Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના ઉદ્ધાટન સંબોધનનો મૂળ પાઠ

દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના ઉદ્ધાટન સંબોધનનો મૂળ પાઠ

દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના ઉદ્ધાટન સંબોધનનો મૂળ પાઠ

દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના ઉદ્ધાટન સંબોધનનો મૂળ પાઠ

દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના ઉદ્ધાટન સંબોધનનો મૂળ પાઠ

દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના ઉદ્ધાટન સંબોધનનો મૂળ પાઠ

દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના ઉદ્ધાટન સંબોધનનો મૂળ પાઠ


સરકારમાં મારા સહયોગીઓ,

મિત્રો તથા ભારત અને વિદેશોના વિશેષ અતિથિઓ,

હું છઠ્ઠા દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવને સંબોધિત કરવા માટે આજે અહીં ઉપસ્થિત થઇને ખૂબ ખુશ છું. આ ભારત તથા વિદેશના અર્થશાસ્ત્રીઓ, નીતિ-નિર્માતાઓ, વિચારકોને એક સાથે લાવવાનો એક સારો મંચ છે. હું નાણા મંત્રાલયને આનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું.

અહીં તમારા વિમર્શનો વિષય છે જેએએમ એટલે કે જન ધન યોજના, આધાર તથા મોબાઇલ. જેએએમની આ દ્રષ્ટિ આવનારા દિવસોમાં સરકારના ઘણા પ્રયાસોનો આધાર બનશે. મારા માટે જેએએમનો મતલબ છે કે જસ્ટ એચિવિંગ મેક્સિમમ.

– ખર્ચ કરવામાં આવેલા રૂપિયાનું મહત્તમ મૂલ્ય હાંસલ કરવું

– આપણા ગરીબોનું મહત્તમ સશક્તિકરણ

– સામાન્ય જનતા સુધી ટેક્નોલોજીની મહત્તમ પહોંચ

જોકે પોતાની વાત રાખતા પહેલા હું ભારતીય અર્થવ્યવસ્થા પર નજર નાંખવા માગું છું. દરેક મોટા સંકેતના હિસાબે ભારતીય અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરી રહી છે. 17 મહિના પહેલા સરકારનો કાર્યભાર સંભાળવાના સમયથી તુલના કરીએ તો અા ઘણું સારું પ્રદર્શન છે.

• જીડીપી વધ્યો છે અને મોંઘવારી ઓછી થઇ છે

• વિદેશી રોકાણ વધ્યું છે તથા ચાલુ ખાતાનું નુકશાન ઓછું થયું છે.

• રાજસ્વ વધ્યું છે તથા વ્યાજ દરો ઓછા થયા છે.

• રાજકોષીય ખાધ ઓછી થઇ છે તથા રૂપિયાના મૂલ્યમાં સ્થિરતા આવી છે.

સ્વભાવિક છે કે આ તમામ સંયોગવશ નથી થયું. તમે જાણો છો કે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો હાલ પણ સારો નથી. એવામાં આ સફળતા અમારા દૂરદર્શી વિચારનું પરિણામ છે. અમે મેક્રો અર્થવ્યવસ્થાનમાં જે સુધારો કર્યો છે તેનાથી તમે પરિચિત હશો. અમે રાજકોષીય મેનેજમેન્ટના મજબૂતીની દિશામાં પગલા લીધા છે. મોંઘવારી ઓછી કરવા માટે પહેલી વખત અમે રિઝર્વ બેન્ક સાથે મૌદ્રિક ફ્રેમવર્કનો કરાર કર્યો છે. એટલે સુધી કે રાજકોષીય ખાધને ઓછી કરવા માટે પણ અમે ઉત્પાદક સાર્વજનિક રોકાણને વધાર્યું છે. આ બે રીતે સંભવ થયું છે. પહેલું તો એ કે અમે જીવાશ્મ ઇંધણ પર કાર્બન ટેક્સ લગાવ્યો છે. અમે ડીઝલની કિંમતો પરથી નિયંત્રણ હટાવવાનો સાહસિક નિર્ણય લીધો છે અને એવી જ રીતે ઉર્જા સબસીડીને પૂરી કરી દીધી છે. કોલસાના ઉપ કર (સેસ)ને વધારીને 50 રૂપિયા પ્રતિ ટનથી 200 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યું છે. દુનિયાભરમાં કાર્બન ટેક્સ પર મોટીમોટી વાતો થાય છે. જોકે તે અંગે કામ થતું નથી ફક્ત વાતો જ થાય છે. અમે તે વિષય પર કામ કર્યું છે. બીજું, અમે ઉદ્યોગો પર થતા નકામા ખર્ચાને બચાવ્યો છે. એમાંથી અમુક રીતો તમારા અેજન્ડામાં છે, જેમ કે સબસીડી યોગ્ય લોકો સુધી પહોંચાડવા માટે આધારનો ઉપયોગ. બીજા પણ ઘણા સુધારા છે. જે અંગે તમે જાણો છો. જોકે સામાન્ય રીતે લોકો માને છે કે અમારા સુધારા ઘણા વ્યાપક, વધારે અસરકારક છે.

હું તે અંગે વિસ્તારથી જણાવું તે પહેલા હું અહીં બે મુદ્દાનો ઉલ્લેખ કરવા માગુ છું. પહેલું એ કે સુધારો કોના માટે અને સુધારનું લક્ષ્ય શું હોવું જોઇએ, શું આ ફક્ત જીડીપી વધારવા માટે કરવામાં આવે કે પછી આ સમાજમાં પરિવર્તન લાવવા માટે છે. મારો જવાબ સ્પષ્ટ છે. વી મસ્ટ રીફોર્મ ટૂ ટ્રાન્સફોર્મ. એટલે કે આપણે પરિવર્તન માટે સુધારો કરવો પડશે.

