Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમ 23મી ડિસેમ્બરે CBCI સેન્ટર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે CBCI કેન્દ્ર પરિસર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી ખ્રિસ્તી સમુદાયના મુખ્ય નેતાઓ સાથે વાર્તાલાપ કરશે, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચના અગ્રણી સામાન્ય નેતાઓનો સમાવેશ થાય છે.

ભારતમાં કેથોલિક ચર્ચના હેડક્વાર્ટર ખાતે આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પહેલીવાર હાજરી આપશે.

કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI)ની સ્થાપના 1944માં કરવામાં આવી હતી અને તે સંસ્થા છે જે સમગ્ર ભારતમાં તમામ કેથોલિકો સાથે સૌથી નજીક કામ કરે છે.

AP/IJ/GP/JD