Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પુડુચેરીમાં વિવિધ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પુડુચેરીમાં  વિવિધ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


પુડુચેરીના લેફટેનન્ટ ગવર્નર,

માનવંતા મહેમાનો,

મારા વ્હાલા મિત્રો,

પુડુચેરીની દિવ્યતા મને પવિત્ર સ્થળે ફરી એક વાર લઈ આવી છે. બરાબર, ત્રણ વર્ષ પહેલાં હું પુડુચેરીમાં હતો. ભૂમિ સંતો, વિદ્વાનો અને કવિઓની ભૂમિ રહી છે. તે મા ભારતીના ક્રાંતિકારીઓનું ઘર બની હતી. મહાકવિ સુબ્રમનિય ભારતી  અહીં રહ્યા હતાશ્રી અરવિંદ ઘોષના પગલાં અહીં સાગરકાંઠે પડેલા છે. પુડુચેરીમાં ભારતના પશ્ચિમી અને પૂર્વ સાગરકાંઠાની હાજરી છે. ભૂમિ  વૈવિધ્યનું પ્રતિક છે. અહીં લોકો પાંચ અલગ અલગ ભાષાઓ બોલે છે, વિવિધ ધર્મોને અનુસરે છે, પરંતુ એક થઈને રહે છે.

મિત્રો,

આજે આપણે પુડુચેરીના લોકોના જીવનમાં સુધારો લાવે તેવા વિવિધ વિકાસ કામોની શરૂઆતની ઉજવણી કરી રહ્યા છીએ. કામો વિવિધ ક્ષેત્રને આવરી લેશે. નવા બંધાયેલા મેરી બિલ્ડીંગનું  ઉદ્દઘાટન કરતાં મને અત્યંત આનંદ થાય છે. બિલ્ડીંગનું વારસાગત સ્વરૂપ જાળવી રાખીને  તેનુ પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. તેનાથી સાગરકાંઠાના સૌંદર્યમાં વધારો થશે અને અહીં વધુ પ્રવાસીઓ આકર્ષાશે.

મિત્રો,

ભારતના વિકાસ માટે વિશ્વસ્તરની માળખાગત સુવિધાઓની જરૂર છે. તમને જાણીને આનંદ થશે કે ચાર લેનના નેશનલ હાઈવે 45- ની શિલારોપણ વિધિ કરવામાં આવી છે. 56 કિલોમીટરનો સત્તનાથપુરમનાગાપટ્ટીનમ  ટ્ટો કરાઈકાલ જીલ્લાને આવરી લે છે. તેનાથી કનેક્ટિવિટીમાં ચોકકસપણે સુધારો થશે, આર્થિક ગતિવિધિ વેગ પકડશે અને સાથે સાથે તેના કારણે પવિત્ર શનિશ્વરમ મંદિર સુધી પહોંચવાની સુવિધા સુધરશે. આપણી લેડી ઓફ ગુડ હેલ્થબેસિલિકા અને નાગોર દરગાહ વચ્ચે આંતરરાજય કનેક્ટિવિટી આસાન બનશે.

મિત્રો,

ભારત સરકારે ગ્રામ્ય અને સાગરકાંઠા સાથેની કનેક્ટિવિટી સુધારવા માટે ઘણાં પ્રયાસો કર્યા છે. આનાથી કૃષિ ક્ષેત્રને લાભ થશે. સમગ્ર દેશમાં આપણા ખેડૂતો ઈનોવેશન કરી રહ્યા છે. તેમની ખેત પેદાશોને સારૂં બજાર મળી રહે તેની ખાતરી રાખવાની આપણી ફરજ છે. સારા રસ્તા પણ ચોકકસપણે એવુ કામ કરે છે. રોડ ચાર માર્ગી થવાથી વિસ્તારમાં ઉદ્યોગો આકર્ષાશે અને સ્થાનિક યુવકો માટે નવી રોજગારીની તકોનુ  નિર્માણ થશે.

મિત્રો,

સારા આરોગ્ય સાથે સમૃધ્ધિ ઘનિષ્ઠપણે જોડાયેલી છે. છેલ્લાં 7 વર્ષમાં ભારતમાં ચુસ્તી (ફીટનેસ) અને વેલનેસમાં વધારો કરવા માટે ઘણાં પ્રયાસો થયા છે. સંદર્ભમાં મને અહીંના રમત સંકુલમાં 400 મીટરનો સિન્થેટીક એથેલેટીક ટ્રેકની શિલારોપણ વિધિ કરતા આનંદ થાય છે. તે ખેલો ઈન્ડીયા યોજનાનો એક હિસ્સો છેતેનાથી ભારતના યુવાનોમાં ખેલ પ્રતિભાઓનું સંવર્ધન થશે. રમતો આપણને સંઘ ભાવના, નીતિ અને આખરે તો સ્પોર્ટમેન સ્પીરીટ  શિખવે છે. પુડુચેરીમાં રમતની સારી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી રાજ્યના યુવાનો નેશનલ અને વૈશ્વિક  ખેલ સમારંભોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકશે. લૉસ્પેટમાં બાંધવામાં આવેલી 100 પથારી ધરાવતી  ગર્લ્સ હૉસ્ટેલનું આજે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે, જે ખેલ પ્રતિભાઓને સહાયરૂપ થવાની વધુ એક પહેલ છે. હૉસ્ટેલમાં હૉકી, વૉલીબૉલ, વેઈટ લિફ્ટીંગ, કબડ્ડી અને હેન્ડબૉલના ખેલાડી નિવાસ કરી શકશે. હૉસ્ટેલના વિદ્યાર્થીઓને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડીયાના કોચ તાલિમ આપશે.

