Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હીમાં દ્વીતીય રાઇસીના સંવાદમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સમારંભનો મૂળપાઠ (17 જાન્યુઆરી, 2017)

નવી દિલ્હીમાં દ્વીતીય રાઇસીના સંવાદમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સમારંભનો મૂળપાઠ (17 જાન્યુઆરી, 2017)

નવી દિલ્હીમાં દ્વીતીય રાઇસીના સંવાદમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સમારંભનો મૂળપાઠ (17 જાન્યુઆરી, 2017)


મહામહિમ,
પ્રતિષ્ઠિત મહેમાનો,

દેવીઓ અને સજ્જનો,

આજે એવું લાગે છે કે ભાષણોનો દિવસ છે. હજુ હમણા આપણે રાષ્ટ્રપતિ ઝિ અને પ્રધાનમંત્રી મેને સાંભળ્યા. અહીં હું મારી વાત લઈને હાજર છું. કદાચ કેટલાક માટે વધારે પડતું થઈ જશે. અથવા 24/7 ન્યૂઝ ચેનલ્સ માટે ઘણી સમસ્યા પેદા થશે.

 

રાઈસીના ડાયલોગની બીજી એડિશનના ઉદ્ઘાટનમાં તમારી સામે મારી વાત પ્રસ્તુત કરવી મારા માટે સૌભાગ્યની વાત છે. મહામહિમ, કરઝાઈ, પ્રધાનમંત્રી હાર્પર, પ્રધાનમંત્રી કેવિન રુડ, તમને દિલ્હીમાં મળીને આનંદ થયો છે. સાથે સાથે તમામ મહેમાનોનું સ્વાગત કરું છું. આગામી એકથી બે દિવસમાં તમે આપણી આસપાસની દુનિયાની સ્થિતિ પર ઘણી વાતચીત કરશો. તમે નિશ્ચિત અને પ્રવર્તમાન પ્રવાહ વિશે ચર્ચા કરશો; તમે સંઘર્ષો અને જોખમો પર વિચારણા કરશો; તમે સફળતા અને તકો વિશે વિચારશો; ભૂતકાળની વર્તણૂંકો અને તેના સમાધાન કરવાની શક્યતાઓ; તથા અનિશ્ચિત ઘટનાઓની સંભાવનાઓ અને નવી સ્થિતિઓનો તાગ મેળવશો.

 

મિત્રો,

ભારતે મે, 2014માં નવી શરૂઆત કરી હતી. મારા ભારતીય ભાઇબહેનોએ એક અવાજે પરિવર્તન માટે જનાદેશ આપીને મારી સરકારમાં ભરોસો મૂક્યો હતો. મારી નજરે પરિવર્તન ફક્ત અભિગમ નથી, પણ માનસિકતામાં બદલાવ છે. આ પરિવર્તન દિશાહિનતામાંથી ચોક્કસ દિશા તરફ, ઉદ્દેશપૂર્ણ કામગીરી તરફ પ્રયાણ છે. પરિવર્તન સાહસિક નિર્ણયો સાથે સંબંધિત છે. જ્યાં સુધી આપણા અર્થતંત્ર અને આપણા સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાય નહીં, ત્યાં સુધી આ સુધારણા પર્યાપ્ત નહીં થાય. આ કાયાપલટ કે પરિવર્તન સાથે ભારતીય યુવાનોની આકાંક્ષા અને આશા તથા લાખો ભારતીયોની અમર્યાદ ઊર્જા જોડાયેલી છે. હું દરરોજ મારા કામમાં આ પવિત્ર ઊર્જાને અનુભવું છું. દરરોજ મારી કામગીરીમાં ભારતમાં સુધારણા અને તેની કાયાપલટ, તમામ ભારતીયોની સમૃદ્ધિ અને સુરક્ષા કેન્દ્રમાં હોય છે અને મારું કાર્ય આ કાર્યસૂચિને અનુરૂપ હોય છે.

