Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દરેક યુવાનને તક મળે તે મહત્વનું છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


સરકારમાં બે દાયકા પૂર્ણ કરવા બદલ અભિનંદન. બે દાયકા ઘણો લાંબો સમય છે. તે ખરા અર્થમાં લાંબો સમય છે, પ્રસંગોથી ભરેલો પણ છે, કોઈ એવી વ્યક્તિ માટે સમય છે કે જે ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે અનિચ્છા ધરાવતી હતી ત્યાં સુધી કે સંજોગો તેને આપત્તિ પછી ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં ધકેલી દે છે. તોફાનોથી ભરેલી મુસાફરીનો અનુભવ કેવો રહ્યો? અને તમારી સૌથી સંતોષકારક ક્ષણો કઈ રહી છે?

તમે અનિચ્છા શબ્દનો ઉપયોગ કર્યો.

આમ જોવા જઈએ તો તમે સાચા છો…ચૂંટણીની રાજનીતિમાં જોડાવાની અનિચ્છાને જ છોડી દો, મારે રાજકીય ક્ષેત્ર સાથે કોઈ લેવાદેવા નથી. મારી આસપાસનું વાતાવરણ, મારી આંતરિક દુનિયા, મારી ફિલસૂફી – આ ખૂબ જ અલગ હતા. બાળપણના દિવસોથી જ આધ્યાત્મિકતા તરફ મારું વલણ હતું.

રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ દ્વારા કહેવામાં આવેલો સિદ્ધાંત ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ હંમેશા મને પ્રેરિત કરે છે. મેં જે કંઈ પણ કર્યું છે તેની પાછળ તે જ સિદ્ધાંત મારું પ્રેરક બળ બની ગયો છે.

રાજકારણની વાત કરીએ તો દૂર-દૂર સુધી મારું તેની સાથે જોડાણ નથી. એ તો ઘણા સમય પછી સંજોગોને કારણે અને કેટલાક મિત્રોના આગ્રહથી હું રાજકારણમાં જોડાયો. ત્યાં પણ હું એવી સ્થિતિમાં હતો જ્યાં હું મુખ્યત્વે સંસ્થાકીય કામ કરતો હતો.

વીસ વર્ષ પહેલાં સંજોગો એવા બની ગયા કે મારે વહીવટીતંત્રનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે અણધાર્યા પ્રદેશમાં પ્રવેશ કરવો પડ્યો. અને આ 2001માં બન્યું હતું, જ્યારે આપણા દેશે જોયેલા સૌથી વિનાશકારી ભૂકંપોમાંથી એક ગુજરાતમાં આવ્યો હતો અને તેણે પારાવાર નુકસાન કર્યું હતું.

લોકો જે અત્યંત વિકટ પરિસ્થિતિમાં મૂકાયા હતા તેમને નજીકથી જોયા પછી, મારી પાસે મારા જીવનમાં નવા વળાંકનો અર્થ શું છે તે વિશે વિચારવાનો પણ સમય કે તક ન હતી. હું તરત જ રાહત, પુનર્વસન અને ગુજરાતના પુનઃનિર્માણમાં લાગી ગયો હતો.

જો તમે મને પૂછો તો…કંઈક હાંસલ કરવું કે બનવું એ ક્યારેય મારા આંતરિક અસ્તિત્વનો ભાગ નથી રહ્યો.

મારી અંદરની વૃત્તિ હંમેશા બીજા માટે કંઈક કરવાની રહી છે. હું જ્યાં પણ હોઉં, જે કંઈ પણ કરું છું, ત્યાં લોકો માટે કંઈક ને કંઈક કરવાની ઈચ્છા હોય છે. બીજાઓ માટે કામ કરવું એ મારામાં હંમેશા ‘સ્વંતઃ સુખાય’ અથવા સ્વ-સંપૂર્ણતાની લાગણી જગાડતી રહે છે.

દુનિયાની નજરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બનવું એ બહુ મોટી વાત હોઈ શકે પણ મારી નજરમાં આ લોકો માટે કંઈક કરી છૂટવાના રસ્તા છે. માનસિક રીતે હું મારી જાતને સત્તા, ઝાકમઝોળ અને ગ્લેમરની આ દુનિયાથી અલગ રાખું છું. અને તેના કારણે હું એક સામાન્ય નાગરિકની જેમ વિચારી શકું છું અને મારા કર્તવ્યના માર્ગ પર ચાલી શકું છું જેમ મને બીજી કોઈ જવાબદારી આપવામાં આવે ત્યારે તેને હું પૂરી કરું છું.

તમે સંતોષકારક ક્ષણો વિશે પૂછ્યું. ઠીક છે, તે ઘણી બધી હોઈ શકે છે પરંતુ હું તમને એક તાજેતરનું ઉદાહરણ આપું છું.

 
વીસ વર્ષ પહેલાં, સંજોગો એવા બની ગયા હતા કે મારે વહીવટીતંત્રનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે અણધાર્યા પ્રદેશમાં પ્રવેશ કરવો પડ્યો હતો”

છેલ્લા કેટલાક મહિનામાં મને અમારા ઓલિમ્પિક અને પેરાલિમ્પિક હીરોને મળવાનું અને તેમની સાથે વાતચીત કરવાની તક મળી. ટોક્યો 2020માં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ રહ્યું છે. છતાં, સ્વાભાવિક રીતે એવા કેટલાય એથ્લેટ્સ હતા જેમણે મેડલ જીત્યા ન હતા. જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેઓ મેડલ જીતવામાં તેમની અસમર્થતા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ તેમાંના દરેકે તેમની તાલીમ, સુવિધાઓ અને અન્ય પ્રકારની સહાયમાં ટેકો આપવાના અમારા રાષ્ટ્રના પ્રયત્નો માટેની પ્રશંસા કરી હતી. તે જ સમયે, તેઓ વધુ મેડલ જીતવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે સંકલ્પબદ્ધ અને ઉત્સાહિત હતા.

મારા મનમાં મેં વિચાર્યું… જુઓ આપણે કેટલા આગળ આવ્યા છીએ. અગાઉના સમયમાં આપણા રમતવીરોને સુવિધાઓ, સમર્થન વગેરેના અભાવની ચિંતા થતી હતી. આ એવી વસ્તુઓ હતી જેના વિશે તેઓ કંઈ કરી શકતા ન હતા.

પરંતુ હવે રમતવીરોને લાગે છે કે હવે આ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન તે બાબતો પર છે જેને તેઓ નિયંત્રિત કરી શકે છે અને મેડલ માટેની તેમની ભૂખ કેન્દ્રસ્થાને છે. તેમને સંતોષની લાગણી હતી કે દેશે તેમને ટેકો આપ્યો છે અને રાષ્ટ્ર માટે કંઈક અસામાન્ય કરવાનો અને આવનાર સમયમાં વધુ મેડલ લાવવાનો સંકલ્પ હતો. આ ફેરફાર સંતોષજનક છે.

તમે ઘણી લાંબી મજલ કાપી છે. એક એવી વ્યક્તિ કે જેને ચા વેચવી પડી હતી અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે જેની માતાને બીજાના ઘરના કામ કરવા પડ્યા હતા, તે વ્યક્તિ વિશ્વની સૌથી મોટી લોકશાહીની ટોચની રાજકીય કચેરી સુધી અને દલીલપૂર્વક સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી બની, આ બધું ખરેખર દંતકથા સમાન છે. શું તમે જે માર્ગ પરથી પસાર થયા છો તેનાથી તમને આશ્ચર્ય થાય છે?

