વિશ્વમાં ‘એક પૃથ્વી, એક આરોગ્ય’ના વિઝનને આગળ ધપાવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે વન વર્લ્ડ ટીબી સમિટ સાથે વૈશ્વિક સારાના સંકલ્પોને સાકાર કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પછી ભારતે ટીબીનો સામનો કરવા માટે જે પ્રતિબદ્ધતા અને સંકલ્પ સાથે પોતાને સમર્પિત કર્યું તે અભૂતપૂર્વ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના પ્રયાસો મહત્વપૂર્ણ છે, કારણ કે ટીબી સામેના વૈશ્વિક યુદ્ધ માટે આ એક નવું મોડેલ છે. તેમણે છેલ્લા 9 વર્ષમાં ક્ષય રોગ સામે બહુપક્ષીય અભિગમ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું. તેમણે લોકોની ભાગીદારી, પોષણ વધારવા, સારવારની નવીનતા, ટેક એકીકરણ અને તંદુરસ્તી અને નિવારણ જેવા કે ફિટ ઈન્ડિયા, યોગા અને ખેલો ઈન્ડિયા પ્રકારના હસ્તક્ષેપોને સૂચિબદ્ધ કર્યા.
લોકોની ભાગીદારી અંગે, પ્રધાનમંત્રીએ ટીબીના દર્દીઓને મદદ કરવા માટે નિ-ક્ષય મિત્ર અભિયાન વિશે વાત કરી. તેમણે માહિતી આપી હતી કે લગભગ 10 લાખ ટીબી દર્દીઓને નાગરિકો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે અને 10–12 વર્ષની વયના બાળકો પણ આગળ આવ્યા છે. કાર્યક્રમ હેઠળ ટીબીના દર્દીને આર્થિક મદદ એક હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેમણે આ ચળવળને ‘પ્રેરણાદાયી’ ગણાવી અને આનંદ વ્યક્ત કર્યો કે પ્રવાસી ભારતીયો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.
ટીબીના દર્દીઓ માટે પોષણના મોટા પડકારની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ ટીબીના દર્દીઓને મદદ કરવામાં નિ-ક્ષય મિત્ર અભિયાનના યોગદાનને પ્રકાશિત કર્યું. તેમણે રેખાંકિત કર્યું કે સરકારે 2018માં ટીબીના દર્દીઓ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની જાહેરાત કરી હતી અને તેના પરિણામે, તેમની સારવાર માટે આશરે રૂ. 2000 કરોડ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યાં આશરે 75 લાખથી વધુ ટીબી દર્દીઓએ તેનો લાભ લીધો છે. “નિ-ક્ષય મિત્ર હવે તમામ ટીબી દર્દીઓ માટે ઊર્જાનો નવો સ્ત્રોત બની ગયા છે”,એમ પ્રધાનમંત્રીએ કહ્યું. જૂની રીતોની પ્રેક્ટિસ કરીને નવા ઉકેલો પર પહોંચવું અત્યંત મુશ્કેલ છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ટીબીના દર્દીઓ તેમની સારવારમાંથી બહાર ન આવે તે માટે સરકારે નવી વ્યૂહરચના સાથે કામ કર્યું છે. તેમણે ટીબીની તપાસ અને સારવાર માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરવા, દેશમાં ટેસ્ટિંગ લેબની સંખ્યા વધારવા અને ટીબીના દર્દીઓની સંખ્યા વધુ હોય તેવા શહેરોને લક્ષ્ય બનાવીને પ્રદેશ-વિશિષ્ટ કાર્ય નીતિઓ ઘડવાના ઉદાહરણો આપ્યા. તેવી જ રીતે, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ‘ટીબી મુક્ત પંચાયત અભિયાન‘ નામનું એક નવું અભિયાન પણ આજે શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે એ પણ હાઇલાઇટ કર્યું કે સરકાર ટીબીના નિવારણ માટે 6 મહિનાના કોર્સને બદલે 3 મહિનાનો ટ્રીટમેન્ટ પ્રોગ્રામ શરૂ કરી રહી છે. તેમણે માહિતી આપી હતી કે અગાઉ દર્દીઓને 6 મહિના સુધી દરરોજ દવા લેવી પડતી હતી પરંતુ હવે નવી સિસ્ટમમાં દર્દીએ અઠવાડિયામાં માત્ર એક જ વાર દવા લેવી પડશે.
