મંત્રી પરિષદના મારા સહયોગીઓ… ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સાથીઓ,
સિવિલ સર્વિસીસ ડે દેશના જીવનમાં પણ અને આપણા સૌના જીવનમાં પણ અને ખાસ કરીને તમારા જીવનમાં, સાર્થક કેવી રીતે થાય ? શું આ રિચ્યુઅલ બનવો જોઈએ ?દર વર્ષે એક દિવસ આવે છે. ઈતિહાસના વારસાને યાદ કરવાની તક મળે છે. આ પ્રસંગ સ્વયં એ વાત માટેની આપણને પ્રેરણા આપી શકે છે કે આપણે કેમ ચાલ્યા હતાં, ક્યાં જવું હતું, કેટલું ચાલ્યા, ક્યાં પહોંચ્યા, ક્યાંક એવું તો નહોતું કે જ્યાં જવું હતું ત્યાંથી ક્યાંક દૂર જતા રહ્યા? ક્યાંક એવું તો નહોતું ને કે જ્યાં જવું હતું હજુ ત્યાં પહોંચવું હજુ ઘણું દૂર બાકી છે. ? આ વધી એવી વાતો છે જે વ્યક્તિને વિચાર કરવા માટે પ્રેરે છે. અને એવી તકો હોય છે જે આપણને જરા પાછા વળીને અને એ પગલાંઓને, એ કાર્યકાળને એક ક્રિટીકલ નજરે જોવાની તક પણ આપે છે. અને તેની સાથોસાથ એવી તક પણ હોય છે કે જે નવા સંકલ્પ માટેનું કારણ બને છે. અને જીવનમાં દરેકનો આ અનુભવ હોય છે. માત્ર આપણે અહીં બેઠા છીએ એટલે એવું નથી.
એક વિદ્યાર્થી પણ જ્યારે એક્ઝામ આપીને ઘરે પાછો આવે છે, એક બાજુ રિઝલ્ટનો ઈંતેજાર કરે છે, સાથે સાથે એવું પણ વિચારે છે કે આવતા વર્ષે તો શરૂઆતથી જ વાંચીશ. નિર્ણય કરી લે છે કે આવતા વર્ષે એક્ઝામના સમયે વાંચવું નથી હું બિલકુલ શરૂઆતથી જ વાંચીશ, નિયમિત થઈ જઈશ, આવું પોતે જ કહે છે કોઈએ કહેવું નથી પડતું. કારણ કે એ પરિક્ષાનું વાતાવરણ જ એવું હોય છે કે એનું મન કરે છે કે આવતા વર્ષ માટે કંઈક પરિવર્તન લાવીશ અને હૃદયમાં પણ. અને જ્યારે સ્કૂલ કોલેજ ખુલી જાય છે તો યાદ આવે છે કે હા, ફરી વિચારે છે એવું કરૂં આજે રાત્રે વાંચવાને બદલે સવારે જલ્દી જાગીને વાંચીશ. સવારે ઉંઘ આવી જાય છે વિચારે છે કદાચ સવારે જલ્દી ઉઠીને વાંચવું તે આપણી તાકાતની વાત નથી. એવું કરૂં રાત્રે જ વાંચીશ. પછી ક્યારેક મા ને કહે છે મા જરા જલ્દી જગાડી દેજે. ક્યારેક માને કહે છે રાત્રે વધારે ખાવાનું ના ખવડાવીશ કશું એવું ખાવા આપ કે જેથી હું વાંચી શકું. જાત જાતની વસ્તુઓ શોધ્યા કરે છે પણ અનુભવાય છે કે ઉપાયો તો બહુ હોય છે પરંતુ એ જ હાલત થઈ જાય છે જ્યારે ફરી એક્ઝામ આવે છે ફરી મોડી રાત સુધી વાચવું પડે છે. પછી નોટ એક્સચેંજ કરે છે, પછી વિચારે છે કાલે સવારે શું થશે ?આ જીવનનો એક ક્રમ બની જાય છે. શું આપણે પણ એ જ રિચ્યુઅલથી પોતાને બાંધવા ઈચ્છીએ છીએ? હું માનું છું કે ફક્ત અવરોધ આવે છે એવું નથી, થાક પણ લાગે છે. અને ક્યારેક ક્યારેક અવરોધ જેટલું સંકટ ઉત્પન્ન નથી કરતા એથી વધુ થાક ઉત્પન્ન કરે છે. અને જીંદગી એ જીવી શકે છે જેઓ ક્યારેય થાક અનુભવતા નથી, અવરોધને એક અવસર સમજે છે, અવરોધને એક પડકાર સમજે છે, તેઓ જીંદગીને ક્યાંક બીજે લઈ જઈ શકે છે. પરંતુ જેમના જીવનમાં એકવાર થાકનો પ્રવેશ થઈ ગયો જે કોઈપણ મોટામાં મોટી માંદગીથી પણ ભયાનક હોય છે, તેમાંથી ક્યારેય બહાર નથી નાકળી શકતા, અને થાક, થાક ક્યારેય શરીરથી નથી થતો, થાક મનની અવસ્થા હોય છે જે જીવવાની શક્તિ ગુમાવી દે છે, સપનાઓ જોવાનું સામર્થ્ય પણ છોડી દે છે. અને ત્યારે જીવનમાં કંઈપણ ના કરવું, અને ક્યારેક વ્યક્તિના કંઈ જ ના હોવું તેના પોતાના સુધી મર્યાદિત નથી રહેતું, તે જેટલા મોટા હોદ્દા પર બેસે છે તેટલી વધુ અસર પેદા કરે છે. ક્યારેક તો બહુ ઉંચા હોદ્દા બેઠેલી વ્યકિત કંઈ કરીને જેટલી અસર પેદા કરી શકે છે એનાથી વધુ અસર કંઈ જ ના કરીને નકારાત્મક પેદા કરે છે. અને તેથી જ હું સારૂં કરી શકું સારી વાત છે, ના કરી શકું તો પણ એ તો હું સંકલ્પ કરૂં કે મારે જેટલું કરવાનું હતું, તેમાં ક્યાંક થાક તો નથી આવી રહ્યો ને, જેને કારણે એક સ્થિરતા તો નથી આવી ગઈ? જેને કારણે અવરોધ તો નથી આવી ગયો, અને ક્યાંક હું સમગ્ર વ્યવસ્થાને ઉર્જાહીન, ચેતનાહીન, પ્રાણહીન, સંકલ્પ વિહીન, ગતિ વિહીન તો નથી બનાવી દેતો ને? જો આ મનની અવસ્થા રહે તો હું માનું છું કે સંકટ ખુબ જ વધી રહ્યું છે. અને તેથી જ આપણા લોકોના જીવનમાં જેમ જેમ જવાબદારી વધે છે, આપણી અંદર નવું કરવાની ઉર્જા પણ વધવી જોઈએ. અને આ એવી તક હોય છે જે આપણને શક્તિ આપે છે. ક્યારેક ક્યારેક એક સારો વિચાર જેટલું સામર્થ્ય આપે છે, તેનાથી વધુ એક સફળતા, ચાહે તે બીજા કોઈની કેમ ના હોય, તે આપણા જુસ્સાને ઉંચે લઈ જાય છે. આજે જે એવોર્ડ છે તેનું કાર્યક્ષેત્ર હિન્દુસ્તાનની સરખામણીએ બહુ જ નાનો હશે. આટલા મોટા દેશની સમસ્યાઓ સામે એકાદ વસ્તુને તેમણે હાથ અડાડ્યો હશે, હિસાબ માંડીએ તો તે બહુ જ નાનું હશે. પરંતુ એ સફળતા પણ અહીં બેઠેલા દરેકને લાગતું હશે કે એમ, આનું આ પરિણામ પણ હોઈ શકે છે? એમ અનંતનાગમાં પણ થઈ શકે છે? આનંદપુરમાં પણ થઈ શકે છે ? દરેકના મનમાં વિચાર આંદોલિત કરવાનું કામ એક સફળ ગાથા કરી દે છે.