હું મારા પોતાના જીવનના માર્ગથી ડરતો નથી. આપણે જે પ્રકારનો દેશ છીએ અને આપણા લોકો છે તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગયો છું, જે એક ગરીબ બાળકને પસંદ કરી શકે છે અને તેને હું જે જગ્યાએ છું ત્યાં સુધી પહોંચાડી શકે છે. હું સૌભાગ્યની લાગણી અનુભવું છું કે આ દેશની જનતાએ મને આટલી મોટી જવાબદારીઓ આપી છે અને મારામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે. આ આપણી લોકશાહીની તાકાત છે.

જ્યાં સુધી હું બાળપણમાં ચા વેચતો હતો અને પછીથી આપણા રાષ્ટ્રનો પ્રધાનમંત્રી બન્યો, હું આને તમે જે રીતે જુઓ છો તેનાથી ખૂબ જ અલગ રીતે જોઉં છું.

મને લાગે છે કે ભારતના 130 કરોડ લોકોમાં એટલી જ ક્ષમતા છે જે મારામાં છે. મેં જે હાંસલ કર્યું છે, તે કોઈ પણ મેળવી શકે છે.

જો હું કરી શકું તો, કોઈપણ કરી શકે છે!

130 કરોડ સક્ષમ લોકોનું રાષ્ટ્ર…આપણો દેશ માનવજાત માટે જે યોગદાન આપી શકે છે તે જબરદસ્ત છે!

અને તેથી, મેં ક્યાંથી શરૂઆત કરી, હું ક્યાં પહોંચ્યો, મેં શું કર્યું, મારા વ્યક્તિગત અનુભવો શું છે, આ બાબતોથી બહુ ફરક પડતો નથી. મહત્વની બાબત એ છે કે આ દર્શાવે છે કે કોઈ પણ ભારતીય કંઈ પણ હાંસલ કરી શકે છે.


વિશ્વની નજરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બનવું કદાચ ઘણી મોટી વાત હશે પરંતુ મારી નજરમાં આ લોકો માટે કંઈ કરવા માટેના રસ્તાઓ છે.”

તેથી જ અપવર્ડ મોબિલિટીને પ્રાપ્ય બનાવીને લોકોને સશક્ત બનાવવા એ મારા માટે મૂળભૂત પ્રેરણાઓમાંથી એક બની ગયું છે. દરેક યુવાનોને તક મળે તે જરૂરી છે અને જ્યારે હું તકોની વાત કરું છું, ત્યારે હું માત્ર એવી સહાયનો ઉલ્લેખ કરતો નથી જે તેમને નિર્ભર રાખે છે પરંતુ તેવું સમર્થન કે જે તેમને ગૌરવ સાથે, તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે આત્મનિર્ભર બનાવે છે.

તમે મુક્ત બજારના ઉદારવાદી અથવા આરએસએસ દ્વારા સમર્થિત ઉચ્ચ જાતિના રૂઢિચુસ્તતાના ચેમ્પિયન હોવાની છાપને નકારી કાઢી છે. તમારા વિરોધીઓ ખાનગીમાં સ્વીકારે છે કે તેઓ તમને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. શું લોકપ્રિય ચિત્રણ શરૂઆતથી જ ખોટું હતું, અથવા શું તે ખોટું સાબિત થયું છે કારણ કે તમે સમયના મૂડ અથવા વ્યવહારિક રાજકારણના આદેશોને પહોંચી વળવા માટે માર્ગ બદલતા રહો છો?

અહીં સમસ્યા મોદીની નથી…પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ પૂર્વ ધારણા સાથે કંઈપણ જોવાનો પ્રયાસ કરે છે, તો તે કાં તો માત્ર અડધો જ દ્રષ્ટિકોણ જોઈ શકે છે અથવા ખોટી વસ્તુઓ જોવા માટે પ્રેરિત થાય છે. અને જો તે તેની પૂર્વ ધારણા મુજબ કંઈપણ જોઈ શકતો નથી, તો તે તેની પૂર્વધારિત માનસિકતાને પોષવા માટે એક ધારણા બનાવે છે.

આપણે બધા જાણીએ છીએ કે માણસનો સ્વભાવ છે કે તે પોતાની ભૂલોને સરળતાથી સ્વીકારતો નથી. તમારી ખોટી માન્યતાઓ પર સત્ય સ્વીકારવા માટે હિંમતની જરૂર છે. અને તેના કારણે જ વ્યક્તિ તેને મળ્યા વિના, જાણ્યા કે સમજ્યા વિના પણ તેના વિશે કલ્પનાઓ રચે છે. અને જો તેઓ તમને રૂબરૂ મળે અને કંઈક જુદું અવલોકન કરે (તેમની ધારણાની સરખામણીમાં), તો પણ તેઓ ફક્ત તેમના અહંકારને પોષવા માટે તેને સ્વીકારશે નહીં. આ એક નૈસર્ગિક વૃત્તિ છે.

જો કોઈએ માત્ર મારા કામનું વિશ્લેષણ કર્યું હોત, તો તે મારા વિશે કોઈ મૂંઝવણમાં ન હોત. લગભગ 20 વર્ષ પહેલાં, જ્યારે મને વહીવટનો કોઈ પૂર્વ અનુભવ નહોતો ત્યારે મુખ્ય પ્રધાન બન્યા પછી, મેં સૌથી પહેલું કામ તે કર્યું હતું કે હું સૌ પ્રથમ કચ્છના ભૂકંપથી અસરગ્રસ્ત લોકો પાસે ગયો હતો. મેં જાહેરમાં કહ્યું હતું કે ભૂકંપ પછી આ પહેલી દિવાળી છે, તેથી અમે તેની ઉજવણી કરીશું નહીં અને હું દિવાળીના દિવસે ભૂકંપ પીડિતોના પરિવારો સાથે ત્યાં હતો અને તેમના દુઃખમાં ભાગીદાર બન્યો હતો.

 “મારા બાળપણના દિવસોથી જ મારું વલણ આધ્યાત્મ તરફ રહ્યું હતું. જન સેવા એ જ પ્રભુસેવાનો સિદ્ધાંત મને હંમેશા પ્રેરિત કરે છે.”

 

મુખ્યમંત્રી બન્યા બાદ મેં જે પ્રથમ જાહેર કાર્યક્રમ કર્યો હતો તે હતો ગરીબ કલ્યાણ મેળો. જો કોઈ આ બધું સમજી જશે તથા ગરીબ લોકોના ઘરમાં શૌચાલય બનાવવા અથવા તો ગરીબોને મફત રાશન આપવું જેવા મારા આજના કામો સમજી જશે તો તેમના માટે મને સમજવો સરળ બની જશે.

અને તેનો મતલબ એવો નથી કે મોદીનો કોઈ વાંક નથી અથવા તો એવો કોઈ મુદ્દો નથી જેને લઈને મોદીની ટીકા કરી શકાય.

 

બીજું, હું અનુભવું છું, અને આ મારી માન્યતા છે કે મારા પોતાના સ્વસ્થ વિકાસ માટે, હું ટીકાને ખૂબ મહત્વ આપું છું. હું પ્રામાણિક મનથી, ટીકાકારોને ખૂબ માન આપું છું. પરંતુ, કમનસીબે ટીકાકારોની સંખ્યા ઘણી ઓછી છે. મોટે ભાગે લોકો માત્ર આક્ષેપો જ કરે છે, જે લોકો ધારણાને લઈને રમત રમે છે તેમની સંખ્યા વધુ છે. અને તેનું કારણ એ છે કે ટીકા માટે વ્યક્તિએ ઘણી મહેનત કરવી પડે છે, સંશોધન કરવું પડે છે અને, આજના ઝડપી વિશ્વમાં કદાચ લોકો પાસે સમય નથી. તેથી ક્યારેક હું ટીકાકારો ચૂકી ગયો છું.

