Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીનુ ઈન્ટરેક્શન (પરસ્પર સંવાદ)

પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીનુ ઈન્ટરેક્શન (પરસ્પર સંવાદ)


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ પ્રો-એક્ટિવ શાસન તથા કાર્યક્રમોને સમયબધ્ધ કાર્યાન્વયન માટે આઈસીટી આધારિત મલ્ટી મૉડલ પ્લેટફોર્મ પ્રગતિના માધ્યમથી આજે 12માં ઈન્ટરએક્શન(પરસ્પર સંવાદ) ની અધ્યક્ષતા કરી.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને અપાતી શિક્ષાવૃતિ/ફેલોશીપને લગતી ફરિયાદોના સમાધાનની દિશામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. પ્રધાનમંત્રીએ વિલંબના કારણોને જાણવાની ઈચ્છા દર્શાવી અને વિદ્યાથીને લાભ વિતરણ માટે આધાર લિંકની પ્રગતિ અંગે પુછપરછ કરી. તેમણે સંબધિત અધિકારીઓને ફરિયાદો દૂર કરવાની ગતિ વધારવા તથા વિદ્યાર્થીઓની શિક્ષાવૃતિ/ફેલોશીપને લગતા કેસોનો સફળ રીતે નિરાકરણ લાવવાનો આગ્રહ કર્યો.

પ્રધાનમંત્રીએ રોડ, સ્ટીલ તથા વિદ્યુત ક્ષેત્રની પાયાની સંરચનાને લગતી યોજનાઓની સમીક્ષા કરી. આ યોજના ત્રિપુરા, મિઝોરમ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, તેલંગાણા, છત્તીસગઢ તથા મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સંપર્ક બનાવાનારી મહત્વપુર્ણ અખોરા-અગરતલા રેલ લાઈન ઉપરાંત રેલ યોજનાઓની પણ તેમણે સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ ભિલાઈ સ્ટીલ યંત્રોના આધુનિકરણ અને વિસ્તારના વિકાસ અંગે પણ સમિક્ષા કરી. પ્રધાનમંત્રીએ યોજનાઓમાં થતા વિલંબને ગંભીરતાથી લેતા સ્ટીલ તેમજ ભારે ઈન્જીનિયરીંગ મંત્રાલય વિભાગથી બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવવા અને બને તેટલુ ઝડપી આ પરિયોજના પૂરી કરવા કહ્યુ.

શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન અન્વયે ‘કચરામાંથી ધન’ કાર્યક્રમમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. જેમાં કચરામાંથી કંપોસ્ટ તેમજ કચરામાંથી ઉર્જા ઉત્પાદનનો સમાવેશ થાય છે. આ સંદર્ભે જુદા જુદા રાજ્યોએ રિપોર્ટ આપ્યા.

પ્રધાનમંત્રીએ આરોગ્ય ક્ષેત્રે સંશોધિત રાષ્ટ્રીય ક્ષયરોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે થયેલ પ્રગતિની સમીક્ષા કરી. આ કાર્યક્રમનો હેતુ ક્ષયરોગમાં ઘટાડો લાવવો તેમજ તેમા તથા મૃત્યુદરમાં ઘટાડો લાવવો છે. તેમણે જિલ્લાઓમાં પ્રાથમિક કક્ષાએ ક્ષયરોગની તપાસ હેતુ પુરતા ઉપકરણો સ્થાપવાનો નિર્દેશ કર્યો. તેમણે જિલ્લા સ્તરે આ બિમારીથી લડવાની દિશામાં થઈ રહેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ બાળમૃત્યુદર તથા માતા મૃત્યુદર(આઈએમઆર તથા એમએમઆર) માં ઘટાડો લાવવામાં કરેલી પ્રગતિ તથા આ સંદર્ભે વિવિધ રાજ્યોમાં લેવાયેલ પગલાની સમીક્ષા કરી.

J.Khunt/GP