Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેતાજીની ફાઈલોને સાર્વજનિક કરવી એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન છે

નેતાજીની ફાઈલોને સાર્વજનિક કરવી એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન છે


પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ, શ્રી નૃપેન્દ્ર મિશ્રાએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારના મહાનિદેશકને આજે નેતાજી સુભાષચંદ્ર બોસને સંબંધિત ફાઈલોનો પહેલો સેટ સોંપ્યો અને આની સાથે જ 23 જાન્યુઆરી, 2016ના રોજ તેની ફાઈલો સાર્વજનિક કરવાના કાર્યની શરૂઆત કરવાની તૈયારી કરવામાં આવી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7 રેસકોર્ટ રોડમાં નેતાજી સુભાષચંદ્ર બોસના પૂરા પરિવારનું ગર્મજોશી અને ગર્વ સાથે સ્વાગત કર્યું હતું. આવું કરવાવાળા પહેલા પ્રધાનમંત્રી હોવાનું સન્માન અનુભવતા તેમણે નેતાજીના પરિવારના સભ્યોને આશ્વસ્ત કર્યા હતા કે તેમણે જે ભાવનાઓ અને આકાંક્ષાઓ વ્યક્ત કરી છે તેને તેઓ સ્વયં અને તેમની સરકાર પૂર્ણ રીતે સ્વીકારશે.

એ વાત પર જોર આપતા કે જેઓ સ્વયં પોતાના ઈતિહાસને ભૂલી જાય છે તેઓ ઈતિહાસનું સર્જન નથી કરી શકતા, પ્રધાનમંત્રીએ સ્પષ્ટરૂપથી કહ્યું કે તેમની સરકાર કોઈપણ પ્રકારના ઈતિહાસના રસ્તામાં નડતર ઉત્પન્ન કરવાના કે તેનું ગળું દબાવવામાં વિશ્વાસ નથી કરતી, તે ઉપરાંત તેઓ ભારતના લોકોની સામે નેતાજીની બાબતમાં પૂર્ણ જાણકારી લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે નેતાજીના પરિવારજનોને એ વિશ્વાસ અપાવ્યો કે નેતાજી સાથે સંબંધિત ફાઈલો સાર્વજનિક કરવાથી લઈને આ બાબતોને અન્ય દેશોની સાથે ઉઠાવવા સુધી હર સંભવ પ્રયાસ કરાશે. તેમણે એ પણ વાયદો કર્યો કે ફાઈલોને સાર્વજનિક કરવા અને જનતા માટે રજૂ કરવાનું કાર્ય નેતાજીની જયંતી 23 જાન્યુઆરી, 2016થી શરૂ કરવામાં આવશે.

પોતાની પ્રતિબદ્ધતા માટે કાર્ય કરતા સરકાર ફાઈલો સાર્વજનિક કરવાની પ્રક્રિયા અને દિશા-નિર્દેશોને આધીન તત્પરતા સાથે નિર્ધારિત પ્રક્રિયા અને કાર્યવિધિ અપનાવી રહી છે.

આ કાર્યના એક ભાગ રૂપે પ્રધાનમંત્રી કાર્યાલયની 33 ફાઈલોના પહેલો ભાગને આગળ પ્રોસેસિંગ, સંરક્ષણ અને ડિજીટલીકરણ માટે રાષ્ટ્રીય અભિલેખાગારને સોંપવામાં આવ્યો છે. આવું પ્રધાનમંત્રી કાર્યાલયની બધી 58 ફાઈલોને રાષ્ટ્ર માટે અંતિમ રૂપ સાથે જારી કરવાની તૈયારીના રૂપમાં કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પોતાની અભિરક્ષામાં રાખેલી ફાઈલોને જારી કરવા માટે અલગથી કાર્ય કરી રહ્યા છે. નેતાજી સાથે સંબંધિત ફાઈલોને સાર્વજનિક કરવા માટે ભારતના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગોને પૂર્ણ કરવાની દિશામાં આ કાર્ય એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.

J.Khunt/GP