 

મિત્રો,

હું જાણું છું કે ભારતની કાયાપલટ તેની બાહ્ય સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. આપણી આર્થિક વૃદ્ધિ; આપણા ખેડૂતોનું કલ્યાણ; આપણા યુવાનો માટે રોજગારીની તકો; મૂડી, ટેકનોલોજી, બજારો અને સંસાધનો સુધી આપણી પહોંચ; અને આપણા દેશની સુરક્ષા – આ તમામ બાબતો પર વૈશ્વિક ઘટનાઓની ઘણી અસર થાય છે. પણ સાથે સાથે અમારા દેશમાં બનતી ઘટનાઓની પણ દુનિયા પર અસર થાય છે એ પણ એટલું સાચું છે.

 

દુનિયા અને ભારત બંનેને એકબીજાની જરૂર છે. દુનિયા ભારતની સ્થિર પ્રગતિ ઇચ્છે છે અને વૈશ્વિક વિકાસને ઝંખીએ છીએ. અમે અમારા દેશની કાયાપલટ કરવા ઇચ્છીએ છીએ, જે બાહ્ય જગત સાથે જોડાયેલ છે. એટલે સ્વાભાવિક છે કે ભારતની પસંદગીઓ અને અમારી આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અમારી સ્થિર પ્રગતિની યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે. એટલે ભારતના પરિવર્તનકારક લક્ષ્યાંકોમાં એ સંકળાયેલા છે.

 

મિત્રો,

અત્યારે દુનિયામાં ઊથલપાથલ ચાલી રહી છે અને આ મહત્વપૂર્ણ ગાળામાં ભારતે તેના પરિવર્તન માટેની સફર શરૂ કરી છે. વૈશ્વિક ઘટનાક્રમ માનવીય પ્રગતિ અને હિંસક ઊથલપાથલનું પરિણામ છે. એકથી વધુ કારણોસર અને એકથી વધુ સ્તરે દુનિયા દૂરગામી અને ઊંડા ફેરફારોમાંથી પસાર થઈ રહી છે. વૈશ્વિક સ્તરે એકબીજા સાથે જોડાયેલ સમાજો, ડિજિટલ તકો, ટેકનોલોજીમાં પરિવર્તન, જ્ઞાન અને માહિતીનો ઝડપથી પ્રસાર અને પ્રચાર તથા નવીનતા – માનવતતા તરફ અગ્રેસર કરે છે. પણ ધીમી વૃદ્ધિ અને આર્થિક ચડઊતર પણ કમનસીબ હકીકત છે. બિટ્સ અને બાઇટ્સના યુગમાં ભૌગોલિક સરહદો કદાચ ઓછી પ્રસ્તુત છે. પણ સમગ્ર વિશ્વમાં દેશોની અંદર જે દિવાલો ઊભી થઈ છે, વેપાર અને સ્થળાંતર સામે જે જુવાળ ઊભો થયો છે તથા  સંકુચિત અને સંરક્ષણવાદી અભિગમમાં જે વધારો થયો છે, એ ઊડીને આંખે વળગે છે. તેના પરિણામે વૈશ્વિકરણથી થઈ રહેલા ફાયદા પર જોખમ છે અને હવે આર્થિક લાભ સરળતાથી હાંસલ નહીં થાય. અસ્થિરતા, હિંસા, કટ્ટરતા, બહિષ્કાર અને આંતરરાષ્ટ્રીય જોખમો સતત જોખમકારક રીતે વધી રહ્યા છે. અને કોઈ દેશ સાથે ન જોડાયેલી અસામાજિક સંસ્થાઓ આ પ્રકારના પડકારોના પ્રસારમાં સૌથી વધુ કામગીરી કરે છે. અલગ દુનિયા માટે, જુદા વિશ્વ દ્વારા સંસ્થાઓ અને આર્કિટેક્ચરનું નિર્માણ જૂની વાત છે. અત્યારે અસરકારક વિવિધતા માટે અવરોધ ઊભો થયો છે. શીત યુદ્ધની સૈધ્ધાંતિક સ્પષ્ટતાઓ બાદ લગભગ 25 વર્ષમાં દુનિયાનું નવનિર્માણ શરૂ થયું છે અને હજુ આ પ્રક્રિયા ચાલુ છે. પણ કેટલીક બાબતો સ્પષ્ટ છે. રાજકીય અને લશ્કરી સત્તા વહેંચાઈ ગઈ છે. દુનિયા બહુધ્રુવીય બની છે અને એશિયામાં બહુધ્રુવીયતાનું વર્ચસ્વ હકીકત છે. અમે તેને આવકારીએ છીએ.