અને તેથી જ સિવિલ સર્વિસીસ ડેની સાથે આ પ્રધાનમંત્રી એવોર્ડની જે પરંપરા રહી છે તેને એક નવું પરિમાણ આપવાનો આ વખતે પ્રયત્ન કરવામાં આવ્યો. કેટલીક જીઓગ્રાફીકલ મુશ્કેલીઓ છે કેટલીક જનસંખ્યાની સીમાઓ છે. તો આવી વિવિધતાઓથી ભરેલો દેશ છે તો તેને ત્રણ ગ્રુપમાં વહેંચીને કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે આટલી ભારે સિક્યોરિટી પણ હોઈ શકે છે સરકારી કામમાં. નહીં તો પહેલાં શું હતું એપ્લિકેશન લખી આપતા હતા અને કેટલાક લોકોને તો બહુ જ સરસ રિપોર્ટ બનાવતાં આવડે છે તો જ્યુરીને પ્રભાવિત પણ કરી દે છે. અને આ વખતે પ્રભાવિત કરવાની કોઈ જગ્યા જ હતી. કારણ કે કોલ સેન્ટરથી સેંકડો ફોન કરીને પૂછવામાં આવ્યું, ભાઈ તમારે ત્યાં આ બન્યું હતું શું થયું હતું. ? જ્યુરીએ ફિઝીકલી ત્યાં મિટિંગ કરી. વિડિયો કોનફરન્સીંગથી અહીંથી જ વાઈ-વા કરવામાં આવ્યો. એટલે કે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા બાદ કેટલીક સારી બાબતો તરફ જવાનો પ્રયાસ થયો છે. પરંતુ જે સારૂં થાય છે તેને આનંદ થાય છે, એટલી મોટી પ્રક્રિયા થઈ જાણે. પરંતુ મારા મનમાં એક વિચાર આવ્યો કે 600-650 થી વધુ જિલ્લાઓ છે. અમારો પડકાર અહીં શરૂ થાય છે કે પહેલાંથી બહુ જ સારૂં થયું, કારણ કે લગભગ 74 સફળતાની ગાથાઓ શોર્ટ લિસ્ટ થઈ છે. તે અગાઉ કરતાં અનેકગણી છે. અને અગાઉ કરતાં અનેકગણું હોવું , તે આપમેળે એક બહુજ મોટી સંતુષ્ટિનું કારણ છે. પરંતુ જેના જીવનમાં થાક નથી, અડચણ વિશે વિચારી જ નથી શકતો, એ બીજી રીતે વિચારે છે કે 600-700 જિલ્લાઓમાંથી 10% જ શોર્ટલિસ્ટ થયા, 90% રહી ગયા. શું આ 90% લોકો માટે પડકાર બની શકે છે? એ ડિસ્ટ્રીક્ટ માટે પડકાર બની શકે છે કે ભલે અમે સફળતા મેળવીએ કે ના મેળવીએ, પરંતુ શોર્ટલિસ્ટ સુધી તો અમે અમારા જિલ્લાને લઈ જ જઈશું. આપણી પસંદની એક યોજના હાથમાં લઈશું, આ વર્ષથી જ હાથમાં લઈશું અને તે સ્ટુડન્ટની જેમ નહીં કરીએ આજે આ જ સિવિલ સર્વિસીસ ડે પર જ નક્કી કરીશું કે આવતી વખતે આ મંચ પર અમે હોઈશું અને અમે એવોર્ડ લઈને જઈશું. હિન્દુસ્તાનના બધા જ 650થી વધુ ડિસ્ટ્રીક્ટના મનમાં આ વિશ્વાસ પેદા થવો જોઈએ.
74ની સરખામણીએ બહુ જ મોટી ફિગર છે, બહુ જ મોટો પ્રયાસ છે, પરંતુ જો હું એનાથી આગળ જવાનો વિચાર કરૂં છું તો તેનો અર્થ એ છે કે થાકના બંધનમાં હું બંધાયો નથી. હું અવરોધને સ્વીકારતો નથી, હું હજુ આગળ કંઈક વધુ કરવા ઈચ્છું છું. આ ભાવ, આ સંકલ્પ ભાવ આ ટીમમાં આવે છે તો જે લોકો વિડિયો કોન્ફરન્સમાં મને સાભળી રહ્યા છે હમણાં, કાર્યક્રમમાં, એ સૌ અધિકારી સાહેબો મનમાં ભાવ આવશે. તેઓ રાજ્યમાં ચર્ચા કરે કે શું કારણ છે કે આપણું રાજ્ય દેખાયું નથી. એ ડિસ્ટ્રીક્ટમાં પણ બેઠેલી ટીમ વિચારે કે શું કારણ છે કે મારા ડિસ્ટ્રીક્ટનું નામ ચમક્યું નથી. એક હેલ્ધી કોમ્પીટીશન કેમકે જ્યારથી સરકારમાં કેટલીક બાબતોને લઈને હું આગ્રહ કરી રહ્યો છું તેમાં એક વાત કહું છું, કોઓપરેટિવ ફિડરાલીઝમ પરંતુ સાથે સાથે હું કહું છું કોમ્પિટીટીવ કોઓપરેટિવ ફિડરાલીઝમ, રાજ્યો વચ્ચે વિકાસની સ્પર્ધા થાય, સારી બાબતોની સ્પર્ધા થાય. ગુડ ગવર્નન્સની સ્પર્ધા થાય, બેસ્ટ પ્રેક્ટીસની સ્પર્ધા થાય, વેલ્યુની સ્પર્ધા થાય, ઈન્ટીગ્રિટીની સ્પર્ધા થાય, કાઉન્ટેબિલીટી, રિસ્પોન્સીબીલીટીની સ્પર્ધા વધે, મિનિમમ ગવર્નન્સનું સપનું સ્પર્ધાની અંતર્ગત આગળ નીકળી જવાનો પ્રયાસ થાય. આ જે સ્પર્ધાની વાત છે તે ડિસ્ટ્રીક્ટમાં પણ ફીલ થવી જોઈએ. આ સિવિલ સર્વિસીસ ડે પર આપણે સંકલ્પ કરીએ કે અમે પણ બે ડગલાં આગળ જઈશું.
