Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દાઉદી વોહરા સમુદાયના ધાર્મિક પ્રમુખ મહામહિમ સૈદના મુફદ્દલ સૈફુદ્દીને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

દાઉદી વોહરા સમુદાયના ધાર્મિક પ્રમુખ મહામહિમ સૈદના મુફદ્દલ સૈફુદ્દીને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


દાઉદી વોહરા સમુદાયના ધાર્મિક પ્રમુખ મહામહિમ સૈદના મુફદ્દલ સૈફુદ્દીને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમની સાથે નવ સદસ્યોનું પ્રતિનિધિમંડળ પણ હતું.

પ્રધાનમંત્રીએ દાઉદી વોહરા સમુદાયના તેમના સામાજિક સુધાર સંબંધી પ્રયાસોની પ્રસંશા કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે તેમના માટે ઘણા પ્રકારના પહેલો કરીને તેમને ભરપુર સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રીએ મુંબઈના ભીંડી બજાર ક્ષેત્રને સ્માર્ટ સિટીના રૂપમાં વિકસિત કરવા માટે દાઉદી વોહરા સમુદાયની પ્રગતિની સરાહના પણ કરી.

પ્રધાનમંત્રીએ ગંગા નદીના કિનારા પર વસેલા ગામોમાં શૌચાલયોના વિકાસ માટે સમુદાયને આગળ આવવા માટે આગ્રહ કર્યો.

J.Khunt