બીજો સવાલ એ છે કે આખરે સુધારો કોના માટે કરવામાં આવે. સુધારો કોની માટે હોય. શું આપણો ઉદ્દેશ્ય વિશેષજ્ઞોના સમૂહને પ્રભાવિત કરવા તથા બૌદ્ધિક વિચારમાં વધારો કરવા માટે હોય. કે પછી એનો ઉદ્દેશ્ય થોડા આંતરરાષ્ટ્રીય લીગોમાં કંઇક હાંસલ કરવા માટે હોય. તે અંગે પણ મારો જવાબ સ્પષ્ટ છે. સુધારો ત્યાં જ થાય જ્યાં તમામ નાગરિકોની મદદ થાય, ખાસ કરીને ગરીબોની. ગરીબોને સારી જિંદગી હાંસલ કરવામાં મદદ મળી શકે. એટલે કે સૌનો સાથ, સૌનો વિકાસ.

ટૂંકાણમાં કહીએ તો સુધારો પોતાનામાં જ કોઇ છેલ્લો મુકામ નથી પરંતુ અહીં સુધી પહોંચવા માટેના લાંબા સફરમાં આ એક પડાવની જેમ છે. અને આ મંજિલ છે ભારતમાં પરિવર્તન લાવવાની. એટલા માટે જ મેં કહ્યું હતું કે રિફોર્મ ટુ ટ્રાન્સફોર્મ. એટલા માટે પરિવર્તન માટે સુધારો નાની ઝડપી દોડ નથી પરંતુ મેરેથોન છે.

અમે જે સુધારાઓની દિશામાં કદમ વધાર્યા છે, તે ઘણા પ્રકારના છે. સરળ શબ્દોમાં, હું તેમને નાણાકિય, ઢાંચાગત તથા સંસ્થાગત સુધારાઓના રૂપે વર્ગીકૃત કરીશ. મારા માટે અહીં તે અંગે તમામ સુધારાઓને કવર કરવા સંભવ નથી. જોકે હું નિશ્ચિત રીતે અમુક સર્વાધિક મહત્વપૂર્ણ સુધારાઓનો ઉલ્લેખ કરીશ.

હું તેની શરૂઆત નાણાકિય સુધારાઓથી કરું છું. અમે હંમેશાં વ્યાજદરો તથા ઋણ નિતીઓની ચર્ચા કરીએ છીએ. વ્યાજદરોમાં ફેરફાર પર ઘણા મહિનાઓ સુધી ચર્ચા થાય છે. ઘણા ટન ન્યૂઝપ્રિન્ટ તથા ટેલિવિઝનના ઘણા કલાક એની પર બર્બાદ થાય છે. નિ:સંદેહ વ્યાજ દરો અત્યંત મહત્વપૂર્ણ છે. જોકે શું વ્યાજદરો એ લોકો માટે મહત્વપૂર્ણ છે, જે બેન્કિંગ પ્રણાલીમાંથી બહાર છે ? શું વ્યાજદરો એ વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે, જેને કોઇ પણ બેન્ક પાસેથી ક્યારેય ઉધાર કે લોન મળવાની કોઇ સંભાવના નથી. આ કારણ છે કે વિકાસ સાથે જોડાયેલા વિશેષજ્ઞો નાણાકિય સમાવેશની વકિલાત કરે છે. છેલ્લા 17 મહિનાઓમાં અમારી ઉપલબ્ધિ રહી છે કે તે દરમિયાન 190 મિલિયન લોકોને બેન્કિંગ પ્રણાલીના દાયરામાં લાવવામાં આવ્યા છે. આ સંખ્યા દુનિયાના માટોભાગના દેશોની કુલ વસ્તી કરતાં પણ વધારે છે. વર્તમાનમાં એ કરોડો લોકો અમારી બેન્કિંગ નીતિનો ભાગ છે તથા વ્યાજ દર જેવા શબ્દો તેના માટે મહત્વપૂર્ણ છે. આ લોકોને ફક્ત બેન્કિંગ નીતિના દાયરામાં જ લાવવામાં આવ્યા નથી પરંતુ તેમણે એ દર્શાવ્યું છે કે પિરામીડની તળેટીમાં ખૂબ જ તાકાત હોય છે. તમે માનો કે ન માનો, જન ઘન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતોઓમાં આજે કુલ બેલેન્સ લગભગ 26,000 કરોડ રૂપિયા કે લગભગ ચાર અબજ ડોલર છે. એનાથી સ્પષ્ટ થાય છે કે નાણાકિય સમાવેશને લઇને અમારા સુધારા મોટો ફેરફાર લાવવામાં સફળ રહ્યા છે. જોકે તેમ છતાં પણ આ મૌન ક્રાંતિની તરફ કદાચ જ કોઇનું ધ્યાન ગયું હશે.

એક અન્ય મહત્વના ફેરફાર અંતર્ગત જન ધન યોજનાએ ઇલેક્ટોનિક ચૂકવણી કરવા તથા મેળવવાના મામલામાં પણ ગરીબોને સશક્ત બનાવ્યા છે. દરેક જન ધન ખાતાધારક એક ડેબિટ કાર્ડ મેળવવાનો હકદાર છે. ભારતીય બેન્કોને મોબાઇલ એટીએમના સંચાલન માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મોબાઇલ એટીએમ એ હોય છે કે જેમાં હાથમાં રાખવામાં આવેલા એક સાધન દ્વારા રોકડાની નિકાસ કરવામાં આવે છે તથા સામાન્ય બેન્કિંગ કાર્ય પૂરા કરવામાં આવે છે. એટલું જ નહીં, જન ધન યોજના તથા રુપે ડેબિટ કાર્ડના કારણે જ અમે ડેબિટ તથા ક્રેડિટ કાર્ય વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધા પણ સુનિશ્ચિત કરી છે. એમાં પરંપરાગત રીતે થોડા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું વર્ચસ્વ હોય છે. ત્યાં સુધી કે એક વર્ષ પહેલા સુધી બજારમાં કદાચ જ કોઇ સ્વદેશી કાર્ડ બ્રાન્ડ હતી. આજે ભારતમાં 36 ટકા ડેબિટ કાર્ડ અસલમાં રુપે કાર્ડ જ છે.

