Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમ 24 સપ્ટેમ્બરે નવ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે.

નવી વંદે ભારત ટ્રેનો સમગ્ર દેશમાં કનેક્ટિવિટી સુધારવા અને રેલ મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા તરફ એક પગલું છે. જે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે તે છે:

ઉદયપુરજયપુર વંદે ભારત એક્સપ્રેસ

તિરુનેલવેલીમદુરાઈચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ

હૈદરાબાદબેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ

વિજયવાડાચેન્નાઈ (રેનિગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ

પટનાહાવડા વંદે ભારત એક્સપ્રેસ

કાસરગોડતિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ

રાઉરકેલાભુવનેશ્વરપુરી વંદે ભારત એક્સપ્રેસ

રાંચીહાવડા વંદે ભારત એક્સપ્રેસ

જામનગરઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ

નવ ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.

વંદે ભારત ટ્રેનો તેમના સંચાલનના રૂટ પર સૌથી ઝડપી ટ્રેન હશે અને મુસાફરોનો નોંધપાત્ર સમય બચાવવામાં મદદ કરશે. રૂટ પરની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં, રાઉરકેલાભુવનેશ્વરપુરી વંદે ભારત એક્સપ્રેસ અને કાસરગોડતિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 3 કલાક જેટલી ઝડપી હશે; હૈદરાબાદબેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ 2.5 કલાકથી વધુ; તિરુનેલવેલીમદુરાઈચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ 2 કલાકથી વધુ; રાંચીહાવડા વંદે ભારત એક્સપ્રેસ, પટનાહાવડા વંદે ભારત એક્સપ્રેસ અને જામનગરઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 1 કલાક; અને ઉદયપુરજયપુર વંદે ભારત એક્સપ્રેસ લગભગ અડધો કલાક ઝડપી હશે.

દેશભરમાં મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની કનેક્ટિવિટી સુધારવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ, રાઉરકેલાભુવનેશ્વરપુરી વંદે ભારત એક્સપ્રેસ અને તિરુનેલવેલીમદુરાઈચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ પુરી અને મદુરાઈના મહત્વપૂર્ણ ધાર્મિક નગરોને જોડશે. ઉપરાંત, વિજયવાડાચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ રેનિગુંટા માર્ગે ચાલશે અને તિરુપતિ યાત્રાધામ કેન્દ્રને કનેક્ટિવિટી પ્રદાન કરશે.

વંદે ભારત ટ્રેનોની રજૂઆત દેશમાં રેલ સેવાના નવા ધોરણની શરૂઆત કરશે. કવચ ટેક્નોલોજી સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ અને અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ ટ્રેનો સામાન્ય લોકો, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થી સમુદાય અને પ્રવાસીઓને મુસાફરીના આધુનિક, ઝડપી અને આરામદાયક માધ્યમો પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું હશે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com