Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નર્મદા ઉદ્દગમ સ્થળે પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી, અમરકંટક ખાતે નમામી નર્મદે- નર્મદા સેવા યાત્રાના સમાપન પ્રસંગે જનમેદનીને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું.

નર્મદા ઉદ્દગમ સ્થળે પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી, અમરકંટક ખાતે નમામી નર્મદે- નર્મદા સેવા યાત્રાના સમાપન પ્રસંગે જનમેદનીને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું.

નર્મદા ઉદ્દગમ સ્થળે પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી, અમરકંટક ખાતે નમામી નર્મદે- નર્મદા સેવા યાત્રાના સમાપન પ્રસંગે જનમેદનીને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું.

નર્મદા ઉદ્દગમ સ્થળે પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી, અમરકંટક ખાતે નમામી નર્મદે- નર્મદા સેવા યાત્રાના સમાપન પ્રસંગે જનમેદનીને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નર્મદા ઉદ્દગમ સ્થળ એટલે કે જ્યાંથી નર્મદા નદીનો પ્રારંભ થાય છે તે સ્થળે આવેલા મંદિરમાં પૂજા કરી હતી અને મધ્ય પ્રદેશમાં અમરકંટક ખાતે ‘નમામી નર્મદે- નર્મદા સેવા યાત્રા’ના સમાપન પ્રસંગે એક મોટા સમુદાયને સંબોધન પણ કર્યું હતું.

આ પ્રસંગે બોલતા સ્વામી અવધેશાનંદજીએ પ્રધાનમંત્રીને ‘વિકાસ અવતાર’ તરીકે ઓળખાવીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણની કામગીરી અંગે લોકોમાં અપાર જાહેર જાગૃતિ પેદા કરી છે.

એકત્ર થયેલા સમુદાયને સંબોધન કરતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે લોકોના સહયોગથી નર્મદા નદીને વિશ્વની સૌથી સ્વચ્છ નદી બનાવાશે. તેમણે કહ્યું કે નર્મદા નદીને કાંઠે આવેલા મધ્ય પ્રદેશના તમામ 18 શહેરોમાં જળ શુધ્ધિકરણ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ઝૂંબેશનો આટલાથી અંત આવશે નહીં, પણ ઝૂંબેશને અન્ય નદીઓ માટે પણ વિસ્તારવામાં આવશે.

તેમણે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારત વિશ્વગુરૂ બનશે. કેન્દ્રમાં સરકારની સ્થાપનાને 3 વર્ષ પૂરા થવા પ્રસંગે તેમણે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ નર્મદા નદી માટેના મિશન વર્ક આયોજન- નર્મદા પ્રવાહનું પ્રકાશન કર્યું હતું.

એકત્ર થયેલા લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હું નર્મદા સેવા યાત્રાના પ્રવાસીઓ સમક્ષ શિર નમાવું છું અને આશા રાખું છું કે તેમના પ્રયાસોના ગરીબમાં ગરીબ માણસોની સેવા માટે સારા પરિણામો મળશે.

નર્મદા નદી સદીઓથી જીવન રેખા બની રહી છે તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં નર્મદા નદીનો ખૂબ ખરાબ રીતે દૂરુપયોગ થયો છે અને આ કારણે જે નર્મદા સેવા યાત્રા કાઢવાની જરૂર ઊભી થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે જો આપણી નદીઓની સુરક્ષા અને સંવર્ધન નહીં કરી શકીએ તો માનવજાતે નુકશાન સહન કરવું પડશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લગભગ 150 દિવસ ચાલેલી નર્મદા સેવા યાત્રા એક અદ્દભૂત પ્રસંગ છે અને વૈશ્વિક ધોરણોની વાત કરીએ તો નર્મદા યોજના બરફમાંથી નહીં, પણ વૃક્ષોમાં થઈને નિકળે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશની સરકારે મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો છે, જે માનવજાત માટે મોટી સેવારૂપ ગણાશે.

ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો અને ખેડૂતો કે જેમને નર્મદા નદીનો લાભ મળ્યો છે તેમનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશ સરકાર અને લોકોનો નર્મદા સેવા યાત્રા બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશ સરકારે સ્વચ્છ ભારત મિશનમાં જે કામગીરી બજાવી તેની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ટોચના 100 શહેરોની યાદીમાં મધ્ય પ્રદેશના 22 શહેરોનો સમાવેશ થયો છે.

પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારે રજૂ કરેલા નર્મદા સેવા મિશનના દસ્તાવેજને ભવિષ્યલક્ષી ગણાવીને કુદરતી સ્ત્રોતની સુરક્ષા માટેના યોગ્ય વિઝન સમાન ગણાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે અને મધ્ય પ્રદેશ સરકારે આ દિશામાં સુંદર વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે. તેમણે લોકોને વર્ષ 2022માં જ્યારે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવાય ત્યાં સુધીમાં હકારાત્મક પ્રદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા અને વખાણ કરવા બદલ સ્વામી અવધેશાનંદજીનો આભાર માન્યો હતો. સમાપનમાં પ્રધાનમંત્રીએ લોકોને યાત્રા પૂરી થઈ છે, પરંતુ યજ્ઞની હવે શરૂઆત થઈ છે તેવો ઉલ્લેખ કરીને નર્મદા નદી માટે ત્યાગ અને પ્રદાન કરવા માટે સજ્જ રહેવા જણાવ્યું હતું.

TR