Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ન્યૂયોર્ક અને કેલિફેર્નિયાના સાન હોસે ખાતેના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી

ન્યૂયોર્ક અને કેલિફેર્નિયાના સાન હોસે ખાતેના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી

ન્યૂયોર્ક અને કેલિફેર્નિયાના સાન હોસે ખાતેના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી

ન્યૂયોર્ક અને કેલિફેર્નિયાના સાન હોસે ખાતેના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી

ન્યૂયોર્ક અને કેલિફેર્નિયાના સાન હોસે ખાતેના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી

ન્યૂયોર્ક અને કેલિફેર્નિયાના સાન હોસે ખાતેના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી

ન્યૂયોર્ક અને કેલિફેર્નિયાના સાન હોસે ખાતેના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી


ન્યૂયોર્ક સીટીમાં પ્રધાનમંત્રીએ જી-4 સમિટમાં હાજરી આપી
પીએમ સાન હોસે પહોંચ્યા, ટેફલા મોટર્સની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી સાન હોસેમાં ઉચ્ચ આઈ.ટી. સીઓને મળ્યા
પ્રધાનમંત્રીએ ડિજીટલ ઈન્ડિયામાં ઈવેન્ટમાં સંબોધન કર્યું

જી-૪ શિખર બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (૨૬ સપ્ટેમ્બર,૨૦૧૫) ન્યૂયોર્ક શહેર ખાતે જી-૪ શિખર બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં બ્રાઝિલના પ્રમુખ દિલમા રોસેફ, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો અબે પણ ઉપસ્થિત હતા.

બેઠકને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ આરંભે જણાવ્યું હતું કે, ‘‘ આપણે ડીજીટલ યુગમાં જીવી રહ્યા છીએ. વૃદ્ધિના નવા એન્જિન, વ્યાપકપણે વેરવિખેર આર્થિક સત્તા અને સંપત્તિની વધતી ખાઈ જેવા નવા સંજોગોમાં વૈશ્વિક અર્થતંત્ર પણ બદલાઈ રહ્યું છે. વસતીના સ્થળાંતર અને શહેરીકરણે પણ નવા પડકારો સર્જ્યા છે. આબોહવા પરિવર્તન અને ત્રાસવાદ નવા ચિંતાના વિષયો છે. સાયબર અને અવકાશ ક્ષેત્રે વળી તક અને પડકારોના મોરચે નવી ક્ષિતીજો ખોલી નાખી છે. તેમ છતાં આપણી સંસ્થાઓ, અભિગમો અને વિચારશીલતા એમ બધું જ આપણે જેમાં જીવી રહ્યા છીએ એ સદી નહીં પરંતુ વીતેલી સદીના ડહાપણ અને બુધ્ધિક્ષમતાને જ પ્રતિબિંબિત કરતા રહ્યા છે. ખાસ કરીને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કિસ્સામાં આ સાચું છે. બાંધી મુદતમાં સુરક્ષા પરિષદમાં સુધારા આપણી સામેનું તાકીદનું અને મહત્વનું કાર્ય છે.’’
બેઠકના અંતે બહાર પડાયેલા સંયુકત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘‘ જી-૪ ના નેતાઓએ વૈશ્વિક સંઘર્ષ અને કટોકટીનું સમાધાન શોધવા માટે વધુ પ્રતિનિધિત્વ ધરાવતી, કાયદેસરની વધુ અસરકારક સુરક્ષા પરિષદની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. તેમણે મંતવ્ય વ્યકત કર્યા કે ૨૧મી સદીમાં જયારે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી માટેની ક્ષમતા ધરાવતા અને એ માટેની જવાબદારી ઉઠાવવા ઉત્સુક વધુ સભ્ય દેશો ઈચ્છા દર્શાવી ચૂકયા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયની આ વાસ્તવિકતાને વાચા આપીને આ ધ્યેયો હાંસલ થઈ શકે તેમ છે’’.

સાન હોસે ખાતે આગમન
પ્રધાનમંત્રી ત્યાર બાદ કેલિફોર્નિયાના સાન હોસે ખાતે આવી પહોંચતાં અમેરિકામાં વસી રહેલા ભારતીય સમુદાયે તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી ભારતીય સમુદાયના અનેક સભ્યોને મળ્યા હતા.

ટેસ્લા મોટર્સની મુલાકાત
પ્રધાનમંત્રી ટેસ્લા મોટર્સની મુલાકાતે પહોંચતાં સીઈઓ એલોન મસ્કે તેમને આવકારીને કંપની દ્વારા લેવાયેલા ઈનોવેટિવ પગલાંની પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ ફેક્ટરી ફ્લોરની પણ મુલાકત લીધી હતી. પ્રધાનમંત્રી અને એલોન મસ્ક વચ્ચે ખાસ કરીને રીન્યુએબલ એનર્જી, ટેલ્સાની બેટરી ટેકનોલોજી અને ઉર્જા સંગ્રહને મુદ્દે વાતચીત થઈ હતી. પ્રધાનમંત્રી ટેલ્સા ખાતે કામ કરી રહેલા ભારતીય મૂળના કેટલાક કર્મચારીઓને પણ મળ્યા હતા.

