પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ‘માં ભાગ લેશે: રાજસ્થાન સરકારના કાર્યક્રમના 01 વર્ષ પૂરા થવાના પ્રસંગે તેઓ જયપુર, રાજસ્થાન ખાતે 46,300 કરોડ રૂપિયાથી વધુના ઊર્જા, રોડ, રેલવે અને પાણી સંબંધિત 24 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પીએમ રૂ. 11,000 કરોડથી વધુની કિંમતના 9 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે જેમાં 7 કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અને 2 રાજ્ય સરકારના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે અને રૂ. 35,300 કરોડથી વધુની કિંમતના 15 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં 9 કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અને 6 રાજ્ય સરકારના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
ઈવેન્ટ દરમિયાન ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં નવનેરા બેરેજ, સ્માર્ટ ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન નેટવર્ક અને એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ્સ, ભીલડી-સમદારી-લુની-જોધપુર-મેરતા રોડ-દેગાણા-રતનગઢ સેક્શનનું રેલવે ઇલેક્ટ્રિફિકેશન અને દિલ્હી-વડોદરા ગ્રીન ફિલ્ડ એલાઈનમેન્ટના પેકેજ 12 (NH-148N) (મેજ નદી પરનો મુખ્ય પુલ સાથે જંકશન સુધી SH-37A) પ્રોજેક્ટનો અન્ય પ્રોજેક્ટ્સની સાથે સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ લોકોને સરળ સફર પ્રદાન કરવામાં અને પીએમના ગ્રીન એનર્જીના વિઝનને અનુરૂપ રાજ્યની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી રામગઢ બેરેજ અને મહાલપુર બેરેજના નિર્માણ કાર્ય માટે અને રૂ. 9,400 કરોડથી વધુના ખર્ચે નવનેરા બેરેજથી બિસલપુર ડેમ અને ઇસરદા ડેમમાં ચંબલ નદી પર જળચર દ્વારા પાણીના ટ્રાન્સફર માટેની સિસ્ટમનો શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી સરકારી ઓફિસની ઇમારતો પર રૂફટોપ સોલાર પ્લાન્ટની સ્થાપના, પૂગલ (બીકાનેર)માં 2000 મેગાવોટના એક સોલાર પાર્ક અને 1000 મેગાવોટના સોલાર પાર્કના બે તબક્કાના વિકાસ અને સાઇપૌ (ધોલપુર)થી પીવાના પાણીની ટ્રાન્સમિશન લાઇનનો શિલાન્યાસ પણ કરશે. ભરતપુર-ડીગ-કુમ્હેર-નગર-કમન અને પહારી અને ચંબલ-ધોલપુર-ભરતપુર રેટ્રોફિટિંગનું કામ, લુની-સમદારી-ભીલડી ડબલ લાઇન, અજમેર-ચંદેરિયા ડબલ લાઇન અને જયપુર-સવાઈ માધોપુર ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટ તેમજ અન્ય ઊર્જા ટ્રાન્સમિશન સંબંધિત પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરવામાં આવશે.
AP/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com