Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેપાળના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોન પર વાત કરી


નેપાળના પ્રધાનમંત્રી નિવૃત્ત આદરણીય પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટેલિફોન કર્યો હતો.

બંને પ્રધાનમંત્રીઓએ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં થયેલી પ્રગતિ પર ચર્ચા કરી હતી, જેમાં તાજેતરમાં નેપાળનાં રાષ્ટ્રપતિ નિવૃત્ત આદરણીય વિદ્યાદેવી ભંડારીની ભારતની મુલાકાત વિશેની વાતચીત સામેલ હતી.

પ્રધાનમંત્રી પ્રચંડએ બંધારણના અમલની પ્રક્રિયામાં તમામ પક્ષોને સામેલ કરવાના તેમના પ્રયાસો વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રી પ્રચંડે આશરે 20 વર્ષમાં નેપાળમાં આયોજિત પ્રથમ સ્થાનિક ચૂંટણીઓ વિશે પણ વાત કરી હતી અને આ સંબંધમાં ભારતને મદદ કરવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ નેપાળની જનતાને શાંતિ, સ્થિરતા અને સામાજિક-આર્થિક પરિવર્તન કરવા તેમના રાષ્ટ્રીય પ્રયાસો માટે ભારતની જનતા અને સરકારની શુભેચ્છા પાઠવી હતી તથા પ્રધાનમંત્રી પ્રચંડને ખાતરી આપી હતી કે ભારત સ્થાનિક ચૂંટણીઓમાં શક્ય તમામ સહાય કરશે.

બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશની જનતાના લાભ માટે ભારત-નેપાળ વચ્ચે બહુપક્ષીય સહકારી સંબંધોને આગળ વધારવા તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

TR