તમારા પ્રશ્ન પરથી એવું લાગે છે કે ખાનગી ક્ષેત્ર વિરુદ્ધ જાહેર ક્ષેત્ર, સરકાર વિરુદ્ધ લોકો, અમીર વિરુદ્ધ ગરીબ, શહેરી વિરુદ્ધ ગ્રામીણ, શહેર વિરુદ્ધ ગ્રામીણ જેવી ગત સદીની જૂની થિયરીઓ હજી પણ તમારા મગજમાં છે અને તમે આમાં બધું બંધબેસતું કરી રહ્યા હોય તેવું જણાય છે.

વૈશ્વિક અનુભવ કહે છે કે સરકાર તેમના માટે હોવી જોઈએ જેમના માટે કોઈ નથી. સરકારનું સંપૂર્ણ ધ્યાન તેમને મદદ કરવા પર હોવું જોઈએ. ભારતમાં કોઈ પ્રદેશ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે અમારા મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમનું ઉદાહરણ લો. અમે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું કર્યું, સંસાધનો એકત્ર કર્યા, નાગરિકોમાં આત્મવિશ્વાસ જગાડ્યો. તે જિલ્લાઓ જે ઘણા પેરામીટર્સમાં પાછળ હતા તે પણ આગળ આવ્યા છે અને ભારે સુધારો કર્યો છે. એક સફળતા હાંસલ કરવામાં આવી છે અને તમે ભવિષ્યમાં સારા પરિણામો જોશો.

જેમ કે દરેક વ્યક્તિ વિચારે છે કે રમત સમાજના ચોક્કસ વર્ગ સુધી મર્યાદિત છે, પરંતુ અમારી પાસે ગરીબ અને પછાત પ્રદેશોમાં અત્યંત પ્રતિભાશાળી લોકો છે. જો આપણે તેમના સુધી પહોંચીએ તો દેશમાં રમત ગમત ખૂબ આગળ વધી શકે છે અને પરિણામોએ તે દર્શાવ્યું છે. ટાયર 2, ટાયર 3 શહેરો અને ગામડાઓના બાળકો હાલના દિવસોમાં રમતના મેદાનમાં સ્પર્ધા કરતા જોઈ શકાય છે.

 “તમામ સરકારો કોંગ્રેસ ગોત્રના વ્યક્તિ હેઠળ રચાઈ હતી. આમ, તેમના રાજકીય અને આર્થિક વિચારોમાં કોઈ ફરક ન હતો”

 

તેથી, હું કહેવા ઈચ્છું છું કે જો અમારા કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોત તો તમે જે પ્રશ્ન પૂછ્યો હતો તે ઊભો ન થવો જોઈએ. આ પ્રશ્ન અનુભૂતિના આધારે છે વાસ્તવિક પરિસ્થિતિના આધારે નહીં.

તમને જોખમ લેનારા વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. જ્યારે તમે જમીન સંપાદન કાયદામાં સુધારો કરવાની તમારી યોજનાને આગળ ધપાવવાનું પસંદ કર્યું ન હતુંતમે ઉચ્ચ મૂલ્યની નોટોને ડિમોનેટાઈઝ કરીને, શ્રમ સુધારાઓ પર રૂબીકોનને પાર કરીને અને ફાર્મ કાયદાને પાછો ખેંચવાનો ઇનકાર કરીને આઉટસાઈડ બોક્સ સાહસ કરવાની તમારી તૈયારી દર્શાવી હતી. આવશ્યક હોવા છતાં શું તમે આ જોખમી ઝોનમાં પ્રવેશવાના પરીણામો વિશે ચિંતિત નથી જ્યાં તમારા પુરોગામી આવા નિર્ણયો લેવાથી ડરતા હતા?

આપણા દેશનું રાજકારણ એવું છે કે અત્યાર સુધી આપણે માત્ર એક જ મોડલ જોયું છે જેમાં આગામી સરકાર બનાવવા માટે સરકારો ચલાવવામાં આવે છે (સરકાર બનાને કે લિયે સરકાર ચલાયી જાતી હૈ).

મારી મૂળભૂત વિચારસરણી અલગ છે. હું માનું છું કે રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સરકાર ચલાવવી પડશે (દેશ બનાને કે લિયે સરકાર ચલાની હૈ).

તમારા પક્ષને જીતાડવા માટે સરકાર ચલાવવાની પરંપરા રહી છે પરંતુ મારો ઉદ્દેશ્ય એ રીતે સરકાર ચલાવવાનો છે કે જેથી કરીને આપણા દેશની જીત થાય.

અને આ મૂળભૂત ચિંતાને લીધે, હું ગાંધીજીના તલિસ્માનના આધારે નિર્ણયો લઉં છું કે મારા નિર્ણયોથી ગરીબ અથવા સૌથી નબળા વ્યક્તિને કેવી રીતે ફાયદો થશે કે નુકસાન થશે.

નિર્ણયો લેતી વખતે, જો મને સહેજ પણ નિહિત હિત દેખાય તો પણ હું થોભી જાઉ છું. નિર્ણય શુદ્ધ અને પ્રામાણિક હોવો જોઈએ અને જો નિર્ણય આ બધી કસોટીઓમાંથી પસાર થાય તો હું આવા નિર્ણયનો અમલ કરવા મક્કમતાથી આગળ વધીશ.

આપણા રાજકીય વર્ગના લોકો ભારતીય લોકોને જે રીતે જુએ છે તેમાં સમસ્યા છે. તેઓ માત્ર રાજ શક્તિ જ જુએ છે. તેઓ જન્મજાત જનશક્તિ જોતા નથી

ભારતના લોકો જે વસ્તુઓના હકદાર છે, તે લાભો જે તેમને દાયકાઓ પહેલા મળવા જોઈતા હતા તે હજુ સુધી તેમના સુધી પહોંચ્યા નથી. ભારતને એવી પરિસ્થિતિમાં ન મૂકવું જોઈએ કે જ્યાં આ દેશ અને તેના નાગરિકો જે વસ્તુઓના હકદાર છે તેના માટે તેમને વધુ રાહ જોવી પડે, આપણે તે તેમને આપવી જોઈએ. અને આ માટે મોટા નિર્ણયો લેવા જોઈએ અને જરૂર પડે તો કઠિન નિર્ણયો પણ લેવા જોઈએ.

ભારત જેવા વિશાળ દેશમાં શું એવો નિર્ણય લેવો શક્ય છે જે 100 ટકા લોકોને સ્વીકાર્ય હોય? જોકે જો કોઈ નિર્ણય બહુ ઓછા લોકોને સ્વીકાર્ય ન હોય તો પણ તેઓ ખોટા નથી. તેમની પોતાની સાચી ચિંતાઓ હોઈ શકે છે પરંતુ જો નિર્ણય મોટા હિતમાં હોય તો આવા નિર્ણયનો અમલ કરવાની જવાબદારી સરકારની છે.

જો કોઈ રાજકીય પક્ષ વચન આપે છે અને તે વચન પૂરું કરવામાં અસમર્થ છે, તો તે એક પાસું છે જેના પર રાજકીય વર્ગે સુધારો કરવો જોઈએ. પરંતુ એક બીજું પાસું છે જે આનાથી સંપૂર્ણપણે અલગ છે અને તે ખાસ કરીને અનિચ્છનીય છે અને હું કહીશ કે રાજકીય પક્ષોના અમુક વર્ગોમાં ધિક્કારપાત્ર લક્ષણ છે. હું જે લક્ષણની વાત કરી રહ્યો છું તે બૌદ્ધિક અપ્રમાણિકતા અને રાજનીતિક ધોખાધડીનું લક્ષણ છે.

