પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઔદ્યોગિક કોરિડોરના સંકલિત વિકાસ માટે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ટ્રસ્ટ ફંડ (ડીએમઆઇટી-પીઆઇટીએફ ટ્રસ્ટ)ની કામગીરીના વિસ્તરણની અને મંજૂર થયેલ નાણાકીય સહાયનો ઉપયોગ કરવા તેની નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ટ્રસ્ટ (એનઆઇસીડીઆઇટી)ની પુનઃનિમણૂક કરવા મંજૂરી આપી છે તથા 31મી માર્ચ, 2022 સુધીના ગાળાની અંદર રૂ. 1584 કરોડની વધારાની રકમને મંજૂર કરી છે.
અત્યારે રૂ. 18,500 કરોડના ખર્ચ માટેની મંજૂરી મળી છે, જેમાંથી ડીએમઆઇસી-પીઆઇટીએફને આપવામાં આવેલ, પણ ખર્ચ ન થયેલ ભંડોળનો ઉપયોગ એનઆઇસીડીઆઇટી કરશે. વધુ ચાર કોરિડોર માટે પ્રોજેક્ટની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને એનઆઇસીડીઆઇટીના વહીવટી ખર્ચ 31.03.2022 સુધી વધુ રૂ. 1584 કરોડનું ભંડોળ પ્રદાન કરવામાં આવ્યું છે.
પાંચ ઔદ્યોગિક કોરિડોર અત્યારે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ રાજ્યોને આવરી લે છે.
એનઆઇસીડીઆઇટી દેશમાં તમામ ઔદ્યોગિક કોરિડોરના સંકલિત અને એકીકૃત વિકાસ માટેની સર્વોચ્ચ સંસ્થા હશે, જે ડીઆઇપીપીના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરશે. જ્યારે તે ભારત સરકારના ભંડોળને સંસ્થાકીય ભંડોળ તરીકે હસ્તાંતરિત કરશે, ત્યારે ઔદ્યોગિક અને શહેરી વિકાસ સાથે સંબંધિત વિસ્તૃત રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ કોરિડોરના યોગ્ય આયોજન અને અમલીકરણને સુનિશ્ચિત કરશે તથા પ્રોજેક્ટ સંબંધિત પ્રવૃત્તિઓને ટેકો આપશે, મૂલ્યાંકન કરશે, માન્ય કરશે અને પ્રોજેક્ટ્સને મંજૂર કરશે. તે ઔદ્યોગિક કોરિડોર પ્રોજેક્ટ્સના વિકાસ માટે તમામ કેન્દ્રીય પ્રયાસોનું સંકલન કરશે તથા તેમના અમલીકરણ પર નજર રાખશે.
ડીએમઆઇસીડીસી હાલના ડીએમઆઇસીના કાર્ય ઉપરાંત તમામ ઔદ્યોગિક કોરિડોર માટે નોલેજ પાર્ટનર(ર્સ) કાર્યરત નહીં થાય ત્યાં સુધી તેમના નોલેજ પાર્ટનર તરીકે એનઆઇસીડીઆઇટી કામ કરશે.
એનઆઇસીડીઆઇટીની કામગીરીની સમયાંતરે સમીક્ષા કરવા નાણાં મંત્રીની અધ્યક્ષતા હેઠળ સર્વોચ્ચ નિરીક્ષણ સત્તામંડળની રચના થશે, જે પ્રોજેક્ટની પ્રગતિ પર નજર પણ રાખશે. આ સમિતિમાં સભ્યો તરીકે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી, રેલવે મંત્રી, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, જહાજ મંત્રી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ હશે.
એનઆઇસીડીઆઇટીના બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં આ સામેલ હશે (1) અધ્યક્ષ – સચિવ, ડીઆઇપીપી, (2) સચિવ, ખર્ચ વિભાગ, (3) સચિવ, આર્થિક બાબતોનો વિભાગ, (4) સચિવ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ, (5) સચિવ, જહાજ, (6) અધ્યક્ષ, રેલવે બોર્ડ, (7) સીઇઓ, નીતિ આયોગ અને (8) સભ્ય સચિવ, જેઓ એનઆઇસીડીઆઇટીની પૂર્ણકાલિન સીઇઓ તરીકે કામ કરશે. ડીએમઆઇસીડીસીના સીઇઓ એનઆઇસીડીઆઇટીના સભ્ય સચિવ/સીઇઓ તરીકે પણ કામ કરશે.
એનઆઇસીડીઆઇટીની રચના સંપૂર્ણ આયોજન અને વિકાસ અભિગમ પ્રસ્થાપિત કરી સમગ્ર ભારતમાં ઔદ્યોગિક કોરિડોર પ્રોજેક્ટ્સના વિકાસ અને અમલીકરણને સક્ષમ બનાવશે તથા ઔદ્યોગિક કોરિડોરના વિકાસમાંથી પ્રાપ્ત થયેલ અનુભવ વહેંચશે, જે આ પ્રોજેક્ટ્સના આયોજન, ડિઝાઇન અને ભંડોળ જેવા પાસામાં નવીનતા સક્ષમ બનાવશે, જે કાર્યદળની કુશળતાને વધારવા અને વિકસાવવા ઉદીપક જેવી અસર કરશે તથા રોજગારીની તકોનું સર્જન કરશે.