બીજી વાત એ છે કે આપણે જ્યારે સિવિલ સર્વિસીસમાં આવ્યા હોઈશું, કેટલાક લોકો તે પરંપરાગત રીતે આવ્યા હશે, કદાચ ફેમિલી ટ્રેડિશન રહી હશે. ત્રણ ચાર પેઢીઓથી આનાથી જ ગુજરાન ચલાવતા હશે, એવા ઘણા લોકો હશે. કેટલાક લોકોને તો એમ પણ લાગતું હશે કે બાકી છોડો સાહેબ, એ છે કે એકવાર અંદર પાઈપ લાઈનમાં જગ્યા બનાવી લો. પછી તો એમ જ ચાલ્યા જઈશું. પછી તો સમય જ લઈ જાય છે, આપણે ક્યાંય જવું પડતું નથી. 15 વર્ષ થયા તો અહીં પહોંચી ગયા, 20 વર્ષ થયા તો અહીં પહોંચી ગયા. 22 વર્ષ થયા તો અહીં પહોંચી ગયા અને જ્યારે બહાર નિકળીશું તો લગભગ ત્રણમાંથી એક જગ્યાએ તો હોઈશું જ. તેને નિશ્ચિત ભવિષ્ય લાગે છે. સત્તા છે, મોભો છે તો આવવાનું ય મન થાય છે અને તે ખોટું છે તેવું પણ નથી માનતો. હું એવું માનનારાઓમાંથી નથી કે ખોટું છે, પરંતુ સવાસો કરોડ દેશવાસીઓમાંથી કેટલા છે એવા જેને આ સદનસીબ પ્રાપ્ત થાય છે. પોતાના પરિશ્રમથી મળ્યું છે, પોતાની તાકાત પર મળ્યું છે તો પણ, એ પણ જીવનનું બહુ મોટું સદનસીબ છે કે સવાસો કરોડમાંથી અમે એક-બે હજાર, પાંચ-દસ હજાર, પંદર હજાર લોકો છીએ જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણે જે કંઈ છીએ. કોઈ એક એવી વ્યવસ્થા છે જેણે મને આ સવાસો કરોડ લોકોનું નસીબ બદલવાની તક આપી છે. જીવનના આટલા મોટા સૌભાગ્ય બાદ જો કંઈ કરી બતાવવાની ઈચ્છા ના થાય તો અહીં પહોંચ્યા બાદ પણ શું કામનું અને એટલા માટે તો ક્યારે ને ક્યારે જીવનમાં… મને બરાબર યાદ છે હું આજથી 35-40 વર્ષ પહેલાં… હું તો રાજનીતિમાં બહુ મોડો આવ્યો. સામાજીક જીવનમાં મેં મને પોતાને ખૂંપી દીધો હતો. તો હું ક્યારેક યુનિવર્સિટીના મિત્રો સાથે ગપ્પા મારવા જતો રહેતો હતો, મળતો, તેમની સાથે વાતો કરતો રહેતો અને એકવાર મેં તેમને પૂછ્યું શું વિચાર્યું ?આગળ શું કરશો? તો દરેક કહેતા, ભણ્યા પછી વિચારીશું. કોઈ કહેતું ના આ પિતાજીનો ધંધો છે તે જ કરીશ. એકવાર મારો અનુભવ છે કે, એક નવયુવાન હતો, હાથ ઉપર કર્યો, એણે કહ્યું હું આઈએએસ ઓફિસર બનવા માંગુ છું. મેં કહ્યું કેમ ભાઈ તારા મનમાં આમ કેવી રીતે વિચાર આવ્યો?મેં કહ્યું એટલા માટે કે ત્યાં તેમનો જરા મોભો હોય છે… તો એણે કહ્યું ના મને લાગે છે કે હું આઈએએસ ઓફિસર બનીશ તો હું ઘણાંના જીવનમાં પરિવર્તન લાવી શકું, હું કંઈક સારૂં કરી શકું. મેં કહ્યું રાજનીતિમાં કેમ નથી આવી જતો, ત્યાંથી પણ તું કંઈ કરી શકીશ. ના, એણે કહ્યું એ તો ટેમ્પરરી હોય છે. તેની આટલી ક્લેરીટી હતી. આ વ્યવસ્થામાં હું જો ગયો તો હું એક લાંબી અવધી સુધી સસ્ટેનેબલ કાર્ય કરી શકું.
તમે એ શક્તિના લોકો છો અને તેથી જ તમે શું ના કરી શકો તે સારી રીતે જાણો છો. તેનો અહેસાસ કરાવવાની જરૂર જણાતી નથી. એક સમય હશે, સંજોગો પણ એવા રહ્યા હશે. વ્યવસ્થા બનાવવી પડશે, એક વિચાર પણ રહ્યો હશે. અને વિશેષરૂપે આપણો રોલ એક રેગ્યુલેટર કરી રહ્યું છે. બસ એક બે પેઢી એવી આપણી પરંપરાની રહી હશે કે જેમનો સપૂર્ણ સમય, શક્તિ રેગ્યુલેટરના તરીકે જતો હોય છે. ત્યારબાદ કદાચ એક સમય આવ્યો હશે કે જેમાં થોડું ચિત્ર બદલાયું હશે. એડમિનિસ્ટ્રેટરનું સ્વરૂપ રહ્યું હશે. એડમિનિસ્ટ્રેટરની સાથે સાથે થોડો થોડો કંટ્રોલરનો પણ વિચાર આવ્યો હશે. ત્યારબાદ થોડો સમયગાળો બદલાયો હશે તો લાગ્યું હશે કે ભાઈ હવે અમારી ભૂમિકા રેગ્યુલેટરની તો રહી નથી. એડમિનિસ્ટ્રેટર અથવા કંટ્રોલરથી આગળ હવે એક મેનેજરીયલ સ્કીલ ડેવલપ કરવું જરૂરી થઈ ગયું છે કારણ કે એક સાથે ઘણી બાબતો મેનેજ કરવી પડી રહી છે.
