Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દેશભરનાં આંગણવાડી કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

દેશભરનાં આંગણવાડી કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

દેશભરનાં આંગણવાડી કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

દેશભરનાં આંગણવાડી કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


દેશભરની 100થી વધારે આંગણવાડી કાર્યકર્તાઓનાં એક જૂથે પ્રસન્નતા વ્યક્ત કરવા અને માનદ્ વેતન તથા અન્ય પ્રોત્સાહનોમાં તાજેતરમાં થયેલા વધારા માટે ધન્યવાદ આપવા માટે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી.
આંગણવાડી કાર્યકર્તાઓની શુભેચ્છા સ્વીકારીને પ્રધાનમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે તેમને મળવા દેશભરનાં તમામ વિસ્તારોમાંથી આંગણવાડી કાર્યકર્તાઓ આવી છે.

પ્રધાનમંત્રીએ બાળકનાં શારીરિક અને માનસિક વિકાસમાં પોષણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ સંબંધમાં આંગણવાડી કાર્યકર્તાઓને મુખ્ય ભૂમિકા અદા કરવાની છે. તાજેતરમાં જાહેર થયેલા પોષણ મહિનાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ અભિયાન દરમિયાન જે ગતિ આવી છે, એમાં ઘટાડો ન થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, પોષણ માટે સતત ધ્યાન આપવાની અને સારી ટેવો વિકસાવવાની આવશ્યકતા હોય છે, જેને આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા સુલભ કરાવી શકાય છે. તેમણે આંગણવાડી કાર્યકર્તાઓને એ સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા કે લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી પોષણ આહારની સહાયતાને વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બાળકો આંગણવાડી કાર્યકર્તાઓની વાત વધારે ધ્યાનપૂર્વક સાંભળશે. આંગણવાડી કાર્યકર્તાઓની જાગૃતિ લાવવામાં મુખ્ય ભૂમિકા છે. તેમણે શ્રેષ્ઠ પોષણ આહારની જાળવણી અને પ્રયાસોને પ્રોત્સાહન સ્વરૂપે વિવિધ આંગણવાડી કાર્યકર્તાઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યું.

આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળક વિકાસ મંત્રી શ્રીમતી મેનકા ગાંધી પણ ઉપસ્થિત હતાં.

***

NP/GP