પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી અને દુબઈના શાસકને મળ્યા હતા.
બંને નેતાઓએ વેપાર, રોકાણ, ટેક્નોલોજી, અવકાશ, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. તેઓએ ભારત અને UAE વચ્ચે ઝડપથી વધી રહેલા આર્થિક અને વ્યાપારી સંબંધો પર તેમનો સંતોષ વ્યક્ત કર્યો અને ખાસ કરીને વ્યાપક આર્થિક ભાગીદારી કરાર દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકાને સ્વીકારી. તેઓએ દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષરનું પણ સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રીએ દુબઈમાં રહેતા ભારતીય સમુદાય પ્રત્યેના અનુગ્રહ બદલ પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ દુબઈના વેપાર, સેવાઓ અને પર્યટન માટે વૈશ્વિક હબ તરીકે વિકાસમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનને સ્વીકાર્યું.
પ્રધાનમંત્રીએ દુબઈમાં ભારતીય સમુદાયની હોસ્પિટલ માટે જમીન આપવા બદલ પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રશીદની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી જે ભારતીય બ્લુ-કોલર કામદારો માટે સસ્તું આરોગ્યસંભાળ સુવિધાઓ પ્રદાન કરશે.
પ્રધાનમંત્રીએ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને તેમની વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું.
AP/GP/JD
PM @narendramodi and Vice President and PM of UAE @HHShkMohd held a wonderful meeting in Dubai.
— PMO India (@PMOIndia) February 14, 2024
They leaders discussed various aspects of bilateral cooperation, spanning trade and investment, technology, education and people-to-people ties. pic.twitter.com/9XaMyOdF9e