આપણી જવાબદારી બદલાતી રહી છે પરંતુ શું 21મી સદીના આ સમયગાળામાં આ આપણું સ્વરૂપ પુરતું છે શું ? ભલે હું રેગ્યુલેટરથી બહાર જઈને લોકશાહીના સ્પીરીટને અનુરૂપ બદલતો-બદલતો એડમિનિસ્ટ્રેટરથી લઈને મેનેજરીયલ રોલ પર પહોંચ્યો છું. પરંતુ હું સમજુ છું કે 21મી સદી જે સમગ્ર વૈશ્વિક સ્પર્ધાનો યુગ છે અને ભારત અપેક્ષાઓની એક બહુ જ મોટી…. એક એવું વાતાવરણ બનાવીએ જ્યાં દરેકે કંઈને કંઈ કરવાનું હોય, દરેકને થોડું ઘણું આગળ વધવાનું છે. દરેકને કંઈને કંઈ પ્રાપ્ત પણ કરવાનું છે. ઘણા લોકોને આનાથી ડર લાગતો હશે. હું આને તક માનું છું. જ્યારે સવા સો કરોડ દેશવાસીઓમાં એક જુસ્સો હોય કે કંઈક કરવું છે. તે સ્વયં દેશને આગળ વધારવાનું કારણ હોય છે. ઠીક છે યાર, પિતાજી આવું છોડીને ગયા હવે ચાલો ભાઈ, શું કરવાની જરૂર છે. શૌચાલય બનાવવાની ક્યાં જરૂર છે, આપણા મા-બાપ ક્યા શૌચાલયમાં.. આમ જ ગુજરાન કરીને ગયા. હવે એ વિચારસરણી નથી, એ કહે છે ના, જીંદગી આવી નહીં… આવી જોઈએ. દેશને આગળ વધારવા માટે આ સ્વયં એક બહુ જ મોટું ઉર્જા તત્વ છે. અને આવા સમયે આપણે એડમિનિસ્ટ્રેટર હોઈએ, આપણે કંટ્રોલર હોઈએ તે પુરતું નથી. હવે સમયની માંગ છે કે વ્યવસ્થા સાથે જોડાએલ દરેક ઘટક, નાનામાં નાના એકમથી મોટામાં મોટા પદ પર બેસેલી વ્યક્તિએ એજન્ટ ઓફ ચેન્જ બનવું તે સમયની માંગ છે. તેણે પોતાને એ સ્વરૂપે રજુ કરવા પડશે. જેથી તેને તેના હોવા માત્રથી, વિચારવા માત્રથી, કરવા માત્રથી ચેન્જનો સાક્ષાત્કાર દેખાય અને આજ નહીં તો કાલે દેખાશે, એ ઈંતેજાર થવો નથી. આપણે એ ઝડપથી ચેન્જ એજન્ટ તરીકે કામ કરવું પડશે કે આપણે સ્થિતિને બદલીએ. ચાહે નીતિમાં હોય, ચાહે રણનીતિમાં હોય આપણે પરિવર્તન લાવવા માટે કામ કરવું પડશે. ક્યારેક ક્યારેક એક માળખામાં જ્યારે બેસીએ છીએ ત્યારે એક્સપેરીમેન્ટ કરવાથી બહુ જ ડરીએ છીએ. ક્યાંક ફેલ થઈ જઈશું, ક્યાંક ખોટું થઈ જશે. જો આપણે એક્સપેરીમેન્ટ કરવાનું જ છોડી દઈશું તો પછી વ્યવસ્થામા પરિવર્તન આવી જ નહીં શકે અને એક્સપેરીમેન્ટ કોઈ સરક્યુકર કાઢીને તો થતું નથી. એક અંદરથી તે અવાજ આવે છે જે આપણને ક્યાંક લઈ જાય છે અને જેને લાગે છે કે ભાઈ ક્યાંક કોઈ રિસ્કના હોય, એ એક્સપેરીમેન્ટ તો ઠીક છે. રિસ્ક વગર જે એક્સપેરીમેન્ટ થાય છે તે એક્સપેરીમેન્ટ નથી હોતું. એ તો પ્લાન હોય છે જી. પ્લાન અને એક્સપેરીમેન્ટમાં ઘણું અંતર હોય છે. પ્લાનની તો તમને ખબર છે કે આવું થવાનું છે, અહીં જવાનું છે, એક્સપેરીમેન્ટનો પ્લાન કંઈ થોડો હોય છે. હું હંમેશા એક્સપેરીમેન્ટને પુરસ્કૃત કરૂં છું. જરા હટકે. આ કરવાનું જે કેટલાક લોકો કરે છે અને તેમને એક સંતોષ પણ થાય છે કે ભાઈ પહેલાં આવું ચાલતું હતું, મેં આ કરી દીધું. તેની પણ એક તાકત હોય છે.
આટલા મોટા દેશને આપણે 20-25-30 વર્ષ અથવા પાછલી શતાબ્દીની વિચારસરણી અને નિયમોથી ચલાવી ના શકીએ. ટેકનોલોજીએ મનુષ્યના જીવનને કેટલું બદલી નાંખ્યું છે. પરંતુ ટેકનોલોજીથી બદલાયેલી જીવન વ્યવસ્થા, શાસન વ્યવસ્થામાં જો પ્રતિબિંબિત નથી થતી તો વર્તુળ કેટલું વધી જશે. અને આપણે સૌ એ અનુભવ કર્યો છે કે યોજનાઓ તો આવે છે, સરકારમાં યોજનાઓ કોઈ નવી વસ્તુ નથી હોતી, પરંતુ સફળતા તો સરકારી વર્તુળની બહાર નિકળીને જન સામાન્યને જોડવાથી જ મળે છે. આ આપણા સૌનો અનુભવ છે. જ્યારે પણ જન ભાગીદારી વધી છે તમારી યોજનાઓ સફળ થાય છે. એનો અર્થ એ થયો કે આપણા માટે અનિવાર્ય છે કે જો હું સિવિલ સર્વન્ટ છું તો સિવિલ સોસાયટી સાથે જોડાણ, આ મારા માટે બહુ જ જરૂરી છે. હું મારા પરિઘમાં, મારા ચેમ્બરમાં, પોતાની ફાઈલો વચ્ચે દેશ અને દુનિયા ચલાવવા ચાહું તો મને જન સહયોગ ઓછો મળશે. જેને જરૂર છે તે તો આનો લાભ લઈ લેશે, આવી જશે, પરંતુ કેટલાક જાગૃત લોકોની ભલાઈથી દેશ બનતો નથી. સામાન્ય માનવી કે જે જાગૃત નથી તો પણ તેના હિતોની વાત તેના સુધી પહોંચે છે અને તે જ્યારે ભાગીદાર બની જાય છે તો પરિસ્થિતિ પલટાઈ જાય છે.
અને તેથી જ શૌચાલય બનાવવાનું કંઈ આ સરકારે થોડું કર્યું છે. જેટલી સરકારો બની હશે તે તમામ સરકારોએ વિચાર્યું હશે. પરંતુ તે જનઆંદોલન ના બન્યું. આપણું અને સરકારી ઓફિસોમાં બેઠેલા વ્યક્તિઓનું પણ કામ છે કે આપણે આ બાબતોમાં, આપણી કાર્યશૈલીમાં જન સામાન્ય, સિવિલ સોસાયટીથી જોડાણ આપણે કેવી રીતે વધારીએ, આપણે એ ક્ષેત્રોને કેવી રીતે પકડીએ. તમે જુઓ, તેમાંથી તમને એક બહુ જ સરળીકરણ નવી વસ્તુઓ મળશે. અને નવી વસ્તુઓ કરવાનું કારણ પણ બની જાય છે અને એજ ક્યારેક ક્યારેક સ્વીકૃતિ પણ બની જાય છે, નીતિઓનો ભાગ બની જાય છે અને તેથી જ આપણા પ્રયત્નો થતા રહેવા જોઈએ.
હવે એ જરૂર યાદ રાખો કે આપણે… આપણી સાથે બે પ્રકારના લોકોને આપણે ઓળખીએ છીએ બહુ જ સારી રીતે. કોઈને પૂછીએ છીએ તો એ કહે છે કે હું જોબ કરૂં છું. કોઈને પૂછીએ તો કહેશે કે સર્વિસ કરૂં છું. એ પણ આઠ કલાક આ પણ આઠ કલાક. એ પણ પગાર લે છે અને આ પણ પગાર લે છે. પણ એ જોબ કહે છે અને આ સર્વિસ કહે છે. આ ફરક જે છે ને, આપણે ક્યારેય ના ભૂલવો જોઈએ આપણે જોબ નથી કરતા, આપણે સર્વિસ કરી રહ્યા છીએ. એ ક્યારેય નહીં ભૂલવું જોઈએ કે આપણે માત્ર સર્વિસ શબ્દથી જ જોડાયેલાં નથી, આપણે સિવિલ સર્વિસથી જોડાયેલા છીએ અને તેથી જ આપણે સિવિલ સોસાયટીના અભિન્ન અંગ છીએ. હું અને સિવિલ સોસાયટીને હું કંઈક આપનાર, હું કંઈક કરનાર, જી નહીં. . ! સમય બદલાઈ ચુક્યો છે. અમે બધા અને સિવિલ સોસાયટી, હમ બનીને ચીજોને બદલીશું. સમયની આ માંગ રહે છે. અને તેથી જ હું એક સર્વિસના ભાવથી અને જીવનમાં અને જીવનમાં સંતોષ એક વાતનો છે કે મેં કોઈ સેવા કરી છે. દેશની કોઈ સેવા કરી છે, ડિપાર્ટમેન્ટ દ્વારા એ સેવા કરી છે, એ પ્રોજક્ટ દ્વારા સેવા કરી છે પરંતુ સેવા જ. આપણે ત્યાં તો કહેવામાં આવ્યું છે –સેવા પરમો ધર્મ: . જેની રગે રગમાં એ વાતની ઘુંટી પીવડાવેલ હોય કે જ્યાં પણ સેવા પરમો ધર્મ: છે, તમને તો વ્યવસ્થા હેઠળ સેવાનું સૌભાગ્ય મળ્યું છે અને એ જ હું સમજું છું કે એક તક પ્રાપ્ત થઈ છે.
