Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિનાં રાજદ્વારી સલાહકાર શ્રી ફિલિપે એટીન્ને પ્રધાનમંત્રીને મળ્યાં


પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિનાં રાજદ્વારી સલાહકાર શ્રી ફિલિપે એટીન્ને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
શ્રી એટિન્નેએ ભારત અને ફ્રાંસ વચ્ચે સૈન્ય અને સલામતી સહિત તમામ ક્ષેત્રોમાં ભારત અને ફ્રાંસ વચ્ચે મજબૂત થઈ રહેલાં સંબંધો વિશે જાણકારી આપી હતી.

આ બેઠકમાં પ્રધાનમંત્રીએ જૂન, 2017માં ફ્રાંસની તેમની સફળ મુલાકાતને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સૈન્ય અને સંરક્ષણ ભારત-ફ્રાંસની વ્યૂહાત્મક ભાગીદારીનાં બે મહત્ત્વપૂર્ણ પિલર છે. તેમણે તમામ ક્ષેત્રોમાં વધી રહેલા દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓ ભારતમાં રાષ્ટ્રપતિ મેક્રોને તેમની અનુકૂળતાએ આવકારવા આતુર છે.

J.Khunt/GP