પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ વોટરવેઝ-68ના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી છે જેણે ગોવાના પંજિમથી વાસ્કો વચ્ચેનું અંતર 9 કિમી જેટલું ઘટાડી દીધું છે અને આ યાત્રા હવે માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. અગાઉ પંજીમથી વાસ્કોનું અંતર અંદાજે 32 કિલોમીટર હતું અને મુસાફરીનો સમય આશરે 45 મિનિટનો હતો.
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પર્યટન રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ વાય. નાઈકના ટ્વીટ થ્રેડના જવાબમાં, શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગોવાના પંજિમથી વાસ્કો વચ્ચેની આ કનેક્ટિવિટી લોકોને રાહત આપશે તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“પંજિમથી વાસ્કો સુધીની આ કનેક્ટિવિટી લોકોને રાહત આપશે તેમજ પ્રવાસનને વેગ આપશે.”
पंजिम से वास्को के बीच इस कनेक्टिविटी से लोगों को राहत मिलने के साथ-साथ पर्यटन को भी बढ़ावा मिलेगा। https://t.co/poBGPk2cN8
— Narendra Modi (@narendramodi) March 5, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
पंजिम से वास्को के बीच इस कनेक्टिविटी से लोगों को राहत मिलने के साथ-साथ पर्यटन को भी बढ़ावा मिलेगा। https://t.co/poBGPk2cN8
— Narendra Modi (@narendramodi) March 5, 2023