Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ સિડનીમાં આગામી ક્વાડ સમિટની યજમાની કરવા બદલ ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસનો આભાર માન્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આગામી ક્વાડ સમિટની યજમાની કરવા બદલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસનો આભાર માન્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પીએમના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

સિડનીમાં આગામી ક્વાડ સમિટનું આયોજન કરવા બદલ @AlboMPનો આભાર, જે મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિકને સુનિશ્ચિત કરવાના અમારા પ્રયત્નોને પ્રોત્સાહન આપશે.

હું આપણી સકારાત્મક કાર્યસૂચિને આગળ વધારવા માટે સમગ્ર ડોમેન્સમાં ક્વાડ સહયોગને મજબૂત કરવા પર મારી મુલાકાત અને ચર્ચાની આતુરતાપૂર્વક રાહ જોઉં છું.”

YP/GP/JD