એવા રાજકીય પક્ષો છે જે ચૂંટણી પહેલા ભવ્ય વચનો આપે છે, તેમના મેનિફેસ્ટોમાં પણ મૂકે છે. તેમ છતાં, જ્યારે તે વચનો પૂરા કરવાનો સમય આવે છે, ત્યારે આ જ પક્ષો અને લોકો સંપૂર્ણ યુ-ટર્ન લઈ લે છે અને તેનાથી પણ વધુ ખરાબ, તેઓએ પોતે આપેલા વચનો પર અત્યંત દૂષિત પ્રકારની ખોટી માહિતી ફેલાવે છે.

જેઓ આજે ખેડૂત તરફી સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેમને જોશો તો તમને બૌદ્ધિક અપ્રમાણિકતા અને રાજનીતિક ધોખાધડીનો ખરો અર્થ જોવા મળશે.

આ એ જ લોકો હતા જેમણે મુખ્યમંત્રીઓને પત્ર લખીને અમારી સરકારે જે કર્યું છે તે જ કરવાનું કહ્યું હતું. આ એ જ લોકો હતા જેમણે તેમના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે અમે જે સુધારા લાવ્યા છીએ તે જ તેઓ અમલમાં મૂકશે. તેમ છતાં લોકોની ઈચ્છાથી આશીર્વાદ પામેલા અન્ય રાજકીય પક્ષો એ જ સુધારાઓ લાવી રહ્યા હોવાને કારણે, તેઓએ સંપૂર્ણ યુ-ટર્ન લઈ લીધો છે અને બૌદ્ધિક અપ્રમાણિકતાના બેશરમ પ્રદર્શનમાં ખેડૂતોને શું ફાયદો થશે તેની સંપૂર્ણ અવગણના કરી છે અને માત્ર તે જ શોધે છે જે તેઓ વિચારે છે તેનાથી તેમને રાજકીય રીતે ફાયદો થશે.

જેઓ આજે ખેડૂત તરફી સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેમને જોશો તો તમને બૌદ્ધિક અપ્રમાણિકતા અને રાજનીતિક ધોખાધડીનો ખરો અર્થ જોવા મળશે.”

અમે નાના ખેડૂતોને દરેક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તમે જે કૃષિ કાયદાઓ વિશે વાત કરી રહ્યા છો, સરકાર પહેલા દિવસથી જ કહેતી આવી છે કે કોઈપણ મુદ્દા પર મતભેદ હોય તો સરકાર તે મુદ્દાઓ પર સાથે બેસીને ચર્ચા કરવા તૈયાર છે. આ અંગે ઘણી બેઠકો પણ યોજાઈ છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ મતભેદ સાથે નથી આવ્યો કે અમે ઈચ્છીએ છીએ કે આ બદલાઈ જાય.

આધાર, જીએસટી, ખેતી કાયદા અને આપણા સુરક્ષા દળોને સશસ્ત્ર બનાવવા જેવી નિર્ણાયક બાબતોની વાત આવે ત્યારે તમે એ જ પ્રકારની રાજનીતિક ધોખાધડી જોઈ શકો છો. કંઈક વચન આપો અને તેના માટે દલીલો કરો પરંતુ પછીથી કોઈપણ નૈતિકતા વગર તે જ વસ્તુનો વિરોધ કરો.

શું તમને નથી લાગતું કે રાજકીય પક્ષોના સભ્યો નવી સંસદની જરૂરિયાત વિશે બોલતા હતા ત્યારે તેઓ પોતાની મજાક ઉડાવી રહ્યા હતા. અગાઉના વક્તાઓ કહેતા હતા કે નવી સંસદની જરૂર છે? પણ જો કોઈ તેનો પ્રયાસ કરે તો કોઈને કોઈ બહાનું કાઢીને તેનો વિરોધ કરે છે, આ કેટલું યોગ્ય છે?

આ પ્રકારના વિવાદો સર્જનારાઓને લાગે છે કે મુદ્દો એ નથી કે આ નિર્ણયોથી લોકોને ફાયદો થશે કે કેમ, પરંતુ તેમના માટે મુદ્દો એ છે કે જો આ પ્રકારના નિર્ણયો લેવામાં આવશે તો મોદીની સફળતાને કોઈ રોકી શકશે નહીં. હું દરેકને વિનંતી કરવા માંગુ છું કે મુદ્દો એ નથી કે મોદી સફળ થાય છે કે નિષ્ફળ જાય છે, મુદ્દો એ છે કે આપણો દેશ સફળ થાય છે કે નહીં.

જ્યારે વિશ્લેષકો આ બાબતોને જુએ છે, ત્યારે તેઓ પણ તેને માત્ર એક રાજકીય બાબત તરીકે જુએ છે અને નૈતિક અને રાજકીય સુસંગતતાની બાબત તરીકે જોતા નથી. પરંતુ આ બાબતો રાજકારણથી ઘણી આગળ છે.

ઘણા નિષ્ણાતોએ સ્વીકાર્યું છે કે વિકાસને વેગ આપવા, અર્થવ્યવસ્થા અને શાસનમાં સુધારો કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે તમારા દ્વારા લેવામાં આવેલા પગલાં યોગ્ય દિશામાં લેવાયેલા પગલાં છે. પરંતુ તેઓ એમ પણ કહે છે કે તેના લાભો દેખાવામાં સમય લાગશે અને તમે 2024માં તેનો ફાયદો મેળવી શકશો નહીં.

આ પ્રશ્ન પણ રાજકીય પંડિતોના જૂના વિચારોનું પરિણામ છે. જો આ સાચું હોત, તો મને લોકો દ્વારા 20 વર્ષ સુધી સરકારના વડા તરીકે કામ કરવાની તક ન મળી હોત.

જેઓ આ પ્રકારે વિચારે છે તેઓ ન તો તેમના દેશના લોકોને જાણતા હોય છે, ન તેમના વિચારોને. દેશના લોકો નિઃસ્વાર્થ ભાવના સાથે કરેલા દરેક સારા કામને સમજવા અને તેને સમર્થન આપે એટલા તો હોંશિયાર છે. અને તેથી જ મને દેશની જનતાએ સતત 20 વર્ષ સુધી સરકારના વડા તરીકે કામ કરવાની તક આપી છે.

જે વ્યક્તિ બીજ વાવે છે તેણે ચિંતા ન કરવી જોઈએ કે તેનું ફળ કોને મળશે. મુદ્દો એ નથી કે હું મારી આર્થિક નીતિઓનો લાભ મેળવી શકું કે નહીં, મુદ્દો એ છે કે રાષ્ટ્રને તેનાથી ફાયદો થશે.

 “વિકાસને વેગ આપવા, અર્થતંત્રમાં સુધારા અને શાસન માટે અમારા દ્વારા લેવામાં આવેલા પગલાં યોગ્ય દિશામાં છે તે સ્વીકારવા બદલ હું નિષ્ણાતોનો આભારી છું”

વિકાસને વેગ આપવા, અર્થવ્યવસ્થા અને શાસનમાં સુધારા કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અમારા દ્વારા લેવામાં આવેલા પગલાં યોગ્ય દિશામાં લેવાયેલા પગલાં છે તે સ્વીકારવા બદલ હું નિષ્ણાતોનો આભારી છું.

લાભ મળવામાં સમય લાગી શકે છે પરંતુ ભારતના લોકો હોંશિયાર છે અને અમારી નીતિઓ જોઈ રહ્યા છે અને તેનું હકારાત્મક મૂલ્યાંકન કરી રહ્યા છે. લોકો ભારતમાં આર્થિક ગતિ અને વૃદ્ધિ વિશે વૈશ્વિક એજન્સીઓ અને કંપનીઓમાં ફરી રસ જોઈ રહ્યા છે.

લોકો રેકોર્ડ એફડીઆઈ પ્રવાહની નોંધ લઈ રહ્યા છે, લોકો વધતી જતી નિકાસની નોંધ લઈ રહ્યા છે, લોકો સારા જીએસટી નંબરો નોંધી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે કે ડઝનેક સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની રહ્યા છે.

