Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પટણામાં જાહેર પરિવહન અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ મેટ્રો પ્રોજેક્ટ બે મેટ્રો રેલ કોરિડોર ધરાવે છેઃ (1) દાણાપુરથી મીઠાપુર (2) ન્યૂ આઇએસબીટીથી પટણા રેલવે જંકશન. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે રૂ. 13365.77 કરોડ થશે.

પ્રોજેક્ટની વિગતો:

• પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ થશે.

• દાણાપુર કેન્ટથી મીઠાપુર કોરિડોર શહેરનાં હાર્દમાંથી પસાર થશે અને અતિ ગીચ વિસ્તારો રઝા બઝાર, સચિવાલય, હાઈ કોર્ટ, લૉ યુનિવર્સિટી રેલવે સ્ટેશનને જોડશે.

• પટણા જંકશનથી આઇએસબીટી કોરિડોર ગાંધી મેદાન, પીએમસીએચ, પટણા યુનિવર્સિટી, રાજેન્દ્ર નગર, મહાત્મા ગાંધી સેતુ, ટ્રાન્સપોર્ટ નગર અને આઇએસબીટીને જોડશે.

• મેટ્રો રહેવાસીઓ, અવર-જવર કરતાં લોકો, ઔદ્યોગિક કાર્યકર્તાઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ જાહેર પરિવહનની સુવિધા પ્રદાન કરશે.

પટણા મેટ્રો પ્રોજેક્ટની મુખ્ય બાબતો:

i. દાણાપુરથી મીઠાપુર કોરિડોરની લંબાઈ 16.94 કિલોમીટર રહેશે, જેમાંથી મોટા ભાગનો પટ્ટો અંડરગ્રાઉન્ડ (11.20 કિલોમીટર) અને આંશિક પટ્ટો એલિવેટેડ (5.48 કિલોમીટર) રહેશે, તેમાં 11 સ્ટેશનો હશે (3 એલિવેટેડ અને 8 અંડરગ્રાઉન્ડ).

ii. પટણા સ્ટેશનથી ન્યૂ આઇએસબીટી કોરિડોરની લંબાઈ 14.45 કિલોમીટર છે, જેમાંથી મોટા ભાગનો પટ્ટો એલિવેટેડ (9.9 કિલોમીટર) અને આંશિક પટ્ટો અંડરગ્રાઉન્ડ (4.55 કિલોમીટર) હશે તથા તેમાં 12 સ્ટેશનો સામેલ હશે (9 – એલિવેટેડ અને 3 – અંડરગ્રાઉન્ડ).

પટણાની હાલની 26.23 લાખની વસતિને પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળશે એવી અપેક્ષા છે.

હાલનાં કોરિડોર રેલવે સ્ટેશનો અને આઇએસબીટી સ્ટેશન સાથે મલ્ટિમોડલ સંકલન ધરાવશે તથા બસ, ઇન્ટરમીડિએટ પબ્લિક ટ્રાન્સપોર્ટ (આઇપીટી) તેમજ નોન મોટરાઇઝ ટ્રાન્સપોર્ટ (એનએમટી)નું ફીડર નેટવર્ક ધરાવશે. પ્રોજેક્ટ રેન્ટલ અને જાહેરાતમાંથી ભાડા સિવાયની બોક્સ આવક પણ કરશે તેમજ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી) અને વિકાસ અધિકારોનું હસ્તાંતરણ (ટીડીઆર) મારફતે વેલ્યુ કેપ્ચ્યોર ફાઇનાન્સિંગ (વીસીએફ) ધરાવશે.

આ મેટ્રો રેલ કોરિડોરને સમાંતર રહેણાક વિસ્તારોને પ્રોજેક્ટથી ઘણો લાભ થશે, કારણ કે આ વિસ્તારોનાં લોકોને તેમનાં પડોશી વિસ્તારોમાંથી ટ્રેન પર મુસાફરી કરવાનો લાભ મળશે અને તેઓ સરળતાપૂર્વક શહેરનાં વિવિધ વિસ્તારોમાં પહોંચી શકશે.

RP