Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નૃપેન્દ્ર મિશ્રાએ પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ તરીકે રાજીનામું આપ્યું


પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ શ્રી નૃપેન્દ્ર મિશ્રાએ એમની કામગીરીમાંથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ એમને બે અઠવાડિયા કામ જાળવી રાખવા વિનંતી કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઉત્તર પ્રદેશ કેડરના 1977 બેચના સેવાનિવૃત આઇએએસ અધિકારી શ્રી પી કે સિંહાની વિશેષ ડ્યુટી અધિકારી તરીકે નિયુક્તિ પણ કરી છે.

શ્રી નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કેઃ

“આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વ હેઠળ દેશની સેવા કરવાની મને તક મળી છે. હું તેના માટે એમનો આભારી છું કે તેમણે મને આ અવસર આપ્યો અને મારી ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો.

મેં મારા દરેક કલાક કામ પ્રત્યે પ્રતિબદ્ધતાનો આનંદ લીધો છે અને પાંચ વર્ષથી વધારે સમયગાળા માટે આ સંતોષકારક સફર જાળવી રાખી. હવે મારા માટે આગળ વધવાનો સમય છે, છતાં હું જાહેર હિતો અને રાષ્ટ્રહિતો માટે કામગીરી કરવાનું જાળવી રાખીશ. હું સરકારની અંદર અને બહાર મારા તમામ સાથીદારો, મિત્રો અને મારા પરિવારજનોનો આ સહયોગ માટે આભાર માનું છું. હું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને શુભેચ્છા પાઠવું છું કે તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે આપણા દેશનું સુકાન સંભાળતા રહે.”

RP