તમારી સરકારની વિચારધારા જે તમે અનેક પ્રસંગોએ વ્યક્ત કરી છે, તે ગરીબ તરફી અને બિઝનેસ તરફી છે. પ્રો-બિઝનેસ કેટેગરીમાં સરકારે બિનજરૂરી કાયદાઓ રદ કરવા, કર ઘટાડવા, બિઝનેસ કરવાની સરળતા અને પીએલઆઈ જેવા ઘણા પગલાં લીધાં છે. નવા અર્થતંત્રના ખેલાડીઓ, ખાસ કરીને ડિજિટલ, તેમની સાથે પહેલેથી જ ચાલી રહ્યા છે. કેટલાક કહે છે કે જૂની ઇન્ડિયા ઈન્ક થોડી ધીમી છે. પરંતુ સર્વસંમતિ છે કે તમે એરક્રાફ્ટ બનાવવા માટે ખાનગી ક્ષેત્ર સાથે નવા સંરક્ષણ કરાર જેવી બાબતો સાથે તેમની માનસિકતામાં ભંગ કરી રહ્યાં છો. ગરીબ તરફી એજન્ડા પણ મોટો છે. શાસન પ્રત્યેનો અભિગમ બદલાયો છે. તમે વિઘટન દ્વારા ભ્રષ્ટાચારને નીચે પછાડ્યો છે. તમે જેએએમના વિચારને આગળ વધાર્યો છે. તેમણે ગરીબોની ઓળખ કરવા માટે સરકારને આર્થિક જીપીએસ આપ્યું છે. ડીબીટીમાંથી બચતની રકમ અસાધારણ છે. તેણે લોકોને સશક્ત કર્યા છે. વસ્તુઓ કેવી રીતે બદલાઈ છે તેના પર તમારા વિચારો.

પ્રાથમિક વિદ્યાર્થીઓ, માધ્યમિક વિદ્યાર્થીઓ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અને વાતાવરણ અલગ છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ એકબીજા સાથે સંઘર્ષમાં છે.

આપણો દેશ હજી વિકસીત દેશ નથી, આપણે હજુ પણ ગરીબી સામે લડી રહ્યા છીએ. સમાજમાં દરેક વ્યક્તિને તેની જરૂરિયાત અને ક્ષમતા અનુસાર તકો મળવી જોઈએ. તો જ વિકાસ શક્ય બને છે.

ગરીબોને એક પ્રકારની તકની જરૂર હોય છે અને સંપત્તિ સર્જકોને બીજા પ્રકારની તકની જરૂર હોય છે. જ્યારે સરકાર ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’માં માને છે, ત્યારે તેનો અભિગમ ક્યારેય દિશાવિહીન ન હોઈ શકે; તેના બદલે તે મલ્ટિડાયરેક્શનલ બની જાય છે. તમે જે વસ્તુઓમાં વિરોધાભાસ જુઓ છો, હું એક આંતર-સંબંધ જોઉં છું.

ગરીબને એક પ્રકારની તકની જરૂર હોય છે અને સંપત્તિ સર્જકોને બીજા પ્રકારની તકની જરૂર હોય છે. શા માટે ગરીબ તરફી અને બિઝનેસ તરફી પરસ્પર વિશિષ્ટ શ્રેણીઓ છે?”

શા માટે ગરીબ તરફી અને બિઝનેસ તરફી પરસ્પર વિશિષ્ટ શ્રેણીઓ છે? શા માટે આપણે નીતિઓને એક અથવા બીજા બાસ્કેટમાં વહેંચવી જોઈએ? મારા મતે નીતિનિર્માણ લોકો તરફી હોવું જોઈએ. આ કૃત્રિમ શ્રેણીઓ બનાવીને તમે સમાજમાં પરસ્પર નિર્ભરતા ગુમાવી રહ્યા છો. બિઝનેસ અને લોકો વિરોધી ઉદ્દેશ્યો સાથે કામ કરતા નથી.

દાખલા તરીકે, જ્યારે PLI સ્કીમ કંપનીઓને ઉત્પાદન ક્ષમતા વિસ્તારવા અને ઉત્પાદન ક્ષેત્રમાં નોકરીની નવી તકો ઊભી કરવાની મંજૂરી આપે છે ત્યારે શું ગરીબોને ફાયદો થતો નથી? PLI યોજના દ્વારા વધુ નોકરીઓનું સર્જન કરવાનો ઉદ્દેશ્ય છે. જ્યારે આપણે JAM દ્વારા પબ્લિક સર્વિસ ડિલિવરીમાં થતા લીકેજને અટકાવીને હજારો કરોડ રૂપિયા બચાવીએ છીએ, ત્યારે શું તેનાથી મધ્યમ વર્ગ, કરદાતા અને ઉદ્યોગોને ફાયદો નથી થતો? વાસ્તવમાં, જ્યારે ગરીબો અને ખેડૂતોને ડાયરેક્ટ ટ્રાન્સફર મળે છે, ત્યારે તેઓ વધુ વપરાશ કરે છે, જે બદલામાં મધ્યમ વર્ગ અને એકંદર અર્થતંત્રને મદદ કરે છે.

ઘણી બધી રીતે તમે દરેક મુદ્દાની ગવર્નન્સ પેરાડાઈમ બદલી નાખી છે. વન નેશન, વન કાર્ડ જુઓ. તમે તેને પોર્ટેબલ બનાવ્યું છે. જ્યારે મનરેગા જેવા કાર્યક્રમો ચાલુ છે, તેમાં તમે જવાબદારી લાવ્યા છો. તમે આ હકદારી કાર્યક્રમને સશક્તિકરણ સાથે બીજા સ્તરે લઈ ગયા છો. ઉજ્જવલા, પાવર, અનાજની ડિલિવરીનું પણ એવું જ છે. આ તમામ યોજનાઓમાં ગવર્નન્સ ખરા અર્થમાં પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ધરાવે છે. ભૂતકાળની સરકારોને નબળી ડિલિવરીના કારણે વિશ્વાસની ઉણપનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા સાત વર્ષમાં સરકાર વિશ્વાસ પર કેટલી આગળ વધી છે?

તમે સારી રીતે જાણો છો કે હું રાજવી પરિવારમાંથી આવતો નથી. મેં મારું જીવન ગરીબીમાં પસાર કર્યું છે. મેં 30-35 વર્ષ ભટકતા સામાજિક કાર્યકર તરીકે વિતાવ્યા છે. હું સત્તાના ગલિયારાઓથી દૂર હતો અને લોકોની વચ્ચે રહ્યો છું અને તેના કારણે હું સારી રીતે જાણું છું કે સામાન્ય માણસની સમસ્યાઓ, આકાંક્ષાઓ અને ક્ષમતાઓ શું છે. એટલા માટે મારા નિર્ણયો (જ્યારે દેશે મને કામ કરવાની તક આપી છે) સામાન્ય માણસની મુશ્કેલીઓ દૂર કરવા માટે કામ કરવાનો પ્રયાસ છે.

શૌચાલયને ક્યારેય કોઈએ લોકોની સેવાના માર્ગ તરીકે જોયા નથી. પરંતુ મને લાગ્યું કે શૌચાલય એ લોકોની સેવા કરવાનો એક માર્ગ છે.

અને તેથી જ જ્યારે હું નિર્ણય લઉં છું ત્યારે સામાન્ય માણસને લાગે છે કે આ પ્રધાનમંત્રી આપણને સમજે છે, આપણા જેવું વિચારે છે અને આપણામાંના એક છે. તેમની વચ્ચે સંબંધની આ ભાવના દરેક પરિવારને એવું અનુભવવા તરફ દોરી જાય છે કે મોદી અમારા પરિવારના સભ્ય જેવા છે. આ વિશ્વાસ જનસંપર્ક દ્વારા બનાવવામાં આવેલી ધારણાને કારણે વિકસિત નથી થયો. આ વિશ્વાસ પરસેવા અને મહેનતથી કમાયો છે.

