Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમ 17મી ફેબ્રુઆરીએ ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં હોટેલ તાજ પેલેસ ખાતે સાંજે 7:40 વાગ્યે ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે.

ગ્લોબલ બિઝનેસ સમિટ 2023ની થીમ “Resilience. Influence. Dominance” છે. બે દિવસીય સમિટ 17-18 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે.

ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા દર વર્ષે ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવે છે. તે વિચારશીલ નેતાઓ, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને કોર્પોરેટ વડાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર એકસાથે લાવશે, જે મુખ્ય આર્થિક પડકારોના ઉકેલો પ્રદાન કરવા માંગે છે. સમિટમાં 200થી વધુ બિઝનેસ લીડર્સ 40 સત્રોમાં બોલશે.

YP/GP/JD