 

હકીકતમાં બહુધ્રુવીયતા જ ઘણા દેશોની પ્રગતિ માટે માર્ગ મોકળો કરે છે. તે વૈશ્વિક એજન્ડાનું નિર્માણ કરવા થોડા લોકોના અભિપ્રાયોને બદલે અનેક લોકોના અવાજને સ્થાન આપે છે. એટલે આપણે ધ્રુવીયતાને પ્રોત્સાહન આપતી કે બહિષ્કાર કરતી પ્રવૃત્તિઓને અટકાવવાની જરૂર છે, ખાસ કરીને એશિયામાં. આ કોન્ફરન્સ બહુધ્રુવીયતા સાથે વિવિધતા પર કેન્દ્રીત છે.

મિત્રો,

આપણે વ્યૂહાત્મક રીતે જટિલ વાતાવરણમાં રહીએ છીએ. ઇતિહાસના સતત બદલાતા પ્રવાહમાં બદલાતી દુનિયામાં નવી સ્થિતિ ઊભી થાય એ જરૂર નથી. પણ ઝડપથી બદલાઈ રહેલા સંદર્ભ અને ઊભી સ્થિતિ સ્થિતિસંજોગોમાં દુનિયાના દેશો કેવી રીતે કામ કરે એ મહત્વપૂર્ણ પ્રશ્ર છે. આપણી પસંદગીઓ અને કાર્યો આપણી રાષ્ટ્રીય ક્ષમતા પર આધારિત છે.

 

અમારા વ્યૂહાત્મક ઇરાદો અમારી સંસ્કૃતિના સિદ્ધાંતો દ્વારા સંચાલિત છેઃ

  • વાસ્તવવાદ(realism),
    · સહ-અસ્તિત્વ (co-existence)
    · સહયોગ (cooperation), તથા
    · સહભાગિતા (partnership).

    આ અમારા રાષ્ટ્રીય હિતોની સ્પષ્ટ અને જવાબદાર અભિવ્યક્તિમાં જોવા મળે છે. દેશ અને વિદેશમાં ભારતીયોની સમૃદ્ધિ તથા અમારા નાગરિકોની સુરક્ષા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. પણ ફક્ત અમારું હિત અમારી સંસ્કૃતિ કે અમારા વ્યવહારમાં સામેલ નથી. અમારા કાર્યો અને આકાંક્ષાઓ, અમારી ક્ષમતા અને માનવીય મૂડી, અમારું લોકતંત્ર અને વસતિ તથા અમારી તાકાત અને સફળતા – તમામ પ્રાદેશિક અને વૈશ્વિક પ્રગતિ સાથે સાતત્યતા જાળવી રાખશે. અમારી આર્થિક અને રાજકીય પ્રગતિ પ્રાદેશિક અને વૈશ્વિક તકોના મહત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તે શાંતિ માટેનું બળ છે, સ્થિરતા માટેનું પરિબળ છે તથા પ્રાદેશિક અને વૈશ્વિક સમૃદ્ધિ માટેનું એન્જિન છે.

 

મારી સરકાર માટે આ લક્ષ્યાંક હાંસલ કરવા આંતરરાષ્ટ્રીય જોડાણના માર્ગે અગ્રેસર છે, જે નીચેની બાબતો પર કેન્દ્રીત છેઃ

  • જોડાણનું પુનર્નિર્માણ, સેતુઓનું પુનઃસર્જન અને અમારા સાથે જોડાયેલા અને દૂરના દેશો સાથે સંબંધોમાં નવસંચાર. 

    · ભારતની આર્થિક સમૃદ્ધિ સાથે સંબંધોને આકાર આપવો.

  • આપણા પ્રતિભાશાળી યુવાનોને વૈશ્વિક જરૂરિયાતો અને તકો સાથે જોડીને ભારતને સંસોધનનું કેન્દ્ર બનાવવો.

    · હિંદ સમુદ્ર અને પ્રશાંત મહાસાગરના ટાપુઓથી કેરેબિયન ટાપુઓ અને આફ્રિકાના મહાન ખંડથી અમેરિકા સુધી વિકાસલક્ષી ભાગીદારીનું નિર્માણ કરવું

 

  • વૈશ્વિક પડકારો પર ભારતીય સોલ્યુશન પ્રસ્તુત કરવા.