મેં એવું જીવન જીવવાનો પ્રયાસ કર્યો છે કે જ્યાં હું તલવારની ધાર પર ચાલતો હોઉં, લોકોને લગતી દરેક સમસ્યાનો અનુભવ કરું અને તેને જીવી શકું છું. જ્યારે હું સત્તામાં આવ્યો ત્યારે મેં લોકોને ત્રણ બાબતોનું વચન આપ્યું હતું:

હું કંઈ પણ મારી જાત માટે કરીશ નહીં.

હું કોઈ પણ કાર્ય ખોટા ઈરાદા સાથે કરીશ નહીં.

હું તનતોડ મહેનતનું એક નવું ઉદાહરણ પૂરું પાડીશ.

છેલ્લા સાત વર્ષમાં આપણે જે પણ હાંસલ કરી શક્યા છીએ તેના પાયામાં સરકાર અને નાગરિકો વચ્ચેનો પરસ્પરનો અપાર વિશ્વાસ છે.

આપણા રાજકીય વર્ગના ઘણા વર્ગો ભારતીય લોકોને જે રીતે જુએ છે તેમાં એક ઊંડી સમસ્યા છે. તેઓ માત્ર રાજશક્તિને જ જુએ છે અને ભારતીય લોકોને તે લેન્સથી જ જુએ છે. પરંતુ તેઓ ભારતીયોમાં જન્મજાત જનશક્તિ જોતા નથી, તેઓ લોકોની કુશળતા અને શક્તિ, ક્ષમતા અને સામર્થ્યને જોતા નથી.

સ્વ-પ્રમાણીકરણની પરવાનગી આપવા અથવા બિઝનેસ માટે હજારો અનુપાલન ઘટાડવામાં, અમે વિશ્વાસ આધારિત સિસ્ટમ બનાવી છે”

ડિજિટલ પેમેન્ટનું ઉદાહરણ લો. મને ફેબ્રુઆરી 2017માં સંસદમાં ભૂતપૂર્વ નાણામંત્રીનું ભાષણ યાદ છે. લાક્ષણિક નમ્ર સ્વરમાં, જેઓ ફક્ત રાજ શક્તિને જ જાણે છે, તેમણે પૂછ્યું: “ગામડાના મેળામાં બટાકા અને ટામેટાં ડિજીટલ રીતે ખરીદો. ગરીબ સ્ત્રી શું કરશે? શું તે ડિજિટલ પેમેન્ટ્સ જાણે છે? શું ઈન્ટરનેટ છે?”

તેનો જવાબ જનશક્તિ દ્વારા આપવામાં આવ્યો જ્યારે ભારત માત્ર ત્રણ વર્ષ પછી 2020માં 25 અબજથી વધુ વ્યવહારો સાથે વિશ્વનો નંબર વન ડિજિટલ પેમેન્ટ દેશ બન્યો. માત્ર ઓગસ્ટ 2021માં જ યુપીઆઈ નો ઉપયોગ કરીને 6.39 લાખ કરોડ રૂપિયાથી વધુની લેવડદેવડ કરવામાં આવી હતી, જે આપણા યુવાનો દ્વારા સંપૂર્ણ સ્વદેશી ઉકેલ છે.

આ ડિજિટલ ક્રાંતિ એ જ લોકો દ્વારા સંચાલિત છે જેમને ઓછો આંકવામાં આવ્યા હતા: હાથ લારી ચલાવતા લોકો, નાના દુકાનદારો, રસ્તાના કિનારે આવેલા સમોસા વેચનારાઓ અને ચાવાળાઓ, જે મહિલાઓ રોજિંદા કરિયાણાની ખરીદી કરે છે અને ચૂકવણીનો સુરક્ષિત માર્ગ શોધી કાઢે છે. આ બધાએ માત્ર પોતાને જ સશક્ત બનાવ્યા નથી પરંતુ તેમની જનશક્તિ દ્વારા ડિજિટલ થઈને વૈશ્વિક સ્તરે ભારતને સશક્ત બનાવ્યું છે.

આપણા લોકોને ઓછો આંકવાની આવી જ ઘટનાઓ બીજા ઘણા કિસ્સાઓમાં બની છે.

જ્યારે અમે શૌચાલય બનાવ્યાં, ત્યારે તેઓએ કહ્યું કે લોકો તેનો ઉપયોગ નહીં કરે અને ખુલ્લામાં શૌચ કરવા પાછા જશે. જ્યારે અમે ગેસ કનેક્શન આપ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે લોકો તેનો પ્રથમ વખત ઉપયોગ કરશે અને રિફિલ નહીં લે. જ્યારે અમે નાના સાહસિકોને કોલેટરલ ફ્રી લોન આપી, ત્યારે તેઓએ કહ્યું કે પૈસા ક્યારેય પાછા નહીં આવે. વિડંબના એ હતી કે આ લોકોએ તેમના મિત્રોને લોન આપી હતી અને એનપીએની સમસ્યા ઊભી કરી હતી પરંતુ તેઓ નાના ઉદ્યોગ સાહસિકોને લોન આપવાની વિરુદ્ધ હતા.

આપણા દેશના ગરીબ અને સામાન્ય નાગરિકો પ્રત્યે આ પ્રકારનું વલણ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.

આપણે આપણા લોકોમાં જન શક્તિને રાષ્ટ્રને આગળ લઈ જવા અને તેની અપાર ક્ષમતાને નમન કરવાના માર્ગ તરીકે જોઈએ છીએ.

અમારો અનુભવ દર્શાવે છે કે ટેક્નોલોજીનો મહત્તમ લાભ ગરીબોને જ મળે છે. તેમને સેવાઓ મેળવવા માટે લાંચ આપવાની કે કતારમાં પાછળ રહેવાની જરૂર નથી

અમે શાસનમાં પરિવર્તનને અસર કરી છે તેનું એક કારણ એ છે કે અમે જે માનસિકતામાં પરિવર્તન લાવ્યા છીએ તે છે. પછી ભલે તે સ્કીમના ક્ષેત્રમાં હોય, ડિલિવરીના સ્કેલમાં હોય અથવા સ્કીમના સ્વભાવમાં હોય. જોકે, સૌથી મોટી માનસિકતામાં પરિવર્તન એ છે કે આપણે આપણા લોકો પર વિશ્વાસ કરીએ છીએ. ભલે તે સ્વ-પ્રમાણીકરણની પરવાનગી આપવાનું હોય અથવા બિઝનેસ માટે હજારો અનુપાલન ઘટાડવામાં હોય, અમે વિશ્વાસ આધારિત સિસ્ટમ બનાવી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં કરોડો પરિવારોએ સ્વેચ્છાએ તેમની એલપીજી સબસિડી છોડી દીધી છે. આવું એટલા માટે થયું કારણ કે તેઓ જાણતા હતા કે સબસિડી છોડવાથી એ સુનિશ્ચિત થશે કે દેશભરના કરોડો ગરીબ પરિવારો ક્લીન એલપીજી ઈંધણનો ઉપયોગ કરી શકશે. જનતાએ ક્યારેય અમારા પર પૂરતો વિશ્વાસ ન કર્યો હોત અને અમારા પ્રદર્શનની કદર ન કરી હોત તો હજારો જતા ન કર્યા હોત. તેવી જ રીતે, 2014થી કરચોરીમાં ઘટાડો થયો છે. સરકાર દ્વારા વિવિધ સુધારાઓ અને દેખરેખ ઉપરાંત કરચોરીના ઈરાદા પણ ઘટ્યા છે. જેમ જેમ લોકોએ જોવાનું કર્યું કે ટેક્સ ભરવામાં તેમના યોગદાનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમ કર ચોરીનો ઈરાદો નોંધપાત્ર રીતે ઓછો થયો છે.