નાણાકિય સમાવેશ ફક્ત બેન્ક ખાતા ખોલવા કે ઇલેક્ટ્રોનિક ચૂકવણી કરવામાં સક્ષમ બનાવવા સુધી જ સિમિત નથી. મારો એ પાક્કો વિશ્વાસ છે કે ભારતમાં જબરદસ્ત ઉદ્યમશીલતા છે. તેની જાળવણી કરવાની જરૂર છે. જેથી ભારત રોજગાર મેળવવા માટે ઉત્સુક લોકોના સ્થાને રોજગાર આપનારા લોકોના રાષ્ટ્રમાં ફેરવાઇ શકે. જ્યારે અમે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે અમને જાણવા મળ્યું હતું કે 58 મિલિયન બિનકોર્પોરેટ ઉદ્યમ 128 મિલિયન રોજગાર આપી રહ્યો હતો. એમાંથી 60 ટકા ગ્રામીણ વિસ્તારમાં હતા. એમાંથી 40 ટકાથી વધારે લોકો પછાત વર્ગોમાંથી તથા 15 ટકા લોકો અનુસુચિત જાતીઓ તથા જનજાતિઓ સાથે જોડાયેલા લોકો હતા. જોકે તેમની નાણાકિય પોષણમાં બેન્ક દેવાનો ભાગ ખૂબ જ ઓછો હતો. એમાંથી મોટાભાગના લોકોને તો ક્યારેય કોઇ પણ બેન્કમાંથી કોઇ લોન મળી નહોતી. બીજા શબ્દોમાં, અર્થવ્યવસ્થાના એ સેક્ટરને સૌથી ઓછી લોન મળી, જે સર્વાધિક રોજગાર આપતું હતું. જ્યાં સુધી વધુ એક જન ધન યોજનાનો ઉદ્દેશ્ય બેન્કિંગ સુવિધાઓથી વંચિત લોકોને બેન્કિંગની સીમામાં લાવવાનો હતો, તો બીજા સુધારાનો ઉદ્દેશ્ય લોનની સુવિધાથી વંચિત લોકોને લોન અપાવવાનો હતો. અમે માઇક્રો વિકાસ તથા પુનર્વિત એજન્સી યોજના, જે મુદ્રાના નામથી ઓળખાય છે. એના અંતર્ગત એક નવી નાણાકિય તથા નિયામક વ્યવસ્થા લાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત બેન્ક નાના કારોબારીઓને છ મિલિયનથી પણ વધારે લોન આપી ચૂક્યા છીએ. જેની કુલ રકમ મળીને લગભગ 38000 કરોડ રૂપિયા અથવા છ અબજ ડોલર છે. જો એમ માનીને ચાલીએ કે દરેક લોકો બે રોજગાર સુનિશ્ચિત કરે છે તો એ હિસાબે અમે 12 મિલિયન નવા રોજગારના પાયા નાંખ્યા છે. એટલે સુધી કે કોર્પોરેટ સેક્ટરમાં 200 હજાર કરોડ રૂપિયાના રોકાણ થયા બાદ પણ એટલી મોટી સંખ્યામાં રોજગાર સુનિશ્ચિત થશે નહીં. અમે હવે અેક કાર્યક્રમ સુનિશ્ચિત કર્યો છે, જે અંતર્ગત દરેક બેન્કની એક શાખા અર્થાત 125000 શાખાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવામાં એક દલિત અથવા અનુસુચિત જનજાતિના એક વ્યક્તિ તથા એક મહિલાની મદદ કરશે. અમે એવો એ માહોલ પણ બનાવવામાં લાગ્યા છીએ, જે અટલ નવાચાર મિશન તથા સ્વરોજગાર તથા પ્રતિભા ઉપયોગ કાર્યક્રમ દ્વારા નવાચાર તથા સ્ટાર્ટ-અપ્સને વધારો આપે.

એક અન્ય નાણાકિય સુધારા અંતર્ગત નવી સામાજિક સુરક્ષા યોજનાઓના માધ્યમથી સુરક્ષા સુલભ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. અમે વગર સબ્સિડીવાળી ત્રણ સારી યોજનાઓ શરૂ કરી છે. જેમાં દુર્ઘટના વિમા, જીવન વિમા તતા પેન્શનને કવર કરવામાં આવી છે. એના અંતર્ગત વ્યાપક કવરેજને ધ્યાનમાં રાખીને પ્રીમિયમને ઘણું ઓછું રાખવામાં આવ્યું છે. હવે 120 મિલિયનથી પણ વધારે સભ્યો થઇ ગયા છે.

અેમાંથી મોટાભાગના સુધારાઓને સફળ બનાવવા માટે અાપણને એક સુદ્દઢ બેન્કિંગ પ્રણાલીની જરૂર છે. આપણને એક એવી પ્રણાલી વિરાસતમાં મળી છે જેમાં સંભવત : ભાઇ-ભત્રીજાવાદ તથા ભ્રષ્ટાચાર બેન્કિંગ નિર્ણયો તથા સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાં થનારી નિયુક્તિઓ પણ હાવી હતી. બેન્કરો સાથે પ્રધાનમંત્રીની થયેલી અત્યાર સુધીની પ્રથમ પરિચર્ચા, જેમાં જ્ઞાન-સંગમના નામે જાણવામાં આવે છે, ત્યાર બાદ અમે આ પ્રકારની પ્રવૃત્તિમાં ફેરફાર માટે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. દક્ષતા વધારવા માટે અનેક મોટા નિર્ણયો ઉઠાવવામાં આવ્યા છે, જેમાં પ્રદર્શનથી સંબંધિત સ્ષષ્ટ ઉપાય તથા જવાબ સાથે જોડાયેલી વ્યવસ્થા પણ સામેલ છે. અમે પર્યાપ્ત પૂંજી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

જોકે બિનનાણાકિય પગલા એનાથી પણ વધારે કારગત સાબિત થયા છે. બેન્કિંગ નિર્ણયોમાં હસ્તક્ષેપ સમાપ્ત થઇ ગયો છે. બેન્ક બોર્ડ બ્યૂરો અંતર્ગત નિયુક્તિઓ માટે એક નવી પ્રક્રિયા કાયમ કરવામાં આવી રહી છે. વિશ્વસનીય તથા સક્ષમ બેન્કરોને જુદી જુદી બેન્કોના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. 46 વર્ષ પહેલા બેન્કોના રાષ્ટ્રીયકરણ બાદ પહેલી વખત ખાનગી ક્ષેત્રના પ્રોફેશનલોને પ્રમુખપદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ એક મુખ્ય સુધારો છે.