 

  • આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંગઠનોને નવું સ્વરૂપ આપવું, નવેસરથી તેને ચેતનવંતી કરવી અને તેનું પુનર્નિર્માણ કરવું.

 

  • યોગ અને આયુર્વેદ જેવા ભારતના સાંસ્કૃતિક વારસાના લાભ આખી દુનિયાને આપવા. એટલે અમારું પરિવર્તન ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી. તેની સાથે અમારો વૈશ્વિક એજન્ડા જોડાયેલો છે.

 

મારા માટે સબકા સાથ, સબકા વિકાસનું વિઝન ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી. તેમાં સકળ વિશ્વ માટે વિકાસની ભાવના સંકળાયેલી છે. તે વિવિધ સ્તરો, વિવિધ વિષયો અને જુદા જુદા પ્રદેશોને આવરી લે છે.

હવે હું એવા દેશોની વાત પર આવું છે, જે ભૌગોલિક રીતે અમારી સાથે જોડાયેલા છે અને અમારી સાથે સમાન હિતો ધરાવે છે. અમે “પડોશી પ્રથમ” અભિગમ ધરાવીએ છીએ અને અમે અમારા પડોશીઓ પ્રત્યેના અભિગમમાં મોટો ફેરફાર જોઈએ છીએ. દક્ષિણ એશિયાના લોકો વચ્ચે લોહીના સંબંધ છે, તેમનો સહિયારો ઇતિહાસ છે, સમાન સંસ્કૃતિ અને આકાંક્ષા છે. તેના યુવાનો પરિવર્તન, તકો, પ્રગતિ અને સમૃદ્ધિ ઝંખે છે. પડોશીઓ સાથે જીવંત, સુસ્થાપિત અને સંપૂર્ણ સંબંધ મારું સ્વપ્ન છે. છેલ્લાં અઢી વર્ષમાં અમે લગભગ અમારા તમામ પડોશીઓ સાથે જોડાણ કર્યું છે. અમે પ્રદેશના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભૂતકાળને પણ ભૂલી ગયા છીએ. તેના પરિણામો જોવા મળે છે.

 

અફઘાનિસ્તાનમાં પરિવહનમાં અંતર અને મુશ્કેલીઓ હોવા છતાં અમારી ભાગીદારી સંસ્થાઓ અને ક્ષમતાઓના નિર્માણ દ્વારા પુનર્નિર્માણમાં સહાય કરે છે. તેની સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રમાં અમારું જોડાણ મજબૂત થયું છે. અફઘાનિસ્તાનની સંસદનું નિર્માણ અને ભારત-અફઘાનિસ્તાન ફ્રેન્ડશિપ ડેમનું નિર્માણ વિકાસલક્ષી ભાગીદારી મજબૂત કરવા અમારી પ્રતિબદ્ધતાના ઊડીને આંખે વળગે એવા ઉદાહરણો છે.

 

અમે બાંગ્લાદેશ સાથે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ મારફતે વિસ્તૃત જોડાણ અને રાજકીય સમજણ સ્થાપિત કરી છે તથા મહત્વપૂર્ણ વાત એ છે કે, જમીન અને દરિયાઈ સરહદો સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન થયું છે.

 

નેપાળ, શ્રીલંકા, ભૂટાન અને માલદિવ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, ઊર્જા અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં અમારું સંપૂર્ણ જોડાણ આ વિસ્તારમાં પ્રગતિ અને સ્થિરતાનો સ્ત્રોત છે. હું અમારા પડોશી દેશો અને સંપૂર્ણ દક્ષિણ એશિયા સાથે શાંતિ અને સંવાદપૂર્ણ જોડાણ કરવાનું વિઝન ધરાવું છું. આ કારણે જ મેં મારા શપથગ્રહણ સમારંભમાં પાકિસ્તાન સહિત સાર્ક દેશોના તમામ વડાઓને આમંત્રણ આપ્યું હતું. આ ઉદ્દેશ સાથે જ હું લાહોર ગયો હતો. પણ શાંતિના માર્ગ પર ભારત એકલું ન ચાલી શકે. તેમાં પાકિસ્તાને પણ જોડાવું પડે. જો પાકિસ્તાન ભારત સાથે સંવાદ ઇચ્છતું હોય, તો તેણે પહેલા આતંક અને આતંકવાદીઓ સાથે છેડો ફાડવો પડશે.

