Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમ મોદીએ યુએઈના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું.

પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સપ્ટેમ્બર 2024માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ભારતની મુલાકાત સહિતની વારંવારની ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને આદાનપ્રદાન પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે દ્વિપક્ષીય સંબંધોમાં પેઢીઓનું સાતત્ય દર્શાવે છે.

બંને નેતાઓએ ટેકનોલોજી, ઊર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ પ્રાદેશિક જોડાણ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક પહેલ તરીકે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર (IMEEC) ના અમલીકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો.

મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન પરિસ્થિતિ પર પરિપ્રેક્ષ્ય શેર કર્યું. પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રની લાંબા ગાળાની શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ UAEમાં વિશાળ અને ગતિશીલ ભારતીય સમુદાયનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે UAEના નેતૃત્વનો આભાર માન્યો હતો.

AP/Ij/GP/JD