હવે આખી ઇકો સિસ્ટમ પર ફોકસ ગરીબી નિવારણ પર છે. સંભવત : તેને ગરીબી નિવારણ ઉદ્યોગ કહી શકાય છે. નિશ્ચિત રીતે ઇરાદા સારા છે. સમગ્ર રીતે સમજી વિચારીને તૈયાર કરવામાં આવેલી યોજનાઓ તથા સબ્સિડીને ચોક્કસ રીતે મહત્વ આપવામાં આવે છે. જોકે ગરીબી નિવારણ ઉદ્યોગ સશક્તિકરણની જગ્યાએ ગરીબોનું સશક્તિકરણ કરાશે તો વધારે કારગત સાબિત થશે. આપણા નાણાકિય સુધારા પોતે ગરીબોને ગરીબી સામે જંગ લડવા તાકાત આપે છે. હું એક ઘરનું ઉદાહરણ આપવા માગુ છું. અમુક ખર્ચાનો થોડોક ભાગ એના પાયા તથા માળખામાં ખર્ચ થાય છે. ત્યાર બાદ જોડાણ, તથા ફર્નીચર પર થનારા ખર્ચનો નંબર આવે છે. જો પાયો કમજોર હશે તો, સારું ફિટિંગ અથવા આકર્ષક ફ્લોર ટાઇલ્સ કે સારા પડદા પર કરવામાં આવેલું રોકાણ સંભવત : ટકાઉ સાબિત નહીં થાય. અંત : નાણાકિય સમાવેશ તથા સામાજિક સુરક્ષા દ્વારા ગરીબોનું સશક્તિકરણ વધારે સ્થિર તથા ટકાઉ સમાધાન સાબિત થશે.

હવે હુ જુદા જુદા ક્ષેત્રોમાં કરવામાં આવેલા પાયાગત ફેરફારોનો ઉલ્લેખ કરું છું.

આજીવિકા આપવા માટેના ઉદ્દેશ્યથી કૃષિ હજી પણ ભારતનો મુખ્ય આધાર છે. અમે અનેક સુધારાઓ લાગૂ કર્યા છે પહેલા ખાતર સબ્સિડીને એજ કદમાં અાપવા કરતાં તેને રસાયણ ઉત્પાદનમાં લગાવવામાં આવતું હતું. એક સરળ પરંતુ અત્યંત કારગર ઉપાય લીમડાનું કોટેડ ખાતર છે, જે ડાઇવર્ઝન માટે શ્રેષ્ઠ છે. એને અગાઉ નાના સ્તર પર શરૂ કરવામાં આવ્યું હતું. હવે અમે યુરિયાની સાર્વભૈમિક લીમડાના કોટિંગની તરફ અગ્રેસર બન્યા છીએ. જેના કારણે અન્ય જગ્યાએ અાપવામાં આવતી સબ્સિડીના કરોડો રૂપિયા પહેલેથી જ બચાવી લેવાયા છે આ એક વાતનું અનોખું ઉદાહરણ છે કે કેવી રીતે સાધારણ સુધારા પણ અત્યંત કારગર સાબિત થઇ શકે છે

અમે રાષ્ટ્રીય સ્તર પર મૃદા આરોગ્ય કાર્ડ લોન્ચ કર્યું છે, જેનાથી દરેક ખેડૂતને પોતાની જમીનની માટીની ચકાસણી વિશે આવશ્યક જાણકારી મળે છે. એનાથી ખેડૂતને કાચા માલની યોગ્ય માત્રામાં તથા તેમના મિશ્રણની પસંદગી કરવામાં મદદ મળે છે એનાથી કાચા માલની બરબાદી ઘણે સુધી ઓછી થઇ જાય છે અને પાકનું પ્રમાણ વધે છે એ ઉપરાંત માટી પણ સચવાય છે. બિનજરૂરી રાસાયણિક કાચા માલનો ઉપયોગ ઓછો કરવો ગ્રાહકોની સેહત માટે પણ સારું છે. એટલું જ નહીં, એનાથી ખેડૂતોને પોતાની જમીન માટે સર્વોત્તમ પાક પસંદ કરવામાં પણ મદદ મળે છે. અનેક ખેડૂતો આ તથ્યથી અજાણ હતા કે તેમની જમીન વાસ્તવમાં કોઇ બીજા પાક માટે ઘણી વધારે મદદગાર છે આર્થિક રીતે પણ એ ફાયદાની વાત છે એનાથી ખર્ચ ઓછો થાય છે, પાક વધે છે, પર્યાવરણ સારું થાય છે તથા ગ્રાહકોની સેહતનું પણ રક્ષણ થાય છે. 140 મિલિયન મૃદા આરોગ્ય કાર્ડ જારી કરવામાં આવશે, જેના માટે 25 મિલિયનથી પણ વધારે માટીના નમૂનાના સંગ્રહની જરૂર પડશે. લગભગ 1500 પ્રયોગશાળાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા આ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવશે. લગભગ ચાર મિલિયન નમૂનાનો સંગ્રહ પહેલેથી જ કરી દેવાયો છે આ પણ એક વ્યાપક ફેરફાર લાવવા માટેનો એક સુધારો છે.