દેવીઓ અને સજ્જનો,

પશ્ચિમના દેશો ઉપરાંત અમે ટૂંકા ગાળામાં તથા અનિશ્ચિતતા અને સંઘર્ષ વચ્ચે ખાડીના દેશો અને સાઉદી અરેબિયા, યુએઇ, કતાર અને ઇરાન સહિત પશ્ચિમ એશિયા સાથે અમારા જોડાણને નવેસરથી વ્યાખ્યાયિત કર્યું છે. આગામી સપ્તાહે મને ભારતના પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ તરીકે અબુ ધાબીના રાજકુમાર હિઝ હાઇનેસના યજમાન બનવાનો લહાવો મળશે. અમે ફક્ત વિભાવના જ બદલવા પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી. અમે અમારા સંબંધોની વાસ્તવિકતા પણ બદલી રહ્યા છીએ.

 

તેનાથી અમને અમારા સંરક્ષણ સંબંધિત હિતો જાળવવામાં અને પ્રોત્સાહન આપવામાં, મજબૂત આર્થિક અને ઊર્જા સંબંધો વિકસાવવામાં તથા 8 મિલિયન ભારતીયોની ભૌતિક અને સામાજિક કલ્યાણને આગળ વધારવામાં મદદ મળી છે. અમે મધ્ય એશિયામાં પણ સહિયારા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના આધારે અમારા જોડાણનું નિર્માણ કર્યું છે, જેના પગલે નવા પાસા સાથે ભાગીદારીનું નિર્માણ થયું છે. શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં અમારું સભ્યપદ મધ્ય એશિયાના દેશો સાથે અમારા જોડાણને મજબૂત સંસ્થાકીય સ્વરૂપ આપશે. અમે મધ્ય એશિયાના ભાઈઓ અને બહેનોની સંપૂર્ણ સમૃદ્ધિમાં ભાગીદાર છીએ.

 

અમે એ વિસ્તારમાં લાંબા સમયથી સ્થગિત થઈ ગયેલા સંબંધોમાં સફળતાપૂર્વક નવસંચાર કર્યો છે. અમારી પૂર્વમાં દક્ષિણ પૂર્વ એશિયા સાથે અમારું જોડાણ અમારી એક્ટ ઇસ્ટ પોલિસીના કેન્દ્રમાં છે. અમે ઇસ્ટ એશિયા સમિટ, આસિયાન અને તેના સભ્ય દેશો સાથે અમારી ભાગીદારી જેવા આ વિસ્તારમાં સંસ્થાકીય માળખા સાથે જોડાણ સ્થાપિત કર્યું છે, જે વેપારવાણિજ્ય, ટેકનોલોજી, રોકાણ, વિકાસ અને સંરક્ષણ ભાગીદારીને વેગ આપશે. તે વિસ્તારમાં અમારા વિસ્તૃત વ્યૂહાત્મક હિતો અને સ્થિરતાને પણ આગળ વધારશે. રાષ્ટ્રપતિ ઝી અને હું સંમત થયા છીએ કે, ચીન સાથે અમારું જોડાણ કરીને અમે સંબંધમાં વ્યાપક વાણિજ્યિક અને વ્યાવસાયિક તકો ઝડપવા ઇચ્છીએ છીએ. હું ભારત અને ચીનના વિકાસને બંને દેશો માટે અને સંપૂર્ણ વિશ્વ માટે અભૂતપૂર્વ તક તરીકે જોઉં છું. સાથે સાથે બે મોટી પડોશી મહાસત્તાઓ માટે થોડા મતભેદ હોય એ સ્વાભાવિક છે. અમારા સંબંધને આગળ વધારવા તથા વિસ્તારમાં શાંતિ અને પ્રગતિ માટે ભારત અને ચીન બંનેએ એકબીજાની સમસ્યા અને હિતો માટે સંવેદનશીલતા અને સન્માન દાખવવાની જરૂર છે.

