Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નીતિ આયોગમાં અટલ ઈનોવેશન મિશન અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઈઝેશનની સ્થાપના


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે નીતિ આયોગમાં ઉચિત કર્મચારીઓ સાથે અટલ ઈનોવેશન મિશન (એઆઈએમ-એઈમ) અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઈઝેશન (એસઈટીયુ – સેતુ)ની સ્થાપના માટે મંજૂરી આપી છે.

એઈમ અને એઈમ ડાયરેક્ટોરેટની સ્થાપનાને કારણે મિશનની પ્રવૃત્તિઓનો અમલ વધુ કેન્દ્રિત બનીને કરી શકાશે. દેશમાં નવિનીકરણ અને ઉદ્યોગસાહસિકતા માટે આ મુખ્ય પોઈન્ટ બનશે.

એની વિગતો આ મુજબ છે :-

(i) મિશન હાઈ લેવલ કમિટી (એમએચએલસી) દ્વારા મિશનની દોરવણી કરાશે, જે મુખ્ય પડકારાત્મક ક્ષેત્રો, ઈનામની રકમ અને એઈમ તેમજ સેતુનાં વિવિધ તત્વોનાં અમલીકરણ સહિત જરૂરી માર્ગદર્શિકાઓને મંજૂરી આપવા સંબંધિત તમામ નિર્ણયો લેશે.

(ii) નીતિ આયોગ મિશન ડાયરેક્ટર અને અન્ય ઉચિત કર્મચારીઓને નોકરીએ રાખશે.

(iii) મિશનનું મુખ્ય મથક નવી દિલ્હી રહેશે.

પશ્ચાદ્ભૂમિકાઃ

ઈનોવેશન ઈકોસિસ્ટમને નોંધપાત્ર ઉત્તેજન આપવા માટે તેમજ દેશમાં ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો પ્રગટાવવા માટે નાણાં મંત્રીએ વર્ષ 2015-16ના બજેટ પ્રવચનમાં નીતિમાં રૂ. 500 કરોડની શરૂઆતની રકમ સાથે અટલ ઈનોવેશન મિશન (એઈમ) અને રૂ. 1000 કરોડની શરૂઆતની રકમ સાથે સેતુ તરીકે ઓળખાતી વ્યવસ્થા સ્થાપવાનો સરકારનો ઈરાદો જાહેર કર્યો હતો. બજેટની જાહેરાતને પગલે નીતિ આયોગે અમેરીકાની હાર્વર્ડ યુનિવર્સિટીની સાઉથ એશિયા ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર પ્રોફેસર તરુણ ખન્નાના અધ્યક્ષસ્થાને એઈમ અને સેતુની વિગતવાર રૂપરેખા ઘડવા માટે નવિનીકરણ અને ઉદ્યોગસાહસિકતાના નિષ્ણાતોની સમિતિની રચના કરી હતી. સમિતિએ તેના અહેવાલમાં વ્યાપક ભલામણો કરી, જેમાં ટૂંકા ગાળાની એટલે કે જેમાં પ્રમાણમાં ત્વરિત પગલાં લઈને તાત્કાલિક પરિણામ મેળવી શકાય તેવી ભલામણો, મધ્યમ ગાળાની એટલે કે પાંચથી સાત વર્ષના સમયગાળામાં અમલ મૂકી શકાય તેવી તેમજ લાંબા ગાળાની, જેમાં પરિણામો મેળવતાં લાંબો સમય લાગે પરંતુ દેશની ઉદ્યોગસાહસિકતાની પરિપાટી પર નક્કર પરિવર્તન લાવે તેવી ભલામણો સામેલ હતી. સમિતિએ અમલીકરણ, કાર્યપાલન અને અસર પર દેખરેખ રાખવા માટે સ્પષ્ટ પદ્ધતિઓ સ્થાપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

એઈમ અને સેતુ, વર્ષ 2015-16ના કેન્દ્રિય બજેટની જાહેરાતોને પગલે શરૂ કરવામાં આવ્યાં છે. 28મી ઓગસ્ટ, 2015ના રોજ ઈએફસીએ દરખાસ્ત ધ્યાન પર લીધી હતી અને એઈમને મિશન તરીકે તેમજ સેતુને અભિગમ તરીકે ધ્યાન પર લેવાયાં હતાં. એટલે, એઈમ નામની એક વ્યાપક યોજના હોવી જોઈએ, જેમાં બે પેટા ઘટકો હશે – 1) ઈનોવેશન અને 2) સેતુ, જેમાં ઈનોવેટર્સને સહાય મળશે અને તેમને સફળ ઉદ્યોગસાહસિક બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

UM/J.Khunt