અમે ‘તમામ માટે આવાસ’ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે, જે વિશ્વભરમાં એક અત્યંત મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે. એના અંતર્ગત 20 મિલિયન શહેરી મકાન તથા 30 મિલિયન ગ્રામીણ મકાનો બનાવવામાં આવશે. આવી રીતે લગભગ 50 મિલિયન મકાન બનાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઇ ભારતીય બેઘર ન રહી જાય.એનાથી પણ વધારે અકુશલ, અર્ધકુશલ તથા ગરીબો માટે મોટીસંખ્યામાં રોજગારનું સર્જન કરવામાં આવશે. અા એક કાર્યક્રમ છે જેમાં વ્યાપક ફેરફાર આવશે.

ભારતના શ્રમ બજારો વિશે કહેવામાં આવે છે તથા ઘણું લખવામાં આવ્યું છે. અમે પહેલેથી જ ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લઇ ચૂક્યા છીએ. રોજગાર બદલવાના સમયે ભવિષ્યનિધિ તથા અન્ય લાભ મેળવવામાં અસમર્થ રહેવા બદલ સંગઠિત ક્ષેત્રના અનેક કર્મચારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. કોઇ એક નિયોક્તા અંતર્ગત મળનારા લાભને બીજા નિયોક્તાને ત્યાં સ્થળાંતરીત કરવો ઘણો મુશ્કેલ હોય છે. અમે એક સાર્વભૌમિક ખાતા સંખ્યા શરૂ કરી છે, જે રોજગાર બદલવાના સમયે પણ સંબંધિત કર્મચારીની પાસે ચાલુ રહેશે. એનાથી કર્મચારીઓને નોકરી બદલવામાં પણ આસાની થશે તથા નિયોક્તાઓ તથા કર્મચારીઓ બંનેની સહુલિયત સચવાશે.

અમે એનાથી પણ આગળ એક કદમ ઉઠાવ્યું છે. અમે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના સાર્વભૌમિક ઓળખ સંખ્યા આપીને તેમના માટે અમુક વિશેષ ન્યૂનત્તમ સામાજિક સુરક્ષા લાભ સુનિશ્ચિત કરીને તેમને સશક્ત બનાવ્યા છે. આગામી વર્ષોમાં ભારતમાં રોજગારોની ગુણવત્તા પર નિશ્ચિત રીતે એની વ્યાપક અસર જોવા મળશે.

પ્રધાનમંત્રી બન્યા પહેલા મને અનેક આર્થિક વિશેષજ્ઞો તરફથી ભારતમાં આવશ્યક સુધારાઓ અંગે અનેક સુઝાવો પ્રાપ્ત થતા હતા. જોકે અમાંથી કોઇ પણ સુઝાવમાં સ્વચ્છતા તથા સાફ સફાઇ અંગે ઉલ્લેખ કરવામાં આવતો નહોતો. સ્વાસ્થ્ય તથા પેયજળ આપૂર્તિની સાથે સાથે સાફ સફાઇની પણ અનેક વર્ષો સુધી અનદેખી કરવામાં આવતી હતી. એને હંમેશાં બજેટ તથા યોજનાઓના તથા વ્યયના એક સવાલના રૂપે જોવામાં આવતું હતું. જોકે તેમ છતાં પણ તમે બધા એ વાતથી સહેમત હશો કે કમજોર સાફસફાઇ તથા સ્વચ્છતાનો અભાવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો છે. અને આપણા સારા સ્વાસ્થ્યનો દરેક પ્રકાર પ્રભાવિત થાય છે. ખાસ કરીને મહિલાઓ માટે એનું વધારે મહત્વ છે. અમારું સ્વચ્છ ભારત અભિયાન ફક્ત સ્વાસ્થ્ય તથા સાફ સફાઇ પર અસર કરશે તેમ નથી પરંતુ મહિલાઓની સ્થિતિ તથા સુરક્ષામાં પણ વધારો સુનિશ્ચિત કરશે. એનાથી એ વાત એકદમ સ્પષ્ટ છે કે સ્વચ્છ ભારત અભિયાનથી સારા સ્વાસ્થ્યને લઇને જન જાગૃતિ વધશે. આ સુધારો સફળ સાબિત થશે તો મને પાક્કો વિશ્વાસ છે કે એનાથી ભારતમાં જબરદસ્ત ફેરફાર જોવા મળશે.

અમે પરિવહનના ક્ષેત્રમાં પણ વ્યાપક સુધારાઓ કર્યા છે. વૈશ્વિક સ્તર પર કુલ વેપારમાં કમી હોવા છતાં પણ વર્ષ 2014-15માં અમારા મુખ્ય બંદરો પર કુલ હેરફેરમાં પાંચ ટકા તથા પરિચાલન આવકમાં 11 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ભારતીય જહાજરાની નિગમે છેલ્લા અનેક વર્ષોથી ખોટ કરી હતી તથા વર્ષ 2013-14માં નિગમને 275 કરોડ રૂપિયાની ખોટ ગઇ હતી. 2014-15માં નિગમને 201 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. એ ફક્ત એક જ વર્ષમાં લગભગ 500 કરોડ રૂપિયાનો વ્યાપક સુધારો થયો છે. રાજમાર્ગો સાથે જોડાયેલા નવા કાર્યોને ગતિ પણ વર્ષ 2012-13ના 5.2 કિમી પ્રતિ દિવસ તથા વર્ષ 2013-14ના 8.7 કિમી પ્રતિ દિવસથી વધીને હવે 23.4 કિમી પ્રતિ દિવસ થઇ ગઇ છે. સાર્વજનિક ક્ષેત્રના કામકાજમાં આ પ્રકારે મોટા ફેરફારથી આખી અર્થવ્યવસ્થમાં અનેક ગણો સુધારો જોવા મળશે.

