રાષ્ટ્રપતિ શ્રી ઓલાંદ, પ્રમુખ શ્રી ઓબામા, મહાનુભાવો, શ્રી બિલ ગેટ્સ, માનવંતા મહેમાનો,
રાષ્ટ્રપતિ ઓલાંદ અને ફ્રાંસના લોકોને તેમની સહનશીલતા અને સંકલ્પશક્તિ માટે તેમજ પેરિસ અને ફ્રાંસ સાથે મજબૂત રીતે સાથે ઊભા રહેવા માટે દુનિયાના અન્ય દેશોને હું સલામ કરું છું.
અહીંની અસાધારણ વ્યવસ્થાઓ આ મહાન દેશનાં ગુણોને પ્રતિબિંબિત કરે છે. આપણી પૃથ્વીની દિશા સાતત્યપૂર્ણ વિકાસ તરફ બદલવા માટે વિશ્વના દેશો પેરિસમાં ભેગા થયા છે.
આપણે કાર્બન ઉત્સર્જન અને વૈશ્વિક તાપમાનમાં વધારા અંગે ધ્યેયો અને લક્ષ્યાંકો વિશે વાત કરવી જોઈએ. પરંતુ એટલું જ મહત્ત્વનું છે કે એ લક્ષ્યાંકોને હાંસલ કરવાનાં સાધનો સાહજિક અને સરળ રીતે વિશ્વના તમામ દેશોને ઉપલબ્ધ હોય.
વિશ્વની વિશાળ માનવવસતી કારમી ગરીબી અને સૂર્યાસ્ત બાદ અંધકારમાં જીવી રહી છે. તેમને તેમના ઘર અને તેમનાં ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ઉર્જાની જરૂર છે.
અને, અશ્મિભૂત બળતણ દ્વારા ચાલતા ઔદ્યોગિક યુગનાં પરિણામે આ ગરીબોને સૌથી વધુ અસર થઈ રહી છે.
ઉર્જા ઉપલબ્ધ બને અને જીવન ઉત્કૃષ્ટ બને એવી સાર્વત્રિક આકાંક્ષા છે. અને, એટલી જ અપેક્ષા સ્વચ્છ પર્યાવરણ અને પ્રાણીઓ અને વનસ્પતિઓની તંદુરસ્ત વસાહતો માટેની છે.
વિશ્વના મોટા ભાગના દેશો પૃથ્વી પર અત્યંત નિયંત્રિત કાર્બન સ્પેસ સાથે સમૃદ્ધિ હાંસલ કરવા કામ કરી રહ્યા છે, ત્યારે આપણે ઘણું કામ કરવું પડશે.
આબોહવાના ન્યાયને ખાતર આપણે એ વાતની ખાતરી મેળવવી પડશે કે વિકાસની સીડીના શરૂઆતના પગથિયાંઓ પર કેટલાકની ભીડ બીજા અનેકોની તકોનો ભોગ ન લે.
વિકસિત દેશોએ વિકાસશીલ દેશોના વિકાસ માટે પર્યાપ્ત અવકાશ પૂરો પાડવો જ પડશે. અને, આપણા વિકાસના માર્ગે હળવા કાર્બન ફૂટપ્રિન્ટ માટે આપણે કઠોર પરિશ્રમ કરવો જ પડશે.
આના માટે આપણે સ્વચ્છ ઉર્જા સહુને ઉપલબ્ધ બને તે માટે સાથે મળીને કામ કરવું પડશે.
આબોહવા પરિવર્તનના પડકારને ઝીલવા અને આબોહવાની યથાર્થતાની ખાતરી માટે નવીનીકરણ – ઈનોવેશન અત્યંત આવશ્યક છે.
આ બાબત ઈનોવેશન સમિટને વિશિષ્ટ બનાવે છે. આને કારણે સમાન ઉદ્દેશ આપણને સંગઠિત બનાવે છે.
