Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનાં સ્ટેટ કાઉન્સિલર શ્રી યાંગ જિચી પ્રધાનમંત્રીને મળ્યાં


પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનનાં સ્ટેટ કાઉન્સિલર અને સરહદનાં મુદ્દે વિશિષ પ્રતિનિધિ શ્રી યાંગ જિચી આજે (22-12-2017) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

શ્રી યાંગ જિચીએ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રીમિયર લી કેક્વિઆંગની શુભેચ્છા પ્રધાનમંત્રીને પાઠવી હતી.

દિવસની શરૂઆતમાં શ્રી યાંગ જિચી અને શ્રી અજિત દોવલે પ્રધાનમંત્રીને ભારત અને ચીન વચ્ચે સરહદનાં મુદ્દે બંને દેશોનાં પ્રતિનિધિઓ વચ્ચે 20મા રાઉન્ડની ચર્ચા વિશે ટૂંકમાં જાણકારી આપી હતી.

પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બર, 2017માં બ્રિક્સની નવમી સમિટમાં જિયામિનની તેમની મુલાકાત અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠક સહર્ષ યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેનાં મજબૂત સંબંધ બંને દેશોનાં લોકોનાં પારસ્પરિક લાભ માટે મહત્ત્વપૂર્ણ હોવાની સાથે એશિયા અને દુનિયા માટે પણ લાભદાયક છે.

GP