પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
ગ્રામીણ ભારતની ઉદ્યોગસાહસિકતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા, મહોત્સવ 4 થી 9મી જાન્યુઆરી દરમિયાન યોજાશે જેની થીમ ‘વિકસિત ભારત 2047 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ‘ અને મુદ્રાલેખ ““गांव बढ़े, तो देश बढ़े” છે.
આ મહોત્સવનો હેતુ વિવિધ ચર્ચાઓ, વર્કશોપ અને માસ્ટરક્લાસ દ્વારા ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉન્નત કરવાનો, આત્મનિર્ભર અર્થતંત્ર બનાવવા અને ગ્રામીણ સમુદાયોમાં નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. તેના ઉદ્દેશ્યોમાં આર્થિક સમાવેશને ધ્યાનમાં રાખી, ટકાઉ કૃષિ પદ્ધતિઓને સમર્થન આપવાનું તેમજ ઉત્તર-પૂર્વ ભારત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ વસ્તીમાં આર્થિક સ્થિરતા અને નાણાકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
ઉત્સવનો મહત્ત્વપૂર્ણ હેતુ ગ્રામીણ મહિલાઓને ઉદ્યોગસાહસિકતા દ્વારા સશક્ત બનાવવાનુ; સહયોગી અને સામૂહિક ગ્રામીણ પરિવર્તન માટે રોડમેપ બનાવવા માટે સરકારી અધિકારીઓ, વિચારકો, ગ્રામીણ ઉદ્યોગસાહસિકો, કારીગરો અને તમામ ક્ષેત્રોના હિસ્સેદારોને સાથે લાવવા; ગ્રામીણ આજીવિકા વધારવા માટે ટેક્નોલોજી અને નવીન પ્રેક્ટિસનો લાભ લેવા વિશે ચર્ચાઓને પ્રોત્સાહિત કરવી અને જીવંત પ્રદર્શન અને પ્રદર્શનો દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવાનું છે.
AP/IJ/GP/JD