જો તમે ભારતના છેલ્લા 74 વર્ષો પર નજર નાખો, તો ચાર તબક્કાઓ છે: પ્રથમ નેહરુનોમિક્સ. પછી ઈન્દિરા ગાંધી. 1970 અને 1980ના દાયકાના ઈન્દિરા ગાંધી અલગ હતા. પહેલા તેમણે આત્મનિર્ભરતા અને ગરીબી કાર્યક્રમો વિશે વાત કરી. પછી તેમણે 1980ના દાયકામાં તેમના સ્ટેન્ડને ઓછું કરવાનું શરૂ કર્યું અને આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી. તે ચાલાકી દ્વારા સુધારાનો સમયગાળો હતો. ત્રીજા તબક્કામાં પીવી નરસિમ્હા રાવે આ વ્યૂહરચનાનો મોટા પાયે ઉપયોગ કર્યો. હવે અમારી પાસે મોદીનોમિક્સ છે. મોદીનોમિક્સમાં સુધારાની હિંમત અભૂતપૂર્વ છે. તે સંસદમાં તમારી પૂર્ણ બહુમતીથી થઈ છે. તમે એવા વ્યક્તિ છો જે સામાજિક ભલાઈ માટે સામાજિક મૂડીનો ઉપયોગ કરી રહ્યાં છો.

આપણા દેશમાં બનેલી તમામ સરકારો મૂળભૂત રીતે કોંગ્રેસ ગોત્રના વ્યક્તિના નેતૃત્વમાં રચાઈ હતી. અને તેથી જ તેમની રાજકીય વિચાર પ્રક્રિયા અને આર્થિક વિચાર પ્રક્રિયામાં કોઈ તફાવત નહોતો. અટલજીને લોકોએ તક આપી હતી પરંતુ તેમની પાસે પૂર્ણ બહુમતી નહોતી, તે ગઠબંધન સરકાર હતી. હું ભાગ્યશાળી છું કે આ પહેલી બિનકોંગ્રેસી સરકાર છે જેને જનતાએ પૂર્ણ બહુમતી આપી છે. આનો અર્થ એ થયો કે આ દેશના લોકોએ સંપૂર્ણ પરિવર્તન (પૂર્ણ પરિવર્તન) માટે મતદાન કર્યું હતું.

જો આપણે યોગ્ય સમયે નકશા પર આપણી નીતિઓ સમયસર બદલી હોત તો કદાચ ભારત મેપ ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બની શક્યું હોત”

મારી સામે છેલ્લા 70 વર્ષનો લોકોનો અનુભવ હતો અને તેના કારણે શું સાચું અને શું ખોટું તે નક્કી કરવું સરળ હતું. છેલ્લા સાત દાયકાની સફળતાઓ અને નિષ્ફળતાઓ મારી સામે હતી. અને તેના કારણે મેં એવી નીતિઓ અને વ્યૂહરચના અપનાવી કે જેનાથી સામાન્ય માણસને ફાયદો થાય અને દેશ પણ આગળ વધે.

વર્ષોના અનિવાર્ય સુધારાઓ પછી, અમે અમારી માન્યતા દ્વારા સુધારા લાવ્યા છીએ.

અમે કોવિડ સમયગાળામાં સુધારા કર્યા, જો તમે વિશ્વભરના દેશોને જુઓ તો કંઈક અનોખું હતું. વીમા, કૃષિ અને શ્રમ જેવા સ્થાપિત ક્ષેત્રોમાં અથવા ટેલિકોમ અને અવકાશ જેવા ભાવિ ક્ષેત્રોમાં.

એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં અમે મૂળભૂત સુધારા નથી કર્યા. અમે રાજ્ય સરકારો માટે વિવિધ સુધારા દાખલ કરવા માટે અનુકૂળ વાતાવરણ પણ બનાવ્યું છે.

અગાઉની સરકારો જેઓ આર્થિક સુધારાઓને વ્યવસાયિક સાહસોને સરળ બનાવવાના સંકુચિત પ્રિઝમ દ્વારા જોતી હતી તેનાથી વિપરીત અમારા સુધારાનો હેતુ માત્ર આત્મનિર્ભર ભારતના અમારા આર્થિક ઉદ્દેશ્યને હાંસલ કરવાનો નથી પણ જીવનની સરળતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

દાખલા તરીકે, અમારી સરકારે રાજ્યોને જો તેઓ ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ અમલમાં મૂકે તો વધારાની ઉધાર સુવિધા આપી.  ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’થી સ્થળાંતર કરનારા કરોડો લોકોને પીડીએસ હક મેળવવાની મંજૂરી આપશે. શું આ વાત કરોડો ગરીબોના જીવનને સુધારવામાં મદદ કરતી નથી?

પરંતુ જો કોઈ મેળ ખાતા અને એક સાથે શાસન સુધારણા ન હોય તો આર્થિક સુધારા કેટલા ફાયદાકારક છે? અમે એકસાથે અને સમાંતર બંને પર કામ કર્યું છે. 1,600થી વધુ જૂના કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. સમગ્ર બોર્ડમાં બહુવિધ સુધારાઓએ બિઝનેસ અને લોકો માટે અનુપાલનને સરળ બનાવ્યું છે. આવા ઘણા વધુ પગલાં પાઈપલાઇનમાં છે.

આ ડિજિટલ ક્રાંતિ એવા લોકો દ્વારા સંચાલિત છે જેમને ઓછા આંકવામાં આવ્યા હતા: હાથ લારી ચલાવનારાઓ, નાના દુકાનદારો, સમોસા અને ચાવાળા વેચનારાઓ”

અમારી સમગ્ર સુધારા યાત્રામાં અમે લોકોને સાથે લીધા છે. આપણા દેશમાં, તે કદાચ અંગ્રેજોનો વારસો છે કે લોકો અને સરકારને અલગ સંસ્થાઓ ગણવામાં આવે છે અને એકલા સરકારોથી જ દેશની સુધારણા માટે કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. અમારું મોડેલ અલગ છે; અમે લોકોને વિકાસશીલ ભારતની યાત્રામાં ભાગીદાર તરીકે ગણીએ છીએ અને તેથી વધુ સારા પરિણામો આપવા સક્ષમ છીએ.

રસીકરણ, પણ એક ઉત્તમ શાસનનું કામ છે. તમે દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. રસી લોકો સુધી પહોંચી અને બીજી રીતે નહીં. ભારતમાં આવું ક્યારેય બન્યું ન હતું. અને તે લોકો સુધી કેવી રીતે પહોંચ્યું? તે તેમના પર નિર્ભર હતું – તેઓ ક્યાં અને ક્યારે જવા માગે છે. તે એ જ દેશ હતો જ્યાં તમે નિર્ધારિત દુકાનથી આગળ રાશન ખરીદી શકતા ન હતા.

તમારા પ્રશ્નમાં જ ઘણા જવાબો છે. હું ભારતના રસીકરણ અભિયાનની સફળતા વિશે તમારી સમજની પ્રશંસા કરવા માંગુ છું. જેમ તમે બરાબર ધ્યાન દોર્યું, તે એ જ દેશ છે જ્યાં કોઈ વ્યક્તિ નિર્ધારિત દુકાન સિવાય બીજેથી રાશન ખરીદી શકતી નથી અને તે અમારી સરકાર છે જે ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ યોજના લાવી છે.

કલ્પના કરો કે જો આપણો દેશ રસી સાથે ન આવ્યો હોત. શું પરિસ્થિતિ હોત? આપણે જાણીએ છીએ કે વિશ્વની મોટી વસ્તી કોવિડ રસીઓ સુધી પહોંચી શકતી નથી. આજે રસીકરણમાં આપણી સફળતા ભારત આત્મનિર્ભર હોવાને આભારી છે.