મારો અનુભવ છે. મને એક લાંબા ગાળા સુધી મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની તક મળી. પાછલા બે વર્ષથી તમારા લોકો સાથે રહીને કંઈક શીખી રહ્યો છું. હું અનુભવથી કહી શકું છું, ઘણા વિશ્વાસથી કહી શકું છું. આપણી પાસે દેવ દુર્લભ ટીમ છે, સામર્થ્યવાન લોકો છે. એકથી એક ચઢિયાતા કામ કરવાની શક્તિ ધરાવતા લોકો છે. જો સામે કોઈ જવાબદારી આવી જાય તો મેં જોયું છે કે તેઓ સેટર ડે – સન્ડે પણ ભૂલી જાય છે. મેં એવા અધિકારીઓ જોયા છે અને તેથી જ આ દેશ ગર્વ કરે છે કે આપણી પાસે એવા એવા લોકો છે જે પદનો ઉપયોગ દેશને ઘણો આગળ લઈ જવા માટે કરી રહ્યા છે.
હમણાં નીતિ આયોગ તરફથી એક પ્રેઝન્ટેશન થયું. બહુ ઓછા લોકોને ખબર હશે. આ સ્તરના અધિકારીઓએ, જ્યારે તેમને કામ આ કામ આપવામાં આવ્યું અને જેવું બતાવ્યું, મેં પહેલા દિવસે પ્રેઝન્ટેશન આપ્યું હતું અને પછી તેમને મેં સમય આપ્યો હતો અને મેં કહ્યું હતું કે તમારી સાથે ફરી… આના પ્રકાશમાં મને બતાવો અને કંઈ નવું પણ બતાવો. અને આજે હું ગર્વ સાથે કહી શકું છું. કોઈ સરક્યુલર હતો, તેની સાથે કોઈ શિસ્તનું બંધન ન હતું. પોતાની સ્વેચ્છાથી કરવાનું કામ હતું અને કદાચ હિન્દુસ્તાનના લોકોને એ જાણીને અચંબો થશે કે આ અધિકારીઓએ 10 હજાર માનવ કલાકો લગાવ્યા. એ નાની ઘટના નથી અને મારી જાણમાં છે કે થોડા ગ્રુપ બન્યા હતાં 8, 10-10, 12-12 વાગ્યા સુધી કામ કરતા હતાં. કોઈ ગ્રુપ બન્યા હતાં જેમણે તેમના સેટર ડે-સન્ડે પણ છોડી દીધા હતાં અને નિયમ એ હતો કે ઓફિસમાં જો સાંજના છ વાગ્યા પછી કામ કરવું છે. સાંજે ઓફિસ અવર્સ બાદ ટેન થાઉઝન્ડ અવર્સ લગાવીને ચિંતન કરી કરીને આ કાર્ય રચના નક્કી કરાઈ છે. આનાથી મોટી ઘટના કઈ હોઈ શકે જી, આનાથી મોટો ગર્વ ક્યો હોઈ શકે? મેં એ દિવસે પણ કહ્યું હતું અને આજે પણ નીતિ આયોગ તરફથી કહેવામાં આવ્યું છે કે અમને એક બહુ જ મોટા વિદ્ધાન, કન્સલ્ટન્ટ જે જાણકારી આપે છે. પરંતુ જે 25-30 વર્ષ આ ધરતીથી કામ કરતા કરતા નીકળેલા લોકો જ્યારે વિચારે છે તો કેટલી શક્તિશાળી વસ્તુ આપી શકે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અનુભવથી નીકળેલી ચીજ છે અને તેને ત્યાં છોડી નથી. આ ચિંતનની ચેઈનના સ્વરૂપે તેને એકવાર ફરીથી ફોલોઅપના નાતે રિવર્સ ગિઅરમાં લઈ જવાઈ. તેઓ બેસી ગયા, તે અલગ બેસી ગયા અને તે સમયે અમે પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં પોતાનો એક્શન પ્લાન બનાવ્યો. જે એક્શન પ્લાનના બજેટમાં પણ રિફ્લેક્શન દેખાતું હતું. બજેટની ઘણી વાતો આવી છે. જે આ ચિંતનમાંથી નીકળી હતી. પોલિટીકલ થિંકીંગ પ્રોસેસથી આવી નહતી. આ બહુ નાની વાત નથી જી. આટલું મોટા ઈન્વોલમેન્ટ ડિસીઝન મેકિંગમાં એક નવું વર્ક કલ્ચર છે, નવી કાર્યશૈલી છે. હું ક્યારેય અધિકારીઓથી નિરાશ થયો નથી. આટલા લાંબા અનુભવ પછી હું વિશ્વાસ સાથે કહું છું કે હું અધિકારીઓથી નિરાશ નથી થયો. મારા જીવનમાં ક્યારેય મને કોઈ ઓફિસરને ધમકાવવાની નોબત નથી આવી, ઉંચા અવાજે બોલવાની નોબત નથી આવી. હું ઝીરો એક્સપિરીયન્સ સાથે શાસન વ્યવસ્થામાં આવ્યો હતો. મને પંચાયતનો પણ અનુભવ ન હતો. પ્રથમ દિવસથી આજસુધી મને કોઈ કડવો અનુભવ નથી થયો. મેં આ સામર્થ્ય જોયું છે. કેમ ?મેં મારી વિચારસરણી બનાવી છે કે દરેક વ્યક્તિમાં પરમાત્માએ ઉત્તમથી ઉત્તમ શક્તિ આપી છે. દરેક વ્યક્તિમાં પરમાત્માએ જ્યાં છે, ત્યાંથી ઉપર આવવાનું સામર્થ્ય આપ્યું છે. દરેક વ્યક્તિમાં પરમાત્મા છે. એક એવો ઈરાદો આપ્યો છે કંઈક કરીને જવું છે. ગમે તેટલો કોઈ ખરાબ વ્યક્તિ કેમ ના હોય એ પણ મનમાં કંઈને કંઈ સારૂં કરવાનું વિચારે છે. આપણું કામ એ જ છે કે આ સારી બાબત પકડવાનો પ્રયત્ન કરીએ અને મને હંમેશા અનુભવ થયો છે કે જ્યારે દરેક શક્તિઓને હું જોવું છું તો મને અપરંપાર શક્તિઓનો ભંડાર દેખાય છે અને તેથી જ હું આશાવાદી છું કે મારા રાષ્ટ્રનું કલ્યાણ સુનિશ્ચિત છે, તેને કોઈ રોકી નહીં શકે. આ ભાવના લઈને હું ચાલી શકતો.