એક અન્ય ઉપાય અમે ‘મૃત પૈસા’ની ઓળખ કરવાનો તથા તેના ઉત્પાદક ઉપયોગના રૂપમાં કર્યો છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ સોનું છે. ભારતમાં સોના પ્રત્યે દેશવાસીઓને સાંસ્કૃતિક લગાવ છે. અર્થશાસ્ત્રીઓ રૂપે તમે આ સંભવત : સારી રીતે સમજતા હશો કે તથાકથિત સાંસ્કૃતિક લગાવનો એક મજબૂત આર્થિક લોજીક છે. ભારતમાં સામાન્ય રીતે મોટી મોંઘવારી જોવામાં આવે છે. મોંઘવારીના મારથી બચવા માટે સોનાને ઘણો સહાયક માનવામાં આવે છે. અને એનામાં પરિવર્તન આવવાથી ઉંચી કિંમત પણ મળે છે. એની ઉપયોગીતા પણ મહિલાઓના સશક્તિકરણનો એક સ્ત્રોત છે, જે પરંપરાગત રૂપે ઘરેણાની મુખ્ય માલિક હોય છે. જોકે આ સૂક્ષ્મ આર્થિક ગુણ એક મોટા આર્થિક અવગુણમાં ફેરવાઇ શકે છે. અહીંયા મોટી સંખ્યામાં સોનાની આયાત કરાય છે. અમે હાલમાં જ સ્વર્ણ સંબંધિત અનેક યોજનાઓ શરૂ કરી છે. એનાથી સોનાને વાસ્તવમાં પોતાની સાથે રાખ્યા વગર જ દેશવાસિઓને સ્વર્ણ મોંઘવારી સંબંધિત સરંક્ષણની સાથે સાથે સામાન્ય વ્યાજ પણ મળશે. નિશ્વિત રીતે આ પણ એક મહત્વનો સુધારો છે, જેમાં જબરદસ્ત ફેરફાર લાવવાની ક્ષમતા છે.

હવે હું સંસ્થાગત તથા શાસન સંબંધિત સુધારાઓનો ઉલ્લેખ કરું છું.

વર્ષોથી યોજના આયોગની ઘણી ટીકા થાય છે. એને સામાન્ય રીતે એક કષ્ટકર કેન્દ્રીકૃત શક્તિના રૂપે જોવામાં આવતું હતું, જે રાજ્યો પર કેન્દ્રની ઇચ્છાને થોપતી હતી. આ એક અલગ વાત છે કે એનાથી થોડા ટીકાકારોની અચાનક જ આ સંસ્થા પ્રત્યે પ્રશંસા વધી ગઇ હતી, જ્યારે પહેલા તેઓ એનો તિરસ્કાર કરતા હતા. સત્તામાં આવ્યા બાદ અમે એક નવી સંસ્થા બનાવી હતી. જે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિગ ઇન્ડિયા એટલે કે નિતિના નામથી ઓળખાતું હતું. નીતિનું મારું વિઝન યોજના આયોગથી ઘણું જુદું છે. આ વિચારો તથા કાર્યવાહીનો એક સહયોગાત્મક મંચ છે. જ્યાં રાજ્ય પૂર્ણ ભાગીદાર છે તથા જ્યાં કેન્દ્ર તથા રાજ્ય સહકારી સંઘવાદની ભાવના એકજૂટ થાય છે. સંભવત : અમુક લોકોએ વિચાર્યું હતું કે આ એક ફક્ત નારો જ છે. જોકે અમારી પાસે એના રૂપાંતરકારી શક્તિના ચોક્કસ ઉદાહરણો છે. હવે હું તેની વ્યાખ્યા કરું છું.

જેમ કે તમે બધા જાણો છો કે 14માં નાણાકિય આયોગે આ ભલામણ કરી હતી કે રાજ્યોએ પોતે હસ્તાંતરણના રૂપે કેન્દ્રીય રાજસ્વમાં વધારે ભાગ આપવો જોઇએ. એનાથી વિપરીત અમુક આંતરીક સલાહ મળ્યા બાદ પણ મેં તેની ભલામણને સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે. અેનાથી કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓના પુનર્ગઠનની વધારે જરૂર અનુભવાઇ રહી છે. વર્ષ 1952માં પ્રથમ પંચવર્ષીય યોજના બાદથી જ કેન્દ્ર દ્વારા એકતરફી રીતે નિર્ણય લેવામાં આવતા હતા. અમે અમુક અલગ કામ કર્યું. કેન્દ્રીય યોજનાઓમાં ભાગીદારીની પેટર્ન નક્કી કરવાની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓના એક સમૂહને બદલે નીતિમાં મુખ્યમંત્રીના એક ઉપસમૂહને સોંપવામાં આવ્યું છે અને મને એ કહીને અત્યંત આનંદ થઇ રહ્યો છે કે સહકારિતા સંઘ વ્યવસ્થાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રીઓએ ભલામણોની અેક સૂચિ પર સર્વસંમતિ સંભવ કરી હતી તેમનો રિપોર્ટ મને 27 ઓક્ટોબરે પ્રાપ્ત થયો હતો. ભાગીદારીની પેટર્ન પર મુખ્ય ભલામણને એ જ દિવસે સ્વીકારી લેવામાં આવી હતી તથા લેખિત નિર્દેશ આગામી દિવસે જ જારી કરવામાં આવ્યા હતા. ઘણી અન્ય બાબતો પર પણ એ મુખ્યમંત્રી રાષ્ટ્રીય એજન્ડા નક્કી કરવામાં અાગેવાની કરી રહ્યા છે. સંસ્થાનમાં સુધારો નક્કી કરવા અમે સંબંધોમાં પણ ફેરફાર કર્યો છે.

‘મેક ઇન ઇન્ડિયા’ તથા ‘વ્યવસાય કરવામાં સુગમતા’નું અમારું કાર્ય નિ:સંદેહ જગજાહેર છે. મેક ઇન ઇન્ડિયા પર અમારા વિશેષ જોરને વિશ્વ વેપારની ધીમા વૃદ્ધિ દરના રૂપમાં જોવામાં આવવું જોઇએ. વેપારનો વૃદ્ધિ દર વર્ષ 1983થી લઇને 2008 વચ્ચે જીડીપી વૃદ્ધિ દરથી આગળ નીકળી ગયો છે. જોકે ત્યાર બાદથી જ જીડીપીની સરખામણીમાં વેપાર ધીમી ગતિથી વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. અંત: ઘરેલુ ખર્ચ માટે ઉત્પાદન વિકાસની રીતે મહત્વપૂર્ણ છે.