મિત્રો,
આપણને પ્રવર્તમાન સ્થિતિસંજોગો અને શાણપણએ જણાવે છે કે આ સદી એશિયાની છે. એશિયામાં મોટા પાયે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. આ પ્રદેશના તમામ દેશોમાં પ્રગતિ અને સમૃદ્ધિ ફેલાઈ રહી છે. પણ વધતી મહત્વાકાંક્ષા અને હરિફાઈને પરિણામે ઊડીને આંખે વળગે તેવો તણાવ પણ જોવા મળે છે. એશિયા-પ્રશાંતના દેશોમાં લશ્કરની તાકાતમાં સતત વધારો, સંસાધન અને સંપત્તિમાં વૃદ્ધિથી તેની સુરક્ષા પરના જોખમમાં વધારો થયો છે. એટલે આ વિસ્તારમાં સુરક્ષાનું માળખું ખુલ્લું, પારદર્શક, સંતુલિત અને સર્વસમાવેશક હોવું જોઈએ. આ માટે સંવાદને પ્રોત્સાહન આપવું જોઈએ, આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જોઈએ અને દરેક દેશની સાર્વભૌમકતા જાળવવી જોઈએ.

મિત્રો,

છેલ્લા અઢી વર્ષ દરમિયાન અમે અમેરિકા, રશિયા, જાપાન અને વિશ્વના મોટા દેશો સાથે અમારા જોડાણને વેગ આપ્યો છે અને ચોક્કસ દિશા આપી છે. અમે તેમની સાથે સહકાર સ્થાપિત કરવાની જ ઇચ્છા ધરાવતા નથી, પણ અમારી સામે રહેલી તકો અને પડકારો પર અમારા વિચારોને એકરૂપ કર્યા છે. આ ભાગીદારીઓ ભારતની આર્થિક સમૃદ્ધિ તથા સંરક્ષણ અને સુરક્ષા સાથે અનુકૂળ છે. અમેરિકા સાથે સંયુક્તપણે અમારા કાર્યોથી અમારા જોડાણમાં ગતિ આવી છે. અમારા જોડાણના તમામ પાસાઓ મજબૂત અને અર્થસભર થયા છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મારી વાત થઈ હતી. તેમાં અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીમાં આ ફાયદાઓને આગળ વધારવા સંમત થયા હતા. રશિયા કાયમી મિત્ર છે. મેં અને રાષ્ટ્રપતિ પુટિને અત્યારે દુનિયા સમક્ષ રહેલા પડકારો પર લાંબી ચર્ચા કરી હતી. અમારી વિશ્વસનિય અને વ્યૂહાત્મક ભાગીદારી, ખાસ કરીને સંરક્ષણના ક્ષેત્રમાં મજબૂત થઈ છે.

 

અમારા સંબંધોના નવા પરિબળોમાં અમારું રોકાણ તથા ઊર્જા, વેપાર અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોડાણથી સફળ પરિણામો મળ્યા છે. અમે જાપાન સાથે પણ વ્યૂહાત્મક જોડાણ ધરાવીએ છીએ, જે અત્યારે આર્થિક પ્રવૃત્તિના તમામ પાસાઓને સ્પર્શે છે. મેં અને પ્રધાનમંત્રી આબેએ અમારા સહકારને વધુ ગાઢ બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. અમે યુરોપને ભારતના વિકાસમાં મજબૂત ભાગીદાર બનાવવાનું વિઝન ધરાવીએ છીએ, ખાસ કરીને નોલેજ ઉદ્યોગ અને સ્માર્ટ શહેરીકરણમાં. 

મિત્રો,

ભારત દાયકાઓથી સાથી વિકાસશીલ દેશો સાથે અમારી ક્ષમતાઓ અને કુશળતાઓ વહેંચવામાં મોખરે રહ્યો છે. આફ્રિકામાં અમારા ભાઇઓ અને બહેનો સાથે અમે છેલ્લા એકથી બે વર્ષમાં અમારા જોડાણને મજબૂત કર્યું છે. અને દાયકાઓની પરંપરાગત મૈત્રી અને ઐતિહાસિક જોડાણના મજબૂત પાયા પર અર્થસભર વિકાસલક્ષી ભાગીદારી કરી છે. અત્યારે દુનિયાના તમામ દેશોમાં અમારી વિકાસલક્ષી ભાગીદારી ઊડીને આંખે વળગે છે.