પ્રધાનમંત્રીએ ટીબી મુક્ત ભારત અભિયાનમાં ટેક એકીકરણ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નિ-ક્ષય પોર્ટલ અને ડેટા સાયન્સનો ઉપયોગ આ સંદર્ભમાં ઘણો આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલય-ICMR એ ઉપરાષ્ટ્રીય રોગ દેખરેખ માટે એક નવી પદ્ધતિ વિકસાવી છે જેણે WHO સિવાય ભારતને આ પ્રકારનું મોડેલ ધરાવતો એકમાત્ર દેશ બનાવ્યો છે.
ટીબીના દર્દીઓની ઘટતી સંખ્યા અને કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીરને આજના એવોર્ડની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ 2030ના વૈશ્વિક લક્ષ્યની સામે 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાના ભારતના અન્ય એક મોટા ઠરાવનો ઉલ્લેખ કર્યો. રોગચાળા દરમિયાન ક્ષમતા અને આરોગ્ય માળખામાં વૃદ્ધિનો ઉલ્લેખ કરીને , પ્રધાનમંત્રીએ રોગ સામેની લડાઈમાં ટ્રેસ, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટેક્નોલોજીના ઉચ્ચ ઉપયોગ પર ભાર મૂક્યો હતો. “ભારતના આ સ્થાનિક અભિગમમાં વિશાળ વૈશ્વિક સંભાવના છે”,એમ તેમણે તે સંભવિતતાનો સામૂહિક ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું. તેમણે જણાવ્યું કે ટીબીની 80 ટકા દવાઓ ભારતમાં બને છે. “હું ઈચ્છું છું કે વધુને વધુ દેશો ભારતની આવી તમામ ઝુંબેશ, નવીનતાઓ અને આધુનિક ટેકનોલોજીનો લાભ મેળવે. આ સમિટમાં સામેલ તમામ દેશો આ માટે એક મિકેનિઝમ વિકસાવી શકે છે. મને ખાતરી છે કે, આપણો આ સંકલ્પ ચોક્કસપણે પરિપૂર્ણ થશે – હા, અમે ટીબીને ખતમ કરી શકીએ છીએ”,એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું.
રક્તપિત્તને દૂર કરવા માટે મહાત્મા ગાંધીના યોગદાનને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ એક ઘટના શેર કરી જ્યારે ગાંધીજીને અમદાવાદમાં રક્તપિત્ત હોસ્પિટલના ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે ગાંધીજીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે જ્યારે તેઓ દરવાજા પર લટકતું તાળું જોશે ત્યારે તેઓ ખુશ થશે. પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો કે હોસ્પિટલ દાયકાઓ સુધી એ જ રીતે ચાલુ રહી અને રક્તપિત્તનો કોઈ અંત નથી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2001માં જ્યારે ગુજરાતના લોકોએ તેમને તક આપી ત્યારે રક્તપિત્ત સામેની ઝુંબેશને નવી ગતિ મળી હતી અને ગુજરાતમાં રક્તપિત્તનો દર 23% થી ઘટીને 1% કરતા પણ ઓછો થયો હોવાની માહિતી આપી હતી. તેમણે ધ્યાન દોર્યું કે વર્ષ 2007માં તેઓ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રક્તપિત્ત હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી. તેમણે આમાં સામાજિક સંસ્થાઓ અને જનભાગીદારીની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ટીબી સામે ભારતની સફળતા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. “આજનું નવું ભારત તેના લક્ષ્યોને હાંસલ કરવા માટે જાણીતું છે”, પ્રધાનમંત્રીએ કહ્યું અને ખુલ્લામાં શૌચ મુક્ત થવાની પ્રતિજ્ઞા હાંસલ કરવાના ઉદાહરણો આપ્યા, સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા તેમજ પેટ્રોલમાં નિશ્ચિત ટકાવારીના ઇથેનોલ મિશ્રણના લક્ષ્યને સમયપત્રકથી પહેલા હાંસલ કર્યા.. “જનભાગીદારીની શક્તિ સમગ્ર વિશ્વનો આત્મવિશ્વાસ વધારી રહી છે”, એમ કહી તેમણે ટીબી સામેની ભારતની લડતની સફળતાનો શ્રેય જાહેર ભાગીદારીને આપ્યો. તેમણે ટીબીના દર્દીઓને રોગ વિશે જાગૃત કરવા માટે પણ દરેકને સમાન ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કાશીમાં આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતી આપી હતી. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની વારાણસી શાખાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પબ્લિક હેલ્થ સર્વેલન્સ યુનિટે પણ કામ કરવાનું શરૂ કર્યું. તેમણે BHUમાં ચાઈલ્ડ કેર ઈન્સ્ટિટ્યૂટ, બ્લડ બેંકના આધુનિકીકરણ, આધુનિક ટ્રોમા સેન્ટર, સુપર-સ્પેશિયાલિટી બ્લોક અને પંડિત મદન મોહન માલવિયા કેન્સર સેન્ટરનો ઉલ્લેખ કર્યો જ્યાં 70 હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધી છે. તેમણે કબીર ચૌરા હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, ડાયાલિસિસ સુવિધાઓ, સીટી સ્કેન સુવિધાઓ અને કાશીના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો. વારાણસીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 1.5 લાખથી વધુ દર્દીઓએ મફત સારવાર મેળવી છે અને 70 થી વધુ જન ઔષધિ કેન્દ્રો દર્દીઓને સસ્તી દવાઓ પૂરી પાડે છે.
સંબોધનના સમાપનમાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત દેશના અનુભવ, કુશળતા અને સંકલ્પશક્તિનો ઉપયોગ કરીને ટીબી નાબૂદીના અભિયાનમાં વ્યસ્ત છે. તેમણે એ પણ નોંધ્યું કે ભારત જરૂરિયાતમંદ દરેક દેશને મદદ કરવા માટે સતત તૈયાર છે. “ટીબી સામેનું અમારું અભિયાન સબકા પ્રયાસ (દરેકના પ્રયાસો)થી જ સફળ થશે. હું માનું છું કે, આજે આપણા પ્રયાસો આપણા સુરક્ષિત ભવિષ્યના પાયાને મજબૂત બનાવશે, અને આપણે આપણી ભાવિ પેઢીઓને વધુ સારી દુનિયા સોંપવાની સ્થિતિમાં આવીશું,” એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રિજેશ પાઠક અને સ્ટોપ ટીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. દિતિયુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
વિશ્વ ક્ષય દિવસના અવસરે, પ્રધાનમંત્રીએ વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું. આ સમિટનું આયોજન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અને સ્ટોપ ટીબી પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 2001 માં સ્થપાયેલ, સ્ટોપ ટીબી ભાગીદારી એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હોસ્ટ કરાયેલ એક સંસ્થા છે જે ટીબીથી પ્રભાવિત લોકો, સમુદાયો અને દેશોના અવાજને વ્યાપક કરે છે.
કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ટીબી-મુક્ત પંચાયત પહેલ સહિત વિવિધ પહેલો શરૂ કરી; ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (TPT); ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023નું વિમોચન પણ કર્યું. પ્રપધાનમંત્રીએ ટીબીના અંત તરફ તેમની પ્રગતિ માટે પસંદગીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને પુરસ્કાર પણ આપ્યા.
માર્ચ 2018 માં, નવી દિલ્હીમાં યોજાયેલી એન્ડ ટીબી સમિટ દરમિયાન, પ્રધાનમંત્રીએ નિર્ધારિત સમય કરતાં પાંચ વર્ષ આગળ, 2025 સુધીમાં ટીબી સંબંધિત SDG લક્ષ્યો હાંસલ કરવા ભારતને હાકલ કરી હતી. એક વિશ્વ ટીબી સમિટ લક્ષ્યો પર વધુ વિચાર-વિમર્શ કરવાની તક પૂરી પાડશે કારણ કે દેશ તેના ટીબી નાબૂદીના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા આગળ વધે છે. તે રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમોમાંથી શીખવાની પણ તક હશે. આ સમિટમાં 30થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.
