Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરની કે જેમાં તેમણે દિલ્હીમાં પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સની શરૂઆત વિશે માહિતી આપી હતી એ એક્સ પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

“પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ શરૂ થતાં, ભાગ લઈ રહેલા તમામ એથ્લેટ્સને મારી શુભેચ્છાઓ. તે સમાવેશ અને સશક્તીકરણ તરફનું એક સ્મૃતિચિહ્નરૂપ પગલું છે!”

YP/JD