દેવીઓ અને સજ્જનો,

 

ભારત દરિયાઈ દેશ તરીકે લાંબો ઇતિહાસ ધરાવે છે. અમારા દરિયાઈ હિતો તમામ દિશાઓમાં વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ છે. હિંદ સમુદ્રનો પ્રભાવ દરિયાકિનારા પર સ્થિત દેશોની આગળ અનુભવાય છે. અમારી પહેલ સાગર – સીક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ (તમામ માટે સુરક્ષા અને વિકાસ) અમારા દરિયાકિનારા અને ટાપુઓના હિતો જાળવવા માટે જ નથી, પણ તેનો આશય સંપૂર્ણ વિસ્તારના હિતોનું સંરક્ષણ કરવાનો છે. અમે જાણીએ છીએ કે સહકાર, જોડાણ અને મિલનથી આપણા દરિયાકિનારાના વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે અને શાંતિ સ્થાપિત તશે. અમે એવું પણ માનીએ છીએ કે હિંદ મહાસાગરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાની મુખ્ય જવાબદારી આ વિસ્તારના લોકોની છે. આ માટે એકલા અમારો પ્રયાસ પર્યાપ્ત નથી. અમારો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરીને તમામ દેશોને જોડવાનો છે. અમારું માનવું છે કે આ વિસ્તારમાં શાંતિ જાળવવા નેવિગેશનની સ્વતંત્રતાનું સન્માન કરવું અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેના પરિણામે ભારત-પ્રશાંત સમુદ્રમાં એકબીજા સાથે જોડાયેલા દરિયાકિનારાના દેશોમાં આર્થિક વૃદ્ધિને પણ વેગ મળશે. 

મિત્રો,

અમે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાદેશિક જોડાણની આવશ્યકતાને સમજીએ છીએ. અમારી પસંદગી અને અમારા કાર્યો મારફતે અમે પશ્ચિમ અને મધ્યમ એશિયા તથા પૂર્વમાં એશિયા-પેસિફિકના દેશો સુધી પહોંચવા અવરોધો દૂર કર્યા છે. તેના બે સ્પષ્ટ અને સફળ ઉદાહરણો ચાબહાર પર ઇરાન અને અફઘાનિસ્તાન સાથેની ત્રિપક્ષીય સમજૂતી છે તથા ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતા છે. જોકે સમકક્ષ જોડાણથી જ અન્ય દેશોની સાર્વભૌમિકતાને કચડી ન શકાય.

 

તમે સંકળાયેલા દેશોની સાર્વભૌમકતાનું સન્માન કરીને જ પ્રાદેશિક જોડાણ કોરિડોરના ઉદ્દેશો પાર પાડી શકો તથા મતભેદો દૂર કરી શકો.