અત્યારે ચાલુ યોજનાઓની વિગતો અને પ્રગતિઃ
(1) દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (ડીએમઆઇસી) આ પ્રકારનો પ્રથમ ઔદ્યોગિક કોરિડોર છે, જેને વર્ષ 2011માં કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટના અમલીકરણ ભંડોળ સ્વરૂપે રૂ. 17,500 કરોડની રકમ મંજૂર કરી હતી તથા પ્રોજેક્ટના વિકાસ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ માટે રૂ. 1000 કરોડના વધારાના ભંડોળને મંજૂર કર્યું હતું, જે પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સાત ઔદ્યોગિક શહેરો માટે પાંચ વર્ષના ગાળા માટે પ્રદાન કરવામાં આવશે. ડીએમઆઇસી પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં જાપાન સરકારે 4.5 અબજ ડોલરનું ભંડોળ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ચાર ઔદ્યોગિક શહેરો/વસાહતો ગુજરાતમાં અમદાવાદ નજીક ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક શેન્દ્રા-બિડકિન ઔદ્યોગિક પાર્ક, ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઇડામાં સંકલિત ઔદ્યોગિક વસાહત પ્રોજેક્ટ અને મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નજીક સંકલિક ઔદ્યોગિક વસાહત વિલા-અમ ઉદ્યોગપુરીમાં નિર્માણ કાર્ય ચાલુ છે. ડીએમઆઇસી હેઠળ અન્ય પ્રોજેક્ટ્સ આયોજન અને વિકાસના વિવિધ તબક્કાઓમાં છે.
(2) ચેન્નાઈ-બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોર (સીબીઆઇસી) : પ્રાથમિક માસ્ટર પ્લાનિંગ મુજબ ત્રણ તુમ્કુર (કર્ણાટક), ક્રિષ્નાપટનમ (આંધ્રપ્રદેશ) અને પોન્નેરી (તમિલનાડુ)ને વિકાસ માટે ઓળખવામાં આવ્યા છે.
(3) બેંગાલુરુ મુંબઈ આર્થિક કોરિડોર (બીએમઇસી) : કર્ણાટકની રાજ્ય સરકારે વિકાસ માટે ધારવાડ નોડની ઓળખ કરી છે. મહારાષ્ટ્ર સરકારે સાંગલી કે સોલાપુર જિલ્લામાં કોરિડોરમાં સામેલ વિસ્તારના વિકાસની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
(4) અમૃતસર-કોલકાતા ઔદ્યોગિક કોરિડોર (એકેઆઇસી) રેલવેના ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ઇડીએફસી) અને આ રુટ પર હાઇવે સિસ્ટમનો ઉપયોગ આધાર તરીકે કરશે. તેનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ એમ સાત રાજ્યમાં દરેક રાજ્યમાં સંકલિત ઉત્પાદન વિસ્તાર (આઇએમસી) ઊભા કરશે.
બીએમઇસી અને એકેઆઇસી પ્રોજેક્ટ્સ વિકાસના પ્રાથમિક તબક્કામાં છે.
(5) વિઝાગ ચેન્નાઈ ઔદ્યોગિક કોરિડોર (વીસીઆઇસી) :- આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014માં કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનું પાલન કરીને ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગે નિર્ણય લીધો હતો કે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ઇસીઇસીના પ્રથમ તબક્કા તરીકે વીસીઆઇસીના અભ્યાસને હાથ ધરીશું, જેણે ઇસ્ટ કોસ્ટ ઇકોનોમિક કોરિડોર (ઇસીઇસી)ના સંદર્ભમાં શક્યતાદર્શી અભ્યાસ ધર્યો હતો. એડીબીની ટીમે વીસીઆઇસીની વિભાવના વિકાસ યોજના (સીડીપી) સંબધિત અંતિમ રિપોર્ટ રજૂ કર્યો છે. આંધ્રપ્રદેશના ચાર નોડ વિશાખાપટનમ, મછલીપટનમ, ડોનાકોન્ડા અને શ્રીકલાહસ્તી-યેરપેદુના માસ્ટર આયોજનની પ્રક્રિયાની ઓળખ એડીબીએ માર્ચ, 2016માં તેમના શરૂ થયેલા સીડીપીમાં કરી છે અને માર્ચ, 2017 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
પૃષ્ઠભૂમિ
ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ આપવા અને વૈજ્ઞાનિક રીતે આયોજિત શહેરીકરણની સુનિશ્ચિતતા કરવા માટે ભારત સરકારે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરીને રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં સંકલિત ઔદ્યોગિક કોરિડોર વિકસાવવાની વ્યૂહરચના અપનાવી છે. પાંચ કોરિડોર દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (ડીએમઆઇસી), ચેન્નાઈ-બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોર (સીબીઆઇસી), અમૃતસર કોલકાતા ઔદ્યોગિક કોરિડોર (એકેઆઇજી), બેંગાલુરુ-મુંબઈ ઇકોનોમિક કોરિડોર (બીએમઇસી) અને વિઝાગ-ચેન્નાઈ ઔદ્યોગિક કોરિડોર (વીસીઆઇસી)ને વિકસાવવા માટેની યોજના ભારત સરકારે બનાવી છે.
TR