Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ધર્મચક્ર દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળ પાઠ


માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને અન્ય માનવંતા મહેમાનો. હું મારા પ્રવચનનો પ્રારંભ અષાઢ પૂર્ણિમા પ્રસંગે આપ સૌને અભિનંદન આપવાથી શરૂ કરૂ છું. આ તહેવાર ગુરૂ પૂર્ણિમાં તરીકે પણ જાણીતો છે. આજે આપણને જ્ઞાન આપનારા આપણા ગુરૂઓને યાદ કરવાનો સમય છે. એ ભાવનાથી જ આપણે ભગવાન બુધ્ધને નમન કરીએ છીએ.

મને એ બાબતનો આનંદ છે કે મોંગોલીયા સરકારને મોંગોલીયાના કંજુરની નકલો ભેટ આપવામાં આવી રહી છે. મોંગોલિયન કંજૂરનુ મોંગોલિયામાં અત્યંત સન્માન કરવામાં આવે છે. ત્યાંના મોટા ભાગના મઠમાં એની નકલ હોય છે.

મિત્રો,

ભગવાનનો અષ્ટમાર્ગી પંથ ઘણા રાષ્ટ્રો અને સમાજના કલ્યાણનો માર્ગ સૂચવે છે. એમાં કરૂણા અને ઉદારતાને મહત્વ આપવામાં આવ્યુ છે. ભગવાન બુધ્ધના ઉપદેશોમાં વિચાર અને કાર્યની સરળતાને મહત્વ આપવામાં આવે છે. બૌધ્ધ ધર્મ આપણને સન્માન આપવાનુ શિખવે છે, લોકો માટે સન્માન, મહિલાઓ ગરીબો માટે સન્માન, ગરીબો માટે સન્માન શાંતિ અને અહિંસા માટે સન્માન. આથી, આનો અર્થ એ થયો કે ભગવાન બુધ્ધનો બોધ આપણને સૃષ્ટિ ટકાવી રાખવાનુ સૂચવે છે.

મિત્રો,

સારનાથમાં તેમના સૌ પ્રથમ ઉપદેશમાં અને તે પછી આપવામાં આવેલા બોધપાઠમાં ભગવાન બુધ્ધે બે બાબતોની વાત કરી છે, અને તે છે, આશા અને ઉદ્દેશ. તેમને આ બંને બાબતો વચ્ચે મજબૂત કડી જણાઈ છે. આશામાંથી ઉદ્દેશની ભાવના આવે છે. ભગવાન બુધ્ધ માનવોની પીડા દૂર કરવામાં માનતા હતા. લોકોમાં આશાની ભાવના જાગૃત થાય તે માટે આપણે પ્રસંગ અનુસાર ઉચ્ચ વર્તન દાખવીને જે કાંઈ કરી શકીએ તેમ હોય તે કરી છૂટવુ જોઈએ.

મિત્રો,
હું 21મા સદી અંગે ખૂબ જ આશાવાદી છું. મને આ આશા મારા યુવાન મિત્રો તરફથી , આપણા યુવાનો તરફથી મળી છે. આશા, ઈનોવેશન અને અને કરૂણા કેવુ પરિવર્તન લાવી શકે છે તેનુ મોટુ ઉદાહરણ જોવુ હોય તો આપણા સ્ટાર્ટ-અપ સેકટર તરફ જુઓ. તેજસ્વી યુવાન માનસ ધરાવતા યુવાનો વૈશ્વિક સમસ્યાઓના હલ શોધી કાઢે છે. ભારત પાસે દુનિયામાં ઘણી મોટી ગણાય તેવી સ્ટાર્ટ-અપ વ્યવસ્થા છે.

હુ મારા યુવાન મિત્રોને ભગવાન બુધ્ધના વિચારો સાથે જોડાયેલા રહેવાનો અનુરોધ કરવા જણાવુ છે. આ વિચારો તમને પ્રેરણા આપશે અને ક્યારેક તે તમને શાંત રહેવા જણાવશે તો ક્યારેક તમને આનંદનો ચિત્કાર કરવા જણાવશે. હકિકતમાં ભગવાન બુધ્ધનુ અપ્પઃ દીપો ભવ: સૂત્ર તમને જાતે પોતાનો માર્ગ દર્શાવતો પ્રકાશ બનવા જણાવે છે. તે મેનેજમેન્ટનો એક અદભૂત પાઠ છે.

મિત્રો
દુનિયા આજે અસામાન્ય પડકારોનો સામનો કરી રહી છે. આ સમસ્યાઓના દૂરગામી ઉપાયો ભગવાન બુધ્ધના વિચારોમાંથી મળી શકે તેમ છે. તે હાલમાં સુસંગત છે અને ભૂતકાળમાં પણ સુસંગત હતા. તથા ભવિષ્યમાં પણ સુસંગત રહેશે.

વધુને વધુ લોકો બૌધ્ધ હેરિટેજ સાઈટસ સાથે જોડાય તે સમયની માંગ છે. આપણી પાસે ભારતમાં આવી અનેક સાઈટસ છે. તમને ખબર છે કે લોકો મારા સંસદીય મતવિસ્તાર વારાણસીને સારનાથના ઘર તરીકે અંગે જાણતા હશે ? આપણે બૌધ્ધ સાઈટસ સાથે જોડાણ સ્થાપવા માગીએ છીએ. થોડા દિવસ પહેલાં ભારત સરકારની કેબિનેટે જાહેરાત કરી છે કે ભારતીય વિમાન મથક કુશીનગરને હવે આંતરરાષ્ટ્રય વિમાન મથકનો દરજ્જો મળશે. આનાથી અનેક લોકો, યાત્રિકો અને પ્રવાસીઓનુ આગમન થશે. તેનાથી ઘણા લોકો માટે આર્થિક ઉપાર્જનની તક પ્રાપ્ત થશે. ભારત તમારી પ્રતિક્ષા કરી રહ્યુ છે!

મિત્રો,
વધુ એક વાર હું આપ સૌને શુભેચ્છા પાઠવુ છું. ભગવાન બુધ્ધના વિચારો તમને તેજસ્વીતા, એકતા અને બંધુત્વ આપે, તેમના આશીર્વાદ આપણને સારા બનવાની પ્રેરણા આપે.

આપનો આભાર, ખૂબ ખૂબ આભાર

GP/DS