મિત્રો,

અમે અમારી પરંપરાને વળગી રહ્યા છીએ અને અમે આંતરરાષ્ટ્રીય સ્તરે અમારી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરીએ છીએ. અમે આપત્તિના સમયે માનવતાવાદી રાહતકાર્ય અને સહાયના પ્રયાસોમાં હંમેશા મોખરે રહીએ છીએ. નેપાળમાં ધરતીકંપ આવ્યો, યેમેનમાં વિદેશી નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરમાં તથા માલદિવ્સ અને ફિજીમાં માનવતાવાદી કટોકટીના કાળમાં રાહત અને બચાવકાર્યોમાં અમે અગ્રેસર રહ્યા હતા. અમે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની અમારી જવાબદારીઓ અદા કરવામાં પણ પાછી પાની કરી નથી. અમે દરિયાઈ સરહદો પર નજર રાખવા, કાર્ગો શિપ સંબંધિત માહિતીનું આદાનપ્રદાન કરવા તથા ચાંચિયાગીરી, દાણચોરી અને સંગઠિત અપરાધ જેવા બિનપરંપરાગત જોખમો સામે લડવા વિવિધ પક્ષો સાથે જોડાણ પણ વધાર્યું છે. અમે ધર્મમાંથી આતંકને અલગ કરવામાં દ્રઢપણે માનીએ છીએ. અત્યારે દુનિયામાં સારા અને ખરાબ આતંકવાદ વચ્ચેના કૃત્રિમ ફરકની ચર્ચા ચાલી રહી છે, પણ અમે તેમાં બિલકુલ માનતા નથી. અમે અમારા પડોશમાં જે લોકો હિંસાનું સમર્થન કરે છે, નફરતની લાગણી ફેલાવે છે અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તેઓ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પડી ગયા છે, દુનિયાના દેશો તેમની ઉપેક્ષા કરી રહ્યા છે. સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ અન્ય એક મોટો પડકાર છે. તેમાં પણ અમે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છીએ. આ સમસ્યાનું સમાધાન કરવા અમે મહત્વાકાંક્ષી કાર્યક્રમ બનાવ્યો છે અને અક્ષય ઊર્જામાંથી 175 ગીગા વોટ વીજળીનું ઉત્પાદન કરવાનો ઊંચો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. અમે આ દિશામાં સારી શરૂઆત કરી દીધી છે. અમે કુદરત સાથે સુમેળયુક્ત જીવનને પ્રોત્સાહન આપવાની અમારી સંસ્કૃતિની પરંપરા ધરાવીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન બનાવ્યું છે, જેથી આપણી વૃદ્ધિને વેગ આપવા સૌરઊર્જાનો ઉપયોગ કરી શકાય. અમારા પ્રયાસોની પરાકાષ્ઠા એ છે કે ભારતીય સભ્યતાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી રસ પેદા થયો છે. અત્યારે બૌદ્ધ સંપ્રદાય, યોગ અને આયુર્વેદ માનવતાની અમૂલ્ય વારસા તરીકે ઓળખાય છે. ભારત આ આધ્યાત્મિક વારસાની દરેક પગલે ઉજવણી કરશે. આ વારસો તમામ દેશો અને ધર્મો વચ્ચે સેતુરૂપ છે તથા સંપૂર્ણ સુખાકારીને પ્રોત્સાહન આપે છે. 

દેવીઓ અને સજ્જનો

હવે હું મારી વાણીને વિરામ આપવા જઈ રહ્યો છું. આ ભાષણના સમાપનમાં મારે તમારી સાથે અમારા પ્રાચીન ગ્રંથોમાં રહેલું જીવનપયોગી સૂત્ર તમારી સાથે વહેંચવું છે.

 

ઋગવેદ જણાવે છે કે, आ नो भद्रो : क्रत्वो यन्तु विश्वतः  અર્થાંત્ “મને તમામ દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ.”

અમે એક સમાજ તરીકે હંમેશા કોઈ એક વિચારની સંકીર્ણતામાં જકડાઈ જવાને બદલે વિવિધ વિચારસરણીની જરૂરિયાતની તરફેણ કરી છે. અમે દુનિયાને બે ધરીમાં વહેંચવાને બદલે વિવિધ દેશો વચ્ચે, વિવિધ સમાજ અને વિવિધ સમુદાયો વચ્ચે જોડાણને પસંદ કરીએ છીએ. અમારું માનવું છે કે એક વ્યક્તિ, એક સંસ્થા, એક સમાજની સફળતા અનેક લોકો માટે વૃદ્ધિના દ્વાર ખોલે છે. અમારી દ્રષ્ટિ સ્પષ્ટ છે. અમારી પરિવર્તનની સફર અમારા પોતાના દેશમાંથી શરૂ થઈ છે. અને તેને સમગ્ર વિશ્વ સાથે અમારી રચનાત્મક અને સાથસહકારથી પ્રેરિત જોડાણોનો મજબૂત ટેકો પ્રાપ્ત થયો છે. અમારા દેશમાં નક્કર પગલા અને વિદેશમાં વિશ્વસનિય મૈત્રીપૂર્ણ સંબંધોના નેટવર્કનું વિસ્તરણ કરીને અમે એક અબજ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું. મારા મિત્રો, આ પ્રયાસમાં તમે શાંતિ અને પ્રગતિની, સ્થિરતા અને સફળતા, તથા સુલભતા અને અનુકૂળતાની દિવાદાંડી સમાન છો.


ધન્યવાદ.

તમારો ખૂબ ખૂબ આભાર.

 

AP/J.Khunt/TR/GP