તમને બધાને સંભવત: એક વાતની જાણ હશે કે વિશ્વ બેન્કના ‘ડૂઇંગ બિઝનેસ સર્વેક્ષણ’માં ભારતના રેન્કિંગમાં હવે ઘણો સુધારો થયો છે. જોકે રાજ્યો વચ્ચે અત્યંત સ્વસ્છ તથા રચનાત્મક પ્રતિસ્પર્ધા એક નવી ખાસ વાત છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અમુક ટોચના રાજ્યોમાં ઝારખંડ, છત્તીસગઢ તથા ઓરિસ્સા પણ સામેલ છે. આ રચનાત્મક પ્રતિસ્પર્ધા સંઘીય વ્યવસ્થાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

65 વર્ષોથી પણ વધારેની પરંપરા તોડતા અમે અહીં સુધી કે વિદેશ નીતિમાં પણ રાજ્યોને સામેલ કર્યા છે. વિદેશ મંત્રાલયને કહેવામાં આવ્યું છે કે તે રાજ્યોની સાથે મળીને કામ કરે. જ્યારે હું ચીનના પ્રવાસે ગયો હતો, તો ‘રાજ્યથી રાજ્ય વચ્ચે શિખર સંમેલન’ પણ આયોજિત કરવામાં આવ્યું હતું. રાજ્યોથી નિર્યાત સંવર્ધન પરિષદો બનાવવા અંગે જણાવવામાં આવ્યું હતું. રાજ્યોની વિચારસરણીને વૈશ્વિક બનાવવા પણ એક મહત્વનો સુધારો છે, જેમાં મોટાપાયે ફેરફાર લાવવાની ક્ષમતા છે.

મને પાક્કો વિશ્વાસ છે કે ભારતની જનતા ખૂબ જ પરિપક્વ છે તથા ખુરશી પર બેઠા બેઠા ટીકા કરવાની જગ્યાએ સાર્વજનિક રીતે ખૂબ જ ઉત્સાહિત છે તથા વિશેષ રીતે તેનો શ્રેય એમને જ જાય છે. ગવર્નન્સ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ મુદ્દો નાગરિકો તથા સરકાર વચ્ચે પારસ્પરિક વિશ્વાસનો છે. અમે હસ્તાક્ષરોના પ્રમાણિકરણની અનેક જરૂરોને સમાપ્ત કરતાં નાગરિકો પર વિશ્વાસ કરીને આ દિશામાં શરૂઆત કરી. ઉદાહરણ માટે ઉચ્ચ શિક્ષા વિભાગના જુદા જુદા શૈક્ષણિક પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે આવશ્યક દસ્તાવેજોના સ્વપ્રમાણીકરણની મંજૂરી વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. અમે ઓનલાઇન બાયોમેટ્રિક ઓળખ શરૂ કરી પેન્શનભોગીઓ માટે જીવન પ્રમાણ પત્ર હેતુ સરકારી કાર્યાલય સુધી જવાની અનિવાર્યતા પૂરી કરી દીધી છે. અર્થશાસ્ત્રીઓનું પરંપરાગત રીતે એમ માનવું છે કે લોકો સ્વહિતને જોતા જ કામ કરે છે. જોકે ભારતમાં સ્વૈચ્છિક ભાવનાની લાંબી પરંપરા છે. આપણે રસોઇ ગેસ સબ્સિડીને સ્વેચ્છાએ છોડવામાં જન સહયોગ માટે ‘ગિવ ઇટ અપ ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું છે. અમે તેમને વાયદો કર્યો હતો કે છોડનારા તમામ કનેક્શન એ ગરીબ પરિવારને આપવામાં આવશે જેમની પાસે હાલમાં ગેસની સુવિધા નથી. એનાથી અમે બાળવાના લાકડાનો ઉપયોગ કરનારી અનેક ગરીબ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત ખતરાની સાથે સાથે શ્વાસની બિમારીથી બચવામાં પણ મદદ મળશે. એને જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થયું હતું. અમુક મહિનાની અંદર જ 4 મિલિયનથી પણ વધારે ભારતીયોએ પોતાની ગેસની સબ્સિડી છોડી દીધી છે. એમાં મોટાભાગે અમીર પરિવારો નથી અને તે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો છે. જો આ રૂમમાં ઉપસ્થિત કોઇ પણ વ્યક્તિની પાસે સબ્સિડીવાળું કનેક્શન છે, તો હું તેમને સબ્સિડી છોડવા માટે જણાવીશ.

