પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં પાંચ પુરાણા કાયદાઓ રદ કરીને વહાણવટા મંત્રાલયે દરખાસ્ત કરેલ એડમિરલ્ટી (જ્યુરીસડીક્શન એન્ડ સેટલમેન્ટ ઓફ મેરિટાઈમ ક્લેઈમ્સ) બીલ-2016ને મંજૂરી આપવામાં આવી છે.
આ વિધેયકમાં નૌકાદળની દેખરેખ હેઠળના સંબંધિત હાલના કાયદાઓનું એકીકરણ કરીને નૌકાદળની દેખરેખ હેઠળની અદાલતોનું કાર્યક્ષેત્ર, આવી અદાલતની પ્રક્રિયાઓ, મેરીટાઈમ કલેઈમ્સ, જહાજો જપ્ત કરવા તથા તે સંબંધિત મુદ્દાઓને આવરી લેવાયા છે. આ દરખાસ્તમાં મુંબઈ, કોલકત્તા અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવતા એડમિરલ્ટી કાર્યક્ષેત્રને લગતા નૌકાદળ હેઠળના બ્રિટીશકાળના પાંચ પુરાણા કાયદાઓ અને સિવિલ બાબતોમાં તેમનું કાર્યક્ષેત્ર ધરાવતા (અ) ધ એડમિરલ્ટી કોર્ટ એક્ટ, 1840 (બ) ધ એડમિરલ્ટી કોર્ટ એક્ટ, 1861 (ક) કોલોનિયલ કોર્ટસ ઓફ એડમિરલ્ટી એક્ટ, 1890, (ડ) કોલોનિયલ કોર્ટસ ઓફ એડમિરલ્ટી (ઈન્ડિયા), એક્ટ 1981 તથા (ઈ) ધ પ્રોવિઝન્સ ઓફ લેટર્સ પેટન્ટ જેવા કાયદાઓ રદ કરાયા છે.
એડમિરલ્ટી બીલ-2016ની કેટલીક વિશેષતાઓ
આ વૈધાનિક દરખાસ્તથી મેરીટાઈમ કાનૂની સમુદાયની લાંબા સમયની માગ પૂરી થશે. આ વિધેયકના કેટલાક વિશિષ્ટ પાસા નીચે મુજબ છે:
• આ વિધેયકમાં ભારતના સાગરકાંઠે આવેલી હાઈકોર્ટોને કાયદા હેઠળનું ન્યાયક્ષેત્ર ગણવામાં આવી છે અને આ કાર્યક્ષેત્રને સમુદ્ર જળ સીમા સુધી વિસ્તારાયું છે.
• આ કાર્યક્ષેત્રને કેન્દ્ર સરકારના જાહેરનામા દ્વારા એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન અથવા તો ભારતના અન્ય મેરિટાઈમ ઝોન અથવા ભારતની હદમાં આવતા ટાપુઓના હિસ્સાઓમાં પણ વિસ્તારી શકાશે.
• આ વૈધાનિક કાયદો તેનું મૂળ સ્થાન કે માલિકનું વતન કોઈપણ હોય તો પણ દરેક જહાજને લાગુ પડશે.
• ભારતીય જહાજો અને બાંધકામ હેઠળના જહાજોને આ કાયદાના અમલમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ કેન્દ્ર સરકારને જરૂર જણાય તો જાહેરનામું બહાર પાડીને આવા જહાજોને કાયદો લાગુ પાડવાની સત્તા રહેશે.
• આ કાયદો યુધ્ધ જહાજો કે નૌકાદળ દ્વારા નોન-કોમર્શિયલ હેતુથી ઉપયોગમાં લેવાતા જહાજોને લાગુ પડશે નહીં.
• આ કાયદા હેઠળ વિધેયકમાં જેની યાદી અપાઈ છે તેવા મેરીટાઈમ દાવાઓની ન્યાય પ્રક્રિયા તથા ન્યાયક્ષેત્રને આવરી લેવાશે.
• ચોક્કસ સંજોગોમાં મેરીટાઈમ દાવાઓની સુરક્ષા માટે જહાજને જપ્ત કરી શકાશે.
• જ્યારે કોઈ જહાજ નવા માલિકને તબદીલ થતું હોય ત્યારે પસંદગીના મેરીટાઈમ દાવાઓ ચોક્કસ સમય મર્યાદામાં મેરીટાઈમ લિયન્સ દ્વારા પૂરા કરવાના રહેશે.
• આ વિધેયકમાં જે પાસાઓ અંગે જોગવાઈ કરવામાં ન આવી હોય ત્યાં સિવિલ પ્રોસિજર કોડ-1908 લાગુ પડશે.
પશ્ચાદ્દ ભૂમિકા
ભારત એક અગ્રણી મેરીટાઈમ દેશ છે અને તેના 95 ટકા ટ્રેડ વોલ્યુમનું મેરીટાઈમ હેરફેર દ્વારા પરિવહન થાય છે. આમ છતાં, હાલના કાનૂની માળખામાં નૌકાદળ સંબંધિત ન્યાયક્ષેત્ર બ્રિટીશકાળમાં ઘડાયેલા કાયદાઓ મુજબ ચાલ્યું આવતું હતું. એડમિરલ્ટી જ્યુરિડીક્શન (ન્યાયક્ષેત્ર) માં દરિયાઈ માર્ગે તથા જળ માર્ગે જહાજો હંકારવા બાબતે હાઈકોર્ટોની સત્તાઓનો સમાવેશ થતો હતો. નૌકાદળ અંગેના પાંચ કાયદાઓ રદ કરીને સરકારે વહિવટમાં અવરોધરૂપ બની રહેલા પુરાણા કાયદાઓ રદ કરવાની ખાત્રીનું પાલન કર્યું છે.
TR