Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ રાજ્યસભાના નવા નામાંકિત સભ્યોને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભા માટે તેમના નામાંકન બદલ જીવનના વિવિધ ક્ષેત્રના વિવિધ મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા છે. રમતવીરાંગના પી.ટી. ઉષા, સંગીત રચયિતા ઇલૈયારાજા, પરોપકારી અને સામાજિક કાર્યકર શ્રી વીરેન્દ્ર હેગડે, ફિલ્મ નિર્દેશક અને પટકથા લેખક શ્રી વી. વિજયેન્દ્ર પ્રસાદ ગરુ એ નામાંકિતો છે જેમને રાજ્યસભા માટે નામાંકન મળ્યું છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ઉલ્લેખનીયન છે કે પી.ટી. ઉષાજી દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. રમતગમતમાં તેમની સિદ્ધિઓ વ્યાપકપણે જાણીતી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઉભરતા રમતવીરોને માર્ગદર્શક બનાવવાનું તેમનું કાર્ય પણ એટલું જ પ્રશંસનીય છે. રાજ્યસભામાં નામાંકિત થવા બદલ તેમને અભિનંદન. @PTUshaOfficial”

“@ilaiyaraaja જીની સર્જનાત્મક પ્રતિભાએ લોકોને પેઢીઓથી મંત્રમુગ્ધ કર્યા છે. તેમના કાર્યો સુંદર રીતે ઘણી લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. જે સમાન પ્રેરણાદાયી છે તે તેમની જીવન યાત્રા છે- તેઓ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી ઊભા થયા અને ઘણું બધું પ્રાપ્ત કર્યું. ખુશી છે કે તેમને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે.”

શ્રી વીરેન્દ્ર હેગગડેજી ઉત્કૃષ્ટ સામુદાયિક સેવામાં અગ્રેસર છે. મને ધર્મસ્થલા મંદિરમાં પ્રાર્થના કરવાની તક મળી છે અને તેઓ આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિમાં જે મહાન કાર્ય કરી રહ્યા છે તેના સાક્ષી પણ છે. તેઓ ચોક્કસપણે સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ બનાવશે.”

શ્રી વી. વિજયેન્દ્ર પ્રસાદ ગરુ દાયકાઓથી સર્જનાત્મક વિશ્વ સાથે સંકળાયેલા છે. તેમની કૃતિઓ ભારતની ભવ્ય સંસ્કૃતિને દર્શાવે છે અને વૈશ્વિક સ્તરે એક છાપઊઉભી કરે છે. રાજ્યસભામાં નામાંકિત થવા બદલ તેમને અભિનંદન.”

 

center>

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com