આ મારા માટે એક ઉપલબ્ધિ છે જે હું વિચારું છું, અેનાથી અમારા ટીકાકારો પણ અસહેમત થતા નથી. આ ભ્રષ્ટાચારના સ્તરમાં પરિવર્તનને દર્શાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી અર્થશાસ્ત્રીગણ તથા અન્ય વિશેષજ્ઞો કોઇ પણ વિકાસશીલ અર્થવ્યવસ્થાની પ્રગતિમાં ભ્રષ્ટાચારને એક મુખ્ય બાધા માનતા રહ્યા છે. અમે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવનારાઓ માટે અનેક નિર્ણાયક નિર્ણયો લીધા છે. હું પહેલા જ એ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યો છું કે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાં શું ફેરફાર લાવ્યા છીએ. અન્ય એક પ્રમુખ સુધારો જગજાહેર છે. આ સુધારાનું જોડાણ મહત્વપૂર્ણ સંસાધનોના ફાળવણીની મનમાનીની સમાપ્તિથી છે. કોલસો, સ્પ્રેક્ટ્રમ તથા એફએમ રેડિયોની હરાજીથી મોટીમાત્રામાં વધારાનું મહેસૂલ પ્રાપ્ત થયું છે. કોલસાના મામલે મુખ્ય લાભાર્થી ભારતના અમુક નિર્ધનતમ રાજ્ય રહ્યા છે, જેમની પાસે હવે વિકાસ માટે વધારે સંસાધનો હશે. કનિષ્ઠ સ્તર પર સરકારી પદો માટે થનારા સાક્ષાત્કારમાં સામાન્ય રીતે ભ્રષ્ટાચારના એક સાધન તરીકે જોવામાં આવે છે. અમે હાલમાં જ સરકારમાં નાના પદો માટેની સાક્ષાત્કાર પ્રણાલીને ખતમ કરી હતી. અમે પારદર્શી લેખિત પરીક્ષાના પરિણામો પર ભરોસો કરીને એ નક્કી કરીશું કે કોની પસંદગી કરવામાં આવે. કરચોરી તથા મની લોન્ડરિંગ સામે અમારા અભિયાનથી તમામને જાણકારી છે. નવા કાળા ધન અધિનિયમનના લાગૂ થવાથી પહેલા 6500 કરોડ રૂપિયાનું આકંલન કરાયું હતું. આ ઉપરાંત નવા અધિનિયમન અંતર્ગત 4000 કરોડ રૂપિયાથી પણ વધારેની રકમ જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત વિદેશથી 10500 કરોડ રૂપિયાથી પણ વધારે કાળાનાણાની ઓળખ તથા આંકલન કરવામાં આવ્યું છે. જો અમે ઇમાનદારી તથા પારદર્શિતામાં સુધારો જાળવી રાખીએ છીએ તો, એનાથી મોટો પરિવર્તનકારી સુધારો બીજો શું હોઇ શકે.

અમે ઇમાનદાર કરદાતાઓને સારી સેવા આપવા માટે અનેક નિર્ણયો લઇ રહ્યા છીએ. હવે સમસ્ત કર રિટર્નમાં 85 ટકા રિટર્નની ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ થાય છે. અેનાથી પહેલા ઇલેક્ટ્રોનિક રિટર્ન બાદ એક પેપર વેરિફિકેશનની જરૂર પડતી હતી, જેની પ્રોસેસિંગમાં જ ઘણા અઠવાડિયા લાગી જતા હતા. અા વર્ષે અમે આધારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ઇ-વેરિફિકેશનની શરૂઆત કરી છે તથા ચાર મિલિયનથી પણ વધારે કરદાતાઓએ આ સુવિધાનો ઉપયોગ કર્યો છે. એમના માટે આ આખી પ્રક્રિયા સરળ તથા ઇલેક્ટ્રોનિક હતી જે તત્કાલ પૂરી થઇ ગઇ. કારણ કે અના માટે કોઇ પણ પેપરની જરૂર નહોતી. આ વર્ષે 91 ટકા ઇલેક્ટ્રોનિક રિટર્નની પ્રોસેસિંગ 90 દિવસોની અંદર થઇ ગઇ, જ્યારે ગયા વર્ષે આ અાંકડો 46 ટકા હતા. મેં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને એવી પ્રણાલી અપનાવવા માટે જણાવ્યું હતું, જેમાં ફક્ત રિટર્ન જ ભરવા માટે નહીં પરંતુ તપાસ કરવાનું કામ પણ ઓફિસ વગર જ પૂરા થતા થાય છે. સવાલ જવાબ ઓનલાઇન અથવા ઇ-મેઇલ દ્વારા કરવામાં આવી શકે છે. અેમાં ઇલેક્ટ્રોનિક સારી આ જાણવાની વ્યવસ્થા હોવી જોઇએ કે કોની પાસે શું, ક્યાં તથા કેટલા સમયથી છે. એને પાંચ મોટા શહેરોથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે. મેં એ પણ નિર્દેશ આપ્યો છે કે ઇન્કમટેક્સ અધિકારીઓ સાથે જોડાયેલી પ્રદર્શન પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવે. આંકલનમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે કોઇ અધિકારીના આદેશ તથા આંકલનને અપીલના સમયે જાળવી રાખવામાં આવ્યું હતું કે નહીં. એનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ લાગશે તથા અધિકારી લોકો યોગ્ય આદેશ જારી કરવા માટે પ્રેરિત થશે. સમગ્ર રીતે અમલમાં આવ્યા બાદ એ ફેરફાર જેમ કે અોનલાઇન તપાસ તથા પ્રદર્શન આંકલન સાથે જોડાયેલા ફેરફાર આગળ વધીને પરિવર્તનકારી સાબિત થઇ શકે છે.

એ એક પ્રતિષ્ઠિત સંમેલન છે. તમારે હજુ ઘણા બધા રોમાંચક તથા વિચારપ્રેકર સત્રોમાં ભાગ લેવાનો છે. હું તમને બધાને એ અપીલ કરું છું કે તમે પરંપરાગત ઉપાયોથી કંઇ અલગ થઇને વિચારો. આપણે સુધારાઓના પોતાના વિચારને અમુક માનક ધારણાઓ સુધી જ સિમિત ન રાખવી જોઇએ. સુધારાઓ વૈવિધ્યપૂર્ણ હોવા જોઇએ. સુધારાઓનું લક્ષ્ય ગુલાબી પેપરોમાં સારું શીર્ષક નથી પરંતુ આપણી જનતાની સારી જીંદગી સુનિશ્ચિત કરવા માટે છે. મને પાક્કો વિશ્વાસ છે કે તમે તમારા જ્ઞાનની મદદથી વધારે સારા વિચાર મુકશો. હું તમારી પાસેથી હજી પણ વધારે પરિવર્તનકારી સુધારાઓ મળશે તેવી આશા વ્યક્ત કરું છું. જે સમગ્ર ભારતના લોકોના જીવનને વધારે સારું કરશે. એવું થશે તો ફક્ત ભારતમાં આપણે જ નહીં પરંતુ સમગ્ર દુનિયા લાભાન્વિત થશે.

ધન્યવાદ.

AP/J.Khunt