ક્રમ |
એમઓયુ/સમજૂતી |
ઉદ્દેશ્ય |
1 |
ભારત અને કુવૈત વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) |
આ એમઓયુ સંરક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારને સંસ્થાગત સ્વરૂપ આપશે. સહકારનાં મુખ્ય ક્ષેત્રોમાં તાલીમ, કર્મચારીઓ અને નિષ્ણાતોનું આદાનપ્રદાન, સંયુક્ત કવાયતો, સંરક્ષણ ઉદ્યોગમાં સહકાર, સંરક્ષણનાં સાધનોનો પુરવઠો અને સંશોધન અને વિકાસમાં જોડાણ સામેલ છે. |
2. |
વર્ષ 2025-2029 માટે ભારત અને કુવૈત વચ્ચે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ (સીઇપી). |
સીઈપી કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને થિયેટરમાં સાંસ્કૃતિક આદાન–પ્રદાન, સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં સહકાર, સંસ્કૃતિના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં સહયોગ અને તહેવારોના આયોજનની સુવિધા આપશે. |
3. |
રમતગમતના ક્ષેત્રમાં સહકાર માટે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (ઇપી) (2025-2028) |
આ કાર્યકારી કાર્યક્રમ ભારત અને કુવૈત વચ્ચે રમતગમતનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરશે, જેનો ઉદ્દેશ અનુભવની વહેંચણી, રમતગમત ક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સમાં સહભાગીતા, સ્પોર્ટ્સ મેડિસિન, સ્પોર્ટ્સ મીડિયા, સ્પોર્ટ્સ મીડિયા, સ્પોર્ટ્સ સાયન્સ વગેરેમાં કુશળતાનું આદાન–પ્રદાન કરવા માટે રમતગમતનાં અગ્રણીઓની મુલાકાતોનાં આદાન–પ્રદાનને પ્રોત્સાહન આપશે. |
4. |
કુવૈતની આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ)ની સદસ્યતા.
|
આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામૂહિક રીતે સૌર ઊર્જાના ઉપયોગને આવરી લેવામાં આવ્યો છે અને સભ્ય દેશોને નીચા–કાર્બનની વૃદ્ધિના માર્ગો વિકસાવવામાં મદદ રૂપ થવા માટે સૌર ઊર્જાના ઉપયોગને વધારવા માટેના મુખ્ય સામાન્ય પડકારોનું સમાધાન કરવામાં આવ્યું છે. |
AP/IJ/GP/JD