પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી એપ્રિલે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 100 W ના 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટનથી દેશમાં રેડિયો કનેક્ટિવિટીને વધુ વેગ મળશે.
સરકાર દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાઓમાં 91 નવા 100 W FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ વિસ્તરણનું વિશેષ ધ્યાન મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાં કવરેજ વધારવા પર છે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સામેલ છે. AIRની એફએમ સેવાના આ વિસ્તરણ સાથે, વધારાના 2 કરોડ લોકોને, જેમની પાસે માધ્યમનો ઉપયોગ ન હતો, તેમને હવે આવરી લેવામાં આવશે. તે લગભગ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કવરેજના વિસ્તરણમાં પરિણમશે.
જનતા સુધી પહોંચવામાં રેડિયો જે મહત્વની ભૂમિકા ભજવે છે તેમાં પ્રધાનમંત્રી દ્રઢ વિશ્વાસ ધરાવે છે. શક્ય તેટલા બહોળા શ્રોતાઓ સુધી પહોંચવા માટે માધ્યમની અનન્ય શક્તિનો ઉપયોગ કરવા માટે, પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો, જે હવે તેના સીમાચિહ્નરૂપ 100મા એપિસોડની નજીક છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com