જેની પાસે આવી સરસ ટીમ હોય, દેશભરમાં ફેલાયેલા, દરેક ખૂણે બેઠેલા લોકો હોય, તેને નિરાશ થવાનું કારણ શું હોઈ શકે. એ જ આશા અને વિશ્વાસ સાથે, આ જ ટીમના ભરોસે, જે સપનાઓ લઈને આપણે ચાલ્યા છીએ. સમય થઈ ગયો હશે, કદાચ ગતિ ઓછી રહી હશે. ડાયવર્ઝન પણ આવ્યા હશે પરંતુ તેમ છતાં આપણી પાસે અનુભવનું જે સામર્થ્ય છે, એ જ અનુભવના સામર્થ્યથી આપણે ગતિ પણ વધારી શકીએ છીએ, ક્ષેત્ર પણ વધારી શકીએ છીએ, આઉટપુટ-આઉટલેની દુનિયાથી બહાર નીકળીને આપણે આઉટકમ કોન્સન્ટ્રેશન પણ કરી શકીએ છીએ. આપણે પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ.
ક્યારેક ક્યારેક આપણે સિનિયર બની જઈએ છીએ. ક્યારેક ક્યારેક શું, બની જ જઈએ છીએ, વ્યવસ્થા જ એવી છે. તો આપણને લાગે છે અને આ સહજ પ્રકૃતિ છે. પિતા તેના પુત્રને ગમે તેટલું વહાલ કેમ કરતો ના હોય, તેને ખબર છે કે તેનો પુત્ર તેનાથી વધુ હોંશિયાર છે, ઘણું બધું કરી રહ્યો છે પરંતુ પિતાની વિચારસરણી તો એવી જ હોય છે કે તારા કરતા મને વધુ ખબર છે. દરેક પિતા એવું જ વિચારે છે કે હું તારા કરતાં વધુ જાણું છું અને તેથી જ આપણે જેઓ અહીં બેઠા છીએ તો જૂનિયર ઓફિસરોથી આપણે વધુ જાણીએ છીએ, વિચાર આવવો, તે આપણે જનમથી શીખીએ છીએ. તેમાં તમારો કોઈ દોષ નથી. મને પણ આ જ થશે, તમને પણ આ જ થશે. પરંતુ તે સત્ય છે, અનુભવ હોવા છતાંય પણ પરિવર્તન નથી આવતું. આજે એવી સ્થિતિ છે કે પેઢીઓનું અંતર આપણે અનુભવવું પડશે. આપણે જ્યારે નાના હતાં ત્યારે આપણી જાણકારીઓનું ક્ષેત્ર અને સમજ આજના બાળક સરખામણીએ જમીન આકાશનું અંતર છે. અર્થાત અમારા પછી જે પેઢી તૈયાર થઈને આજે સિસ્ટમમાં આવી છે. ભલે ને તેને આપણા જેટલો અનુભવ નહીં હોય પરંતુ તે જ્ઞાનમાં આપણા કરતા વધુ હશે. જાણકારીઓ પણ આપણાથી વધુ હશે. આપણા સફળતા એ વાતમાં નથી કે તારા કરતાં હું વધુ જાણું છું, આપણી સફળતા એ વાતમાં છે કે મારો અનુભવ અને તારૂં જ્ઞાન. મારો અનુભવ અને તારી ઉર્જા, આવો યાર મિલાવી દઈએ, દેશનું કંઈ કલ્યાણ થઈ જશે. તમે જોજો ઉર્જા બદલાઈ જશે. વર્તુળ બદલાઈ જશે, આપણને એક નવી શક્તિ મળશે.
હું ક્યારેક ક્યારેક કહું છું કે જ્યારે તમે કોમ્પ્યુટર પર કામ કરતાં શીખો છો અને તે એવી દુનિયા છે કે અંદરને અંદર ઉતરતા જ જાઓ છો. કોમ્યુનિકેશન વર્લ્ડ એટલું વિશાળ છે. પણ જો તમારી માતા એ જુએ છે તો તે કહે છે, એમ… દિકરા !તને તો ઘણું બધું આવડી ગયું, ઘણું શીખી લીધું છે તે તો. પરંતુ જો તમારો ભત્રીજો જુએ છે તો કહે છે શું અંકલ તમને આટલું પણ નથી આવડતું. આ તો નાના બાળકોને આવડે છે. તમને આવડતું નથી. આટલો ફેર છે. એક જ ઘરમાં ત્રણ પેઢી છે તો ઉપર એક અનુભવ આવશે, અને નીચે બીજો અનુભવ આવશે. શું આપણે સિનિયર હોવાને કારણે આ બદલાયેલા સત્યનો સ્વીકાર કરી શકીએ છીએ શું ?આપણી પાસે એ નથી જે નવી પેઢી પાસે છે, તો માનવું પડશે. તેની વિચારવાની રીત બદલાઈ ગઈ છે માહિતી મેળવવાના તેના રસ્તા જુદા છે. એક વસ્તુને શોધવા માટે તમે કલાકો સુધી શોધતા રહો છો યાર શું થયું હતું. તે પળભરમાં જ લઈને આવી જાય છે કે નહીં…નહીં સાહેબ એવું હતું.
આપણા માટે આ સૌથી મોટી જરૂરિયાત છે કે આપણે સિવિલ સર્વિસીસ ડે પર સંકલ્પ કરીએ કે નવી પેઢી જે આપણી વ્યવસ્થામાં આવી છે, એક કદમ દૂર જુનિયર ઓફિસર હશે, તેમની પાસે આપણા કરતાં કંઈક વધુ છે. તેમને તક આપવા માટે હું મારા મનને મનાવી શકું છું. તેને મારી અંદર ઈન્ટર્નલાઈઝ કરવા માટે કોઈ વ્યવસ્થા કરી શકું છું?તમે જો જો કે તમારા ડિપાર્ટમેન્ટની તાકત ઘણી બદલાઈ જશે, ઘણી બદલાઈ જશે. તમે જે નિર્ણયો કર્યા છે તે નિર્ણયોને તમે બહુ મોટા ઉત્સવ સાથે, ઉમંગ સાથે પુરા કરી શકશો.
