Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પારંપરિક ચિકિત્સા પ્રણાલીના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઈક્વાટોરિયલ ગિની વચ્ચે સમજૂતી કરારને મંત્રિમંડળે મંજૂરી આપી.


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે પારંપરિક ચિકિત્સા પ્રણાલીના ક્ષેત્રમાં ભારત અને ઈક્વાટોરિયલ ગિની વચ્ચે સહયોગ માટે સમજૂતી કરારને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરાર પર 08 એપ્રિલ, 2018ના રોજ હસ્તાંક્ષર થયા હતા.

આ સમજૂતી કરારથી બંને દેશો વચ્ચે પારંપરિક ચિકિત્સા પ્રણાલીના ક્ષેત્રમાં સહયોગ વધશે. જે અંતર્ગત સંશોધન કાર્યો, પ્રશિક્ષણ પાઠ્યક્રમો, સંમેલનો અને બેઠકોનું આયોજન તથા વિશેષજ્ઞોની પ્રતિનિયુક્તિઓ માટે જરૂરી નાણાંકીય સંસાધન આયુષ મંત્રાલય માટે ફાળવાયેલ બજેટમાંથી ઉપલબ્ધ કરાવાશે.

પૃષ્ઠભૂમિ :

ભારતમાં પારંપરિક ચિકિત્સા પ્રણાલી ક્ષેત્ર સુસંગઠિત છે. આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યૂનાની, સિદ્ધ, સોવા રિગપા અને હોમિયોપેથી ઔષધિયોના નામોને સુવ્યવસ્થિત રીતે કટિબદ્ધ કરાયા છે. અને તેનું દસ્તાવેજીકરણ કરાયું છે. ભારતની આ પ્રણાલી વૈશ્વિક સ્વાસ્થ્ય પરિદ્રશ્યમાં ઘણી સંભાવનાઓ ધરાવે છે. આ ચિકિત્સા પ્રણાલીના પ્રચાર-પ્રસાર અને વૈશ્વિક સ્તર પર તેને ઓળખ અપાવવાની જવાબદારી સંભાળતા આયુષ મંત્રાલય માટે મલેશિયા, ત્રિનિદાદ અને ટોબેગો, હંગરી, બાંગ્લાદેશ, નેપાળ, મૉરિશિયસ, મંગોલિયા, ઈરાન અને સાઓ ટોમ એડ પ્રિંસિપીની સાથે પણ સહયોગની સમજૂતી કરાઈ છે.

NP/J.Khunt/GP/RP