આઈટી સીઈઓ સાથેની બેઠક, ડિજીટલ ઈન્ડિયાને સંબોધન
પ્રધાનમંત્રી એપલના સીઈઓ ટીમ કૂકને મળ્યા હતા. કૂકે જણાવ્યું હતું કે કંપની માટે ભારત ખાસ સ્થાન છે. એપલના સહ સ્થાપક સ્ટીવ જોબે ભારત પહોંચીને જ પ્રેરણા મેળવી હતી. એપલ ઈન્ડસ્ટ્રીઝ ડિજીટલ ઈન્ડિયાની પહેલમાં કઈ રીતે સહભાગી બની શકે તે મુદ્દે બંને વચ્ચે ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રી સત્યા નંદેલા (માઈક્રોસોફટ) સુંદર પિચાઈ (ગુગલ), શાંતનુ નારાયણ (એડોબ), પોલ જેકબ (કૌલકોમ) અને જોન ચેમ્બર્સ (સી.આઈ.એસ.સી.ઓ.)ને પણ મળ્યા હતા. આ તમામે ડિજીટલ ઈન્ડિયા ડીનરના મંચ પર પણ પ્રધાનમંત્રી સાથે ઉપસ્થિતિ આપી હતી.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં પોતાના ડિજીટલ ઈન્ડિયા અંગેના ર્દષ્ટિકોણની રૂપરેખા સમજાવી હતી.

પ્રધાનમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘‘ આજના ડિજીટલ યુગમાં આપણે આપણા લોકોના જીવનને એ રીતે બદલવાની તક ધરાવીએ છીએ કે જેની તેમણે કેટલાક દાયકા પહેલાં કલ્પના પણ નહીં કરી હોય. આપણે હમણાં જ પાછળ મૂકતા આવ્યા એ સદીથી આ આ એક અલગ જ ઘટના છે. હજી પણ કેટલાક લોકો માનતા હશે કે ડિજીટલ ઈકોનોમી તે માત્ર ધનવાનો, શિક્ષિતો અને વિશેષાધિકાર ભોગવનારાઓનું જ સાધન છે. પરંતુ ભારતના કોઈ ખૂણે ઉભેલા ફેરિયા કે ટેક્સી ડ્રાયવરને પૂછો કે સેલફોનથી તેને શું પ્રાપ્તિ થઈ અને વાત અહીં જ સમજાઈ જશે. ટેકનોલોજીને હું સશક્તીકરણના સાધન તરીકે મૂલવું છું. તે આશાઓ અને તક વચ્ચેના ખાલીપાને પૂરે છે. સોશિયલ મીડિયા સામાજિક વાડાબંધીને તોડી રહ્યું છે. સોશિયલ મીડિયા લોકોને ઓળખ આધારે નહીં પણ માનવીય મૂલ્યો આધારે જોડે છે. આજે ટેકનોલોજી નાગરિકને પ્રગતિના પથ પર મૂકીને લોકશાહીને બળવત્તર બનાવી રહી છે. એક સમય માત્ર બંધારણ થકી જ લોકશાહી બળવત્તર રહેતી હતી. ટેકનોલોજી સરકારોને વિશાળ ડેટા પર કામ કરવા મજબૂર કરે છે, અને 24 કલાક નહીં પણ 24 મિનિટમાં તેની પ્રતિક્રિયા આપવા પણ મજબૂર કરે છે, સોશિયલ મીડિયા અને તેની સોવાઓના વિસ્તારની ગતિ વિશે તમે વિચારતા હોય ત્યારે તમારે માનવું પડે કે જે લોકો એક વખતે માત્ર આશાની ધાર પર બેઠા જ જીવન વીતાવી રહ્યા હતા તેમના જીવનમાં પરિવર્તન લાવવું પણ સંભવ બન્યું છે. તો મિત્રો આ દ્રઢ લાગણીમાંથી જ ડિજીટલ ઈન્ડિયાના દ્રષ્ટિકોણનો જન્મ થયો છે. ભારતના પરિવર્તન હાથ ધરવામાં આવેલું આ સાહસનું કદ એટલું મોટુ છે કે માનવ ઈતિહાસમાં તેની સરખામણી મળવી મુશ્કેલ છે. દેશના માત્ર નબળા વર્ગ, અંતરિયાળ વિસ્તારોમાં વસતા વર્ગ કે સૌથી ગરીબ નાગરિકના જીવનને સ્પર્શવાનો આ માત્ર પ્રયાસ નથી પરંતુ એ રાહે આપણે દેશ જીવશે અને કામ કરશે તે વિચાર બીજી ડિજીટલ ઈન્ડિયામાં છુપાયેલું છે.

AP/J.Khunt/GP