બીજી પણ એક વાત છે, બધી જ સમસ્યાઓના મૂળમાં છે કોન્ટ્રાડિક્શન એન્ડ કોન્ફ્લીક્ટ, આ ઈરાદાપૂર્વક આવેલ નથી, બધું થઈને આપણી કાર્યશૈલી જે વિકસિત થઈ છે તેણે આપણને અહીં લાવીને મુક્યા છે. સિમ્પલ વર્ડમાં કોઈ કહી દે છે કે સાઈલોમાં કામ કરવાની રીત. કેટલાક લોકો માટે સાઈલોમાં કામ કરવું પરફોર્મન્સ તરીકે ઠીક થઈ જાય છે, કરી લે છે. પરંતુ તેનાથી પરિણામ નથી મળતું. એકલા જેટલું કરીએ, એના કરતાં ટીમથી વધુ પરિણામ મળે છે. ટીમની શક્તિ બહુ હોય છે. ખભેથી ખભા મિલાવવાની જેમ. ડિપાર્ટમેન્ટની સફળતા સાથીઓ સાથે કરવી જરૂરી છે. આમ તો રાષ્ટ્રના નિર્માણ માટે ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ ખભેથી ખભા મિલાવવા બહુ જરૂરી છે. જો સાઈલોના હોત તો કોર્ટમાં અમારી સરકારના આટલા કેસીસ ના હોત. એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટની સામે સુપ્રિમ કોર્ટમાં લડી રહ્યો છે, કેમ? આ ડિપાર્ટમેન્ટને લાગે છે મારૂં સાચું છે, અને બીજા ડિપાર્ટમેન્ટને લાગે છે મારૂં સાચું છે, હવે સુપ્રિમ કોર્ટ નક્કી કરશે બંને ડિપાર્ટમેન્ટ બરોબર છે કે નહીં. આવું એટલા માટે બન્યું કે કોઈ કોઈનાથી હારવા ઈચ્છતું ન હતું, ત્યાં બેઠેલા ઓફિસરને કોઈની સાથે ઝગડો હતો, કારણ કે આ કેસ ચાલુ થઈ ગયો, ચાર અધિકારીઓ તો ત્યારબાદ બદલાઈ ચુક્યા હશે, પરંતુ કેમકે સાઈલોમાં કામ કરવાને લીધે અન્યને સમજવાની તક મળતી નથી. ગત દિવસોમાં આ જે ગ્રુપ બન્યા, તેનો સૌથી મોટો ફાયદો એ થયો હોય છે, એ ડિપાર્ટમેન્ટના અધિકારી તેમાં ન હતા, અને જે અધિકારી મને મળ્યા હું તેમને પૂછતો હતો, હું માત્ર વાતોને આમ ઓફિસીયલ રીતે કામ કરવું મને આવડતું પણ નથી. ભગવાન બચાવે, મારે શીખવું પણ નથી. પણ હું ભોજન માટે બધા અધિકારીઓ સાથે બેસતો હતો, હું એમાં ખાસ આગ્રહ રાખતો કે મારા ટેબલ પર કોણ આવ્યા છે. હું સુચન આપતો હતો અને પછી તેમને પૂછતો હતો આ તો ઠીક છે પણ તમે રિપોર્ટ વિપોર્ટ બનાવ્યા. પણ તમે બેસતા હતા તો શું લાગતું? અધિકતર લોકોએ કહ્યું કે સાહેબ અમે એક બેચ મેટ રહ્યા છીએ પરંતુ વર્ષોથી અલગ અલગ કામ કરતાં ખબર જ ના પડી કે મારા બેચ મેટમાં આટલી શકિત છે, આટલી ટેલેન્ટ છે. આ તો આમ બેઠા એટલે ખબર પડી. અમને ખબર પણ ન હતી કે અમારા સાથીમાં આ પ્રકારની એક્સ્ટ્રા ઓર્ડિનરી એનર્જી છે. અમને એ પણ ખબર ન હતી કે તેમને સમોસા પસંદ છે કે ભજીયા પસંદ છે. સાથે બેઠા તો ખૂર પડી કે તેમને સમોસા પસંદ છે તો અમે ગઈ મિટિંગમાં કહેતા કે યાર તમે એના માટે સમોસા લાવજો. આ વાતો નાની હોય છે પણ ટીમ બનાવવા માટે બહુ જ જરૂરી હોય છે. આ નિયમોને તોડીને, બંધનોને છોડીને ટીમ તરીકે બેસીએ છીએ ત્યારે જુસ્સો બહુ વધી જાય છે.
ક્યારેક ડિપાર્ટમેન્ટમાં એક સાથે વધુ એક જોડી દઈએ તો બે બે થઈ જાય છે પરંતુ એક ડિપાર્ટમેન્ટની સાથે એક સાથે મળી જાય તો અગિયાર બની જાય છે. ટીમની પોતાની શકિત છે, તમે એકલા જમવા બેસો છો તો કોઈ આગ્રહ કરશે તો બે રોટલી વધારે ખાશો પરંતુ છ મિત્રો સાથે જમતા હોય છો ત્યારે તો ખબર જ નથી પડતી ત્રણ ચાર રોટલી એમ જ પેટમાં જતી રહે છે. ટીમનું એક અલગ જ વાતાવરણ હોય છે. જરૂરી છે કે આપણને ટીમ તરીકે સાઈલોથી બહાર નીકળવાની સમસ્યા છે તો પોતાના સાથીને સીધો ફોન કરીને કેમ ના પૂછીએ, તેની ચેમબરમાં કેમ ચાલ્યા ના જઈએ. એ મારાથી જુનિયર હશે તો પણ જરા જાઓ તો ખરા મારા ભાઈ, શું વાત છે ફાઈલ તમારે ત્યાં સાત દિવસથી આવી છે, તમે જુઓ તો ખરા નોટિંગ કરો છો તો જરા આ વસ્તુનું પણ ધ્યાન તો રાખો.
તમે જો જો વસ્તુઓ ગતિ બની જશે. અને તેના માટે રિફોર્મ ટુ ટ્રાન્સફોર્મ હું જે આ મંત્ર લઈને ચાલી રહ્યો છું, પરંતુ એ વાત પણ સાચી છે કે રિફોર્મ થી ટ્રાન્સફોર્મ થાય છે એવું નથી. રિફોર્મ ટુ પરફોર્મ ટુ ટ્રાન્સફોર્મ, પરફોર્મ વાળી વાત જ્યાં સુધી અમારા અને તે અમારા નિયંત્રણમાં છે. તેથી આપણે લાકો માટે, આપણે એ લોકો છે જેમના માટે રિફોર્મ ટુ પરફોર્મ ટુ ટ્રાન્સફોર્મ આ પરફોર્મ કરવું આપણા માટે, હું નથી માનતો કે વિઝનમાં આજે કોઈ ઉણપ હોય, દિશામાં કોઈ ઉણપ હોય. બે વર્ષ થયા આ સરકારની કોઈ નીતિ ખોટી હોવાનો હજુ સુધી કોઈ આક્ષેપ નથી થયો. કોઈએ તેના પર કોઈ પડકાર નથી કર્યો. વધારે ને વધારે થયું છે ભાઈ ગતિ ઝડપી નથી કોઈ આ ફરિયાદ કરે છે. કોઈ કહે છે ઈમેપેક્ટ નથી આવી રહી. કોઈ કહે છે પરિણામ નથી દેખાતું. કોઈ એમ નથી કહેતું કે ખોટું કરી રહ્યા છો. એનો અર્થ એ થયો કે નિંદા થાય છે અને એ નિંદાને આવકારીને અમે પરફોર્મમાં એવી રીતે વધારો કરીએ કે જેથી અમારો સંકલ્પ પુરો થઈ શકે.
