Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત કામ કરવાની શૈલી વિકસાવવામાં કેગ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છેઃ પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21 નવેમ્બર, 2019) એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલની બેઠકને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત વ્યવસ્થા કાર્યરત થવાનું શરૂ થયું છે. એમાં કેગ (કમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ) મોટી ભૂમિકા ભજવે છે. કેગ ખંતપૂર્વક પોતાની ભૂમિકા અદા કરી કરે છે એટલે આવું શક્ય બન્યું છે, ખાસ કરીને કેગની ઑફિસોનાં અધિકારક્ષેત્રમાં. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારના કટિબદ્ધ ઑડિટર્સને કારણે કેગની વિશ્વસનિયતા અને ક્ષમતામાં વદારો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારની જૂની સ્થાપિત સંસ્થામાં પરિવર્તન લાવવો એક મોટો પડકાર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે સુધારાઓની વાત કરવી આકર્ષક લાગે છે, પણ જ્યારે સંપૂર્ણ રેન્ક સુધારા કરવા સંપૂર્ણ સમર્પણ સાથે સજ્જ થાય, ત્યારે વાસ્તવિક સુધારા થાય છે. આ વાત દેશની દરેક સરકાર અને દરેક સંસ્થાને લાગુ પડે છે અને એમાં કેગ પણ સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, કેગની ઑડિટ કે હિસાબ કરવાની પ્રક્રિયામાં પણ પરિવર્તન થયું છે. કેગ જે કંઈ કામગીરી કરે છે એની સીધી અસર શાસન કે વહીવટ પર થશે. કેગની ઑડિટ કરવાની પ્રક્રિયામાં બહુ સમય ન લાગવો જોઈએ. કેગ સંસ્થા પણ કેગ પ્લસ બનવા પ્રગતિનાં માર્ગે અગ્રેસર છે.

***

RP