India reaffirms its commitment towards ensuring a TB-free society. Addressing ‘One World TB Summit’ in Varanasi. https://t.co/7TAs2PnxPO
— Narendra Modi (@narendramodi) March 24, 2023
काशी नगरी, वो शाश्वत धारा है, जो हजारों वर्षों से मानवता के प्रयासों और परिश्रम की साक्षी रही है: PM @narendramodi pic.twitter.com/k2OInOWaMl
— PMO India (@PMOIndia) March 24, 2023
कुछ समय पहले ही भारत ने ‘One Earth, One Health’ के vision को भी आगे बढ़ाने की पहल की है।
और अब, ‘One World TB Summit’ के जरिए भारत, Global Good के एक और संकल्प को पूरा कर रहा है: PM @narendramodi pic.twitter.com/3qBP8Xjlat
— PMO India (@PMOIndia) March 24, 2023
TB के खिलाफ लड़ाई में, भारत ने जो बहुत बड़ा काम किया है, वो है- People’s Participation, जनभागीदारी: PM @narendramodi pic.twitter.com/ziTeptXbbc
— PMO India (@PMOIndia) March 24, 2023
कोई भी TB मरीज इलाज से छूटे नहीं, इसके लिए हमने नई रणनीति पर काम किया: PM @narendramodi pic.twitter.com/WzypA0eNMy
— PMO India (@PMOIndia) March 24, 2023
भारत अब वर्ष 2025 तक TB खत्म करने के लक्ष्य पर काम कर रहा है: PM @narendramodi pic.twitter.com/milo6nzV9v
— PMO India (@PMOIndia) March 24, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
India reaffirms its commitment towards ensuring a TB-free society. Addressing 'One World TB Summit' in Varanasi. https://t.co/7TAs2PnxPO
— Narendra Modi (@narendramodi) March 24, 2023
काशी नगरी, वो शाश्वत धारा है, जो हजारों वर्षों से मानवता के प्रयासों और परिश्रम की साक्षी रही है: PM @narendramodi pic.twitter.com/k2OInOWaMl
— PMO India (@PMOIndia) March 24, 2023
कुछ समय पहले ही भारत ने ‘One Earth, One Health’ के vision को भी आगे बढ़ाने की पहल की है।
— PMO India (@PMOIndia) March 24, 2023
और अब, ‘One World TB Summit’ के जरिए भारत, Global Good के एक और संकल्प को पूरा कर रहा है: PM @narendramodi pic.twitter.com/3qBP8Xjlat
TB के खिलाफ लड़ाई में, भारत ने जो बहुत बड़ा काम किया है, वो है- People’s Participation, जनभागीदारी: PM @narendramodi pic.twitter.com/ziTeptXbbc
— PMO India (@PMOIndia) March 24, 2023
कोई भी TB मरीज इलाज से छूटे नहीं, इसके लिए हमने नई रणनीति पर काम किया: PM @narendramodi pic.twitter.com/WzypA0eNMy
— PMO India (@PMOIndia) March 24, 2023
भारत अब वर्ष 2025 तक TB खत्म करने के लक्ष्य पर काम कर रहा है: PM @narendramodi pic.twitter.com/milo6nzV9v
— PMO India (@PMOIndia) March 24, 2023
In the last 9 years, India’s fight against TB is based on:
— Narendra Modi (@narendramodi) March 24, 2023
People’s participation.
Enhancing nutrition.
Treatment innovation.
Tech integration.
Wellness and prevention. pic.twitter.com/TuY1vdtAXR
Ni-kshay Mitras have added momentum to the fight against TB. pic.twitter.com/FfRZBcuA1r
— Narendra Modi (@narendramodi) March 24, 2023
Yes, we can end TB. pic.twitter.com/hphOEUSSvN
— Narendra Modi (@narendramodi) March 24, 2023