રિફોર્મ કોઈ અઘરૂં કામ નથી, અઘરૂં છે તો પરફોર્મ છે. અને પરફોર્મ થઈ ગયું તો ટ્રાન્સફોર્મ માટે કોઈ ફુટપટ્ટી લઈને બેસવું નથી પડતું, એની મેળે દેખાઈ જાય છે. અહીં ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે. અને હું જોઈ રહ્યો છું કે પરિવર્તન આવી રહ્યું છે. આજે સમયમર્યાદામાં સરકારને કામ કરવાની ટેવ પડી ગઈ છે. દરેક વસ્તુ મોબાઈલ પર, એપ પર મોનિટર થવા લાગી છે. તે આપોઆપ સારી બાબતો તમે સ્વીકારી છે, આ ઠોકી બેસાડવામાં આવી નથી. ડિપાર્ટમેન્ટે પોતે નક્કી કર્યું છે કે આટલા દિવસોમાં આ કરીશું. અમે એટલી સોલર એનર્જી કરીશું, અમે આટલું પાણી પહોંચાડીશું, અમે આટલી વીજળી પહોંચાડીશું, અમે આટલા જનધન એકાઉન્ટ ખોલીશું, તમે નક્કી કર્યુ છે તમારા પર ઢોળી દેવાયું નથી.
અને જે તમે નક્કી કર્યું છે તે પણ એટલું શક્તિશાળી છે, એટલું પ્રેરક છે કે હું માનું છું કે દેશને ક્યારેય કોઈ ઉણપ નહીં રહી શકે, આપણે પરફોર્મ કરીને બતાવી દઈએ બસ. અને મને વિશ્વાસ છે કે આવી ટીમ મળવી ખુબ જ મુશ્કેલ છે. હું ઘણો ભાગ્યશાળી છું કે મને આવી અનુભવી ટીમ મળી છે. દેશભરમાં ફેલાયેલા ઉર્જાવાન, નવયુવાનો વ્યવસ્થામાં આવી રહ્યા છે. તે ખુબ જ મહેનતથી તે કરી રહ્યા છે. દરેકને લાગી રહ્યું છે કે ગામડાનું જીવન બદલવું છે. પાછલી વખતે મેં તમને સૌને કહ્યું હતું કે ઘણાં વર્ષો થઈ ગયા હશે તો એકવાર જ્યાં પહેલાં ડ્યુટી કરી હતી ત્યાં જઈ તો આવો ને શુ થયું. અને બધા જ અધિકારીઓ ગયા છે અને એમને જે અનુભવ થયા તે ઘણા પ્રેરક છે. કંઈ કહેવું નથી પડ્યું, એ જોઈને આવ્યા કે મેં આજથી 30 વર્ષ પહેલાં જ્યાં પ્રથમ જોબ કરી હતી, પ્રથમવાર મારી ડ્યુટી લાગી હતી, આજે 30 વર્ષ બાદ ત્યાં ગયો, હું તો ઘણો બદલાઈ ચુક્યો, ક્યાંથી ક્યાં પહોંચી ગયો, પરંતુ જેમને છોડીને આવ્યો હતો તે તો ત્યાંના ત્યાં જ રહી ગયા છે. આવા વિચાર આપોઆપ મને કંઈ કરી છુટવાની શક્તિ આપે છે. કોઈના ભાષણની જરૂર પડતા નથી, કે કોઈ પુસ્તકના કોઈ સુવાક્યોની જરૂર નથી પડતી, આપોઆપ પ્રેરણા મળે છે. આ જ તો એ જગ્યા છે, 30 વર્ષ પહેલાં હું આ જ ગામમાં રહ્યો હતો ?આ જ ઓફિસમાં રહ્યો હતો. ? લોકોના આજ હાલ હતા? હું ત્યાં પહોંચી ગયો, તેઓ અહીં જ રહી ગયા, મારી યાત્રા તો ચાલી નીકળી, તેમની ચાલી નહીં. આ વિચાર જો મનમાં રહે તો, એ લોકોને યાદ કરજો જ્યાંથી તમે તમારા કેરિયરની શરૂઆત કરી હતી. તે વિસ્તારને યાદ કરજો. તે લોકોને યાદ કરજો, તમે જો જો તમને લાગશે કે હવે નિવૃતિનો સમય ભલે હોય, બે, ચાર, પાંચ વર્ષમાં આવવાનો હોય પરંતુ કંઈક કરીને જવું છે. આ કંઈક કરીને જવું છે એથી જ તો બહુ મોટી શક્તિ આવે છે અને એ જ દેશને એક નવી શક્તિ આપે છે. મને વિશ્વાસ છે કે આ ટીમ દ્વારા અને વૈશ્વિક પરિવેશમાં કામ કરવાનું છે. હવે આપણે નાતો ડિપાર્ટમેન્ટ સાઈલોમાં રહી શકીએ છીએ ના તો દેશ સાઈલોમાં રહી શકે છે. ઈન્ટર ડિપાર્ટમેન્ટ વર્લ્ડ બની ચુક્યું છે. અને તેથી જ આપણે તેમાં સ્વયંને પણ જોડવા પડશે, દરેક બદલાતી પરિસ્થિતિને પડકારના સ્વરૂપે સ્વીકારતાં, અવસરમાં બદલીને કામ કરવાનો સંકલ્પ કરીએ.
મનરેગામાં એટલા પૈસા જાય છે. હું જાણું છું કે દુષ્કાળની પરિસ્થિતિ છે, પાણીની અછત છે, પરંતુ એ પણ તો છે કે આગામી વર્ષ સારા વરસાદનો આવી રહ્યો છે, એવું અનુમાન થયું છે. તો મારી પાસે એપ્રિલ, મે, જૂન જેટલો પણ સમય બચ્યો છે, શું હું મનરેગાના પૈસાથી જળસંચયનું એક સફળ અભિયાન ચલાવી શકું છું? જો આજે પાણી સંચયના મારી આટલી વ્યવસ્થા છે તો ડિસિલ્ટીંગ કરીને, નવા તળાવ ખોદીને, નવા કેનાલ સાફ કરીને, હું સંપૂર્ણ વ્યવસ્થાથી આ શક્તિનો ઉપયોગ જળ સંચયમાં કરૂં તો, બની શકે કે વરસાદ ઓછો પણ આવે તો પણ ગુજારો કરવા માટે કામ આવી શકે. હું માનું છું કે ખુબ જ મોટી શક્તિ છે અને જનભાગીદારીથી આ બધું શક્ય છે. આ બધું કરવાનો સંકલ્પ લઈને આપણે ચાલીએ.
જે જિલ્લાઓ એ આ સફળતા મેળવી છે તે તમામ જીલ્લાની ટીમોને હું હૃદયથી ખુબ ખુબ અભિનંદન આપું છું અને દેશભરના જિલ્લાના અધિકારીઓ પાસે આગ્રહ રાખીશ કે હવે જિલ્લાની દરેક ટીમે ક્યાંક ને ક્યાંક ભાગ લેવો જોઈએ. થોડા જ લોકો ભાગ લે તેવું નહીં, તમે પણ આ સ્પર્ધામાં આવો, તમે પણ તમારા જિલ્લામાં સપનાઓને અનુકૂળ કંઈ કરી જવાનો સંકલ્પ કરો, એ જ એક અપેક્ષા સાથે આપ સૌને સિવિલ સર્વિસીસ ડે પર હૃદયથી મારી ખુબ ખુબ શુભેચ્છાઓ છે. તમે જે કર્યું છે તેના માટે દેશને ગર્વ છે, તમે ઘણું બધું કરી શકશો, દેશ હિંમતથી આગળ વધશે, એ જ વિશ્વાસ સાથે ખુબ ખુબ આભાર.
J.Khunt