Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દોહામાં પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

દોહામાં પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

દોહામાં પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે જિનેવા રવાના થયા પહેલા દોહામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. ઉત્સાહી ભીડને સંબોધિત કરતા તેમણે કતરમાં ભારતીય સમુદાયને જણાવ્યું હતું કે તે ભારતથી ક્યારેય અલગ રહેતા નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તર પર ભારતની છબિ મજબૂત થઇ છે. વિશ્વમાં ભારત પ્રત્યે લોકોની જિજ્ઞાસા વધી છે. ભારતમાં ફેરફાર સવા સો કરોડ લોકોના કારણે થયો છે.

વિશ્વની તમામ મોટી એજન્સીઓ માની ચૂકી છે કે ભારત એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક મંદી હોવા છતાં પણ ગયા ત્રિમાસિકમાં અમે 7.9 ટકાના દરથી જીડીપી હાંસલ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ભારતની લાંબા સમયથી મોટી સમસ્યા રહી છે, અને તેમની સરકાર એને ખતમ કરવા માટે કટિબદ્ધ છે.

તેમણે પોતાની કતર યાત્રાને સફળ ગણાવતા જણાવ્યું હતું કે બંને દેશોની વચ્ચે વ્યાપક વિચાર – વિમર્શ થયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બંને દેશોની વચ્ચે સંબંધોના નવા યુગની શરૂઆત છે. તેમણે કતરની સરકાર તથા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

J.Khunt