મિત્રો,

આવનારાં વર્ષોમાં એક ક્ષેત્ર મહત્વની ભૂમિકા બજાવવાનું છેઅને તે છે હેલ્થકેર સેકટર. જે રાષ્ટ્રો આરોગ્ય ક્ષેત્રમાં  રોકાણ કરે છે તે ઝળકી ઉઠે છે. તમામ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડવાના  આપણા ઉદ્દેશ અનુસાર હું જીપમેરમાં બ્લડ સેન્ટરનું ઉદ્દઘાટન કરૂં છું. યોજનામાં રૂ.28 કરોડનો ખર્ચ થશેનવી સુવિધાથી લાંબા સમય માટે લોહી અને લોહીની પ્રોડકટસના સંગ્રહ  અને સ્ટેમ સેલ્સ બેંકીંગ સુવિધા પ્રાપ્ત થશે. સુવિધા રિસર્ચ લેબોરેટરી તરીકે કર્મચારીઓને ટ્રાન્સફ્યુઝનના તમામ પાસાંઓની તાલિમ આપવા માટેનું કેન્દ્ર બનશે. તમે જાણો છો તે મુજબ વર્ષના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર તરફ ખૂબ મોટો ઝોક દર્શાવવામાં આવ્યો છે.

મિત્રો,

મહાન સંત થિરૂવલ્લુવરે જણાવ્યું છે કેઃ

கேடில் விழுச்செல்வம் கல்வி ஒருவற்கு

மாடல்ல மற்றை யவை

 

આનો અર્થ થાય છે કે ભણતર અને શિક્ષણ સાચી સંપત્તિ છે, જ્યારે અન્ય બાબતો અસ્થિર છે. ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓને પ્રોત્સાહિત કરવા માટે આપણને સારી ગુણવત્તા ધરાવતા પ્રોફેશનલ્સની જરૂર છે. કરાઈકાલ નવા સંકુલ ખાતે મેડિકલ કોલેજ બિલ્ડીંગનો ફેઝ-1 દિશા તરફનું કદમ છે. નવા પર્યાવરણલક્ષી સંકુલમાં એમબીબીએસના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેની તમામ આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે.

મિત્રો,

પુડુચેરીની ભાવના સાથે સાગરકાંઠો જોડાયેલો છે. માછીમારી, પોર્ટ, શિપીંગ અને બ્લૂ ઈકોનોમીમાં ભારે સંભાવનાઓ છે. સાગરમાલા યોજના હેઠળ પુડુચેરી પોર્ટ ડેવલપમેન્ટની શિલારોપણ વિધિ કરતા હું સન્માનની લાગણી અનુભવું છું. પ્રોજેક્ટ પૂરો થતાં પોર્ટનો ઉપયોગ કરીને માછીમારી માટે દરિયામાં જતા આપણાં માછીમારોને સહાય થશે. જેની ખૂબ જરૂર છે તેવી દરિયા માર્ગે ચેન્નાઈ સાથે કનેક્ટિવીટી પ્રાપ્ત થશે. આનાથી કાર્ગોની હેરફેરમાં પુડુચેરીની ઉદ્યોગોને સુવિધા પ્રાપ્ત થશે અને ચેન્નાઈ પોર્ટ ઉપરનો બોજ ઘટશે. તેના કારણે સાગરકાંઠાના શહેરો વચ્ચે પેસેન્જર ટ્રાફિકની સંભાવનાઓ પણ ખૂલી જશે.

મિત્રો,

પુડુચેરીએ વિવિધ કલ્યાણ યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરના લાભાર્થીઓ માટે ઘણું સારૂં કામ કર્યું છે. આનાથી લોકોને પસંદગી કરવામાં સશક્તિકરણ પ્રાપ્ત થાય છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કારણે પુડુચેરી, સરકારી અને ખાનગી ક્ષેત્રે માનવ સંસાધનથી સમૃધ્ધ છે. અહીંયા ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્ર વિકસાવવાની ઘણી સંભાવના છે અને તેનાથી રોજગારીની ઘણી તકો પ્રાપ્ત થશે. પુડુચેરીના લોકો પ્રતિભાશાળી છે. ભૂમિ સુંદર છે. હું અહીંયા મારી સરકાર તરફથી પુડુચેરીના વિકાસ માટે શક્ય તમામ સહયોગ આપવાની વ્યક્તિગત ખાતરી આપવા માટે આવ્યો છું. ફરી એક વખત પુડુચેરીના લોકોને આજે અહીંયા જેનો પ્રારંભ કરાયો છે તેવા વિકાસ કાર્યો માટે અભિનંદન.

આપનો આભાર,

ખૂબ ખૂબ આભાર.

વનક્કમ.

SD/GP/JD