નવિનીકરણીય (રીન્યુએબલ) ઉર્જાને વધુ સસ્તી અને વધુ વિશ્વસનીય બને તેમજ ટ્રાન્સમિશન ગ્રિડ સાથે સરળતાથી જોડાઈ શકે એ માટે સંશોધન અને નવિનીકરણની જરૂર છે.
આપણાં સંયુક્ત ભાવિ માટે આ વૈશ્વિક જવાબદારી છે.
નવિનીકરણને લગતાં બૌદ્ધિક સંપત્તિ સહિતનાં પગલાં માત્ર બજારને પ્રોત્સાહન આપવા માટે જ નહીં, પરંતુ જાહેર હિત માટે પણ હોવાં જોઈએ.
આનો એ અર્થ પણ થાય કે વિકાસશીલ દેશોના સપ્લાયર્સની જાહેર વચનબદ્ધતા અત્યંત મજબૂત હોવી જોઈએ.
જેના પગલે સ્વચ્છ ઉર્જાની ટેકનોલોજી સહુને ઉપલબ્ધ, સુલભ અને પરવડે તેવી બનશે.
આ ભાગીદારી સરકારની જવાબદારી અને ખાનગી ક્ષેત્રની નવિનીકરણની ક્ષમતાને જોડશે. આપણે સંશોધન અને નવિનીકરણ ક્ષેત્રે રોકાણો બમણાં કરવાં પડશે અને, આંતરિક રીતે વધુ ઘનિષ્ઠ સહયોગો સ્થાપીશું.
આપણી પાસે 30-40 યુનિવર્સિટીઓ અને લેબોરેટરીઓનું નેટવર્ક હોવું જોઈએ, જે આગામી 10 વર્ષો માટે નવીનીકરણીય ઉર્જા પર જ ધ્યાન કેન્દ્રિત કરે.
નવીનીકરણને સાધનોનો ટેકો હોવો જોઈએ, જેથી તે પરવડે તેવાં બને અને તેને સ્વીકારની ખાતરી મળે.
અહીં ઉપસ્થિત હોય તેવાં અનેક દેશો સાથે અમારાં જાહેર-ખાનગી ભાગીદારીનાં અત્યંત સફળ મોડેલ છે. ભારત નાનાં ટાપુ દેશો સહિત વિકસતા દેશોમાં પણ નવીનીકરણની ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે.
સ્વચ્છ ઉર્જા માટેની ટેકનોલોજી અને ખર્ચ અંગે જે પ્રગતિ સાધી શકાઈ છે, તે ખરેખર પ્રભાવિત કરે તેવી છે. જો આપણે આપણા પ્રયત્નો વધારીએ તો વિશ્વમાં સર્વાંગી પરિવર્તન લાવી શકીએ તેમ છીએ.
આપણે ઓછા કાર્બન ઉત્સર્જનના નવા યુગમાં નવી અર્થવ્યવસ્થાનો પાયો પણ રચીશું.
આપણે ઈકોલોજી અને અર્થવ્યવસ્થા વચ્ચે તેમજ આપણા વારસા અને ભાવિ જવાબદારીઓ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરીશું. અને, આપણે જોઈ શકતા નથી તેવા વિશ્વની સંભાળ લેવાની ગાંધીજીની હાકલને હકીકતમાં ફેરવી શકીશું.
આભાર.
AP/J.Khunt
Talked about the importance of innovation to combat climate change at the Innovation Summit hosted by @POTUS. https://t.co/Yev9nklBBF #COP21
— Narendra Modi (@narendramodi) November 30, 2015
Through research & innovation, we must make renewable energy cheaper, reliable & conventional energy cleaner. #COP21 @COP21 @India4Climate
— Narendra Modi (@narendramodi) November 30, 2015
Together, we shall live up to Mahatma Gandhi's call to care for a world that we shall not see. #COP21 @COP21 @COP21en @India4Climate
— Narendra Modi (@narendramodi) November 30, 2015