કેટલાક વર્ષો પહેલા એક વિજ્ઞાન પરિષદમાં મેં કહ્યું હતું કે “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન”થી આગળ વધવાનો અને “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન” ના મંત્ર પર કામ કરવાનો સમય આવી ગયો છે. અમે સંશોધનને ટોચની પ્રાથમિકતા આપી હતી.

કમનસીબે સ્વતંત્ર વિવેચકો પણ સાઈલોના ટેવાયેલા બની ગયા છે. તેમને કોઈ ખ્યાલ નથી કે સંકલિત અભિગમના પરિણામો શું છે.”

જ્યારે વિશ્વમાં ક્યાંય પણ કોઈ રસી મંજૂરીની નજીક ન હતી ત્યારે અમે મે 2020માં રસીકરણ અભિયાન માટે આયોજન શરૂ કર્યું હતું. અમે તે સમયે જ નક્કી કર્યું હતું કે અમે આ રસીકરણ અભિયાનને જૂની રીતે ચલાવવા માંગતા નથી જ્યાં લોકોને રસી આપવામાં દાયકાઓ લાગી શકે છે. અમે આને ઝડપી, કાર્યક્ષમ, અને સમયબદ્ધ રીતે ચલાવવા ઈચ્છતા હતા.

પરંતુ જેમ આપણા દેશના લોકો સમજે છે, આટલી મોટી સંખ્યામાં લોકોને રસી આપવી એ તેની પોતાની જટિલતાઓ સાથે આવે છે. રસીઓનું યોગ્ય તાપમાન નિયંત્રણ સુનિશ્ચિત કરવું, દેશભરમાં કોલ્ડ-ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન પ્લાન્ટમાંથી દૂરના રસીકરણ કેન્દ્ર સુધી સમયસર ડિલિવરી, નીડલ અને સિરીંજનો પુરવઠો, રસી આપવા માટેની તાલીમ અને પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ માટેની તૈયારી, ઝડપી નોંધણીથી લઈને આગામી એપોઇન્ટમેન્ટ માટે રીમાઈન્ડર માટે પ્રમાણપત્ર બનાવવા માટે…અને [સ્મિત] આ બધાની વચ્ચે, અમારી પાસે એવા લોકો પણ હતા જેમણે જાણી જોઈને ગભરાટ અને ચિંતા પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. હું આગળ વધી શકું છું. આટલા મોટા અભિયાનના પડદા પાછળ ઘણી બધી બાબતો છે. રસીકરણ અભિયાનની સફળતાને સમજવા માટે આપણે સમગ્ર લોજિસ્ટિક્સ, આયોજન અને પ્રગતિને જોવાની જરૂર છે. દેશભરમાં આટલા બધા લોકોને એકત્ર કરવા સાથે આ એક વિશાળ પ્રયાસ છે. હું આશા રાખું છું કે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને અદભૂત સફળ બનાવવા માટે મીડિયા અમારા લોકોના પ્રયત્નોને પ્રકાશિત કરવા માટે સમય કાઢશે.

અમે સુનિશ્ચિત કર્યું હતું કે ટેક્નોલોજી રસીકરણ પ્રક્રિયાની કરોડરજ્જુ બનશે. છેલ્લા સાત વર્ષોમાં, અમે ગરીબોને અન્યાયથી બચાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. અમારો અનુભવ દર્શાવે છે કે ટેક્નોલોજીનો મહત્તમ લાભ ગરીબોને જ મળે છે. ટેક્નોલોજીના કારણે ગરીબોને  યોગ્ય રીતે લાયક સેવાઓનો લાભ લેવા માટે તેમને લાંચ ચૂકવવાની કે કતારમાં પાછળ રહેવાની જરૂર નથી. તેઓ અન્ય કોઈની જેમ સમાન અધિકારો ધરાવે છે. સ્થળાંતર કરનારા એક ગરીબની કલ્પના કરો કે જે હવે તે જે શહેરમાં કામ કરે છે તે જ રસીનો બીજો ડોઝ લેવા માટે સશક્ત છે, તેમ છતાં તેણે તેના ગામમાં પહેલો ડોઝ લીધો હતો. ટેક્નોલોજી સુનિશ્ચિત કરે છે કે તેને યોગ્ય સમયે અને એકીકૃત રીતે યોગ્ય રસી મળે.

કોવિડ-19ની લડાઈમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે ભારત પાસે એક થવાની અપ્રતિમ ક્ષમતા છે અને જ્યારે જરૂર પડે ત્યારે કરી દેખાડવાની જબરદસ્ત ક્ષમતા છે”

અમે રોગચાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવવામાં સફળ થયા. આપણે જેને ગુમાવ્યા છે તેને પણ આપણે ભૂલી શકતા નથી. તેમના પરિવારો માટે તે એક ક્યારેય પૂરાય નહીં તેવી ખોટ હશે. જ્યારે આપણે વિશ્વમાં ભારતની સ્થિતિની તુલના કરીએ છીએ, ત્યારે આપણે ઘણા વિકસિત દેશો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. જોકે, આપણી પાસે નિહિત હિત ધરાવતા લોકો છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતનું નામ કલંકિત કરવાનો છે. કોવિડ-19 એ વૈશ્વિક મહામારી હતી જેમાં તમામ દેશો સમાન રીતે અસરગ્રસ્ત હતા. આ સ્થિતિમાં આવી નકારાત્મક ઝુંબેશો છતાં ભારતે તેના સાથીદારો અને ઘણા વિકસિત દેશો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. મને આપણા લોકો પર વિશ્વાસ છે અને તેઓએ વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

ભૌગોલિક એકાધિકારનો અંત એ દિશામાં એક મોટું પગલું છે. નકશા બનાવવું એક સમયે પવિત્ર હતું. હવે તમે રાશનની દુકાનો, શૌચાલય વગેરેનો નકશો બનાવી શકો છો. જો કોઈ વ્યક્તિ જીપીએસ-નિયંત્રિત એપ્લિકેશન બનાવે છે જે તમને નજીકના શૌચાલય વિશે જણાવે છે, તો તે એક મોટી સમસ્યાને હલ કરે છે. જ્યારે તમે તેના વિશે વિચાર્યું ત્યારે તમારો વિચાર શું હતો? તમે આ ભારતના ત્રિકોણને કેવી રીતે આગળ લઈ જવાની યોજના ધરાવો છો?

હું તમારી સાથે એક જૂનો અનુભવ શેર કરીશ. લગભગ 15-20 વર્ષ પહેલા જ્યારે સરદાર સરોવર ડેમ બનતો હતો, ત્યારે પાણીની આવક ખૂબ જ હોય ત્યારે લોકો તેની મુલાકાત લેતા હતા. પરંતુ ત્યાં સાઈનબોર્ડ હતા જેમાં લખ્યું હતું કે “ફોટોગ્રાફી પ્રતિબંધિત છે”. હું પૂછતો હતો કે સેટેલાઇટ ઈમેજમાં એ જ ડેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાનો શું અર્થ છે છે. મેં આ પાછળનો તર્ક પૂછ્યો. તંત્રએ માત્ર એટલું જ કહ્યું કે આ કાયદો છે. મેં નક્કી કર્યું કે આવા કાયદા અપ્રસ્તુત બની ગયા છે અને તેને બદલવાની જરૂર છે. તેના બદલે મેં સરદાર સરોવર ડેમ પર ફોટોગ્રાફી સ્પર્ધા શરૂ કરી અને પરિણામે ડેમ વધુ લોકપ્રિય બન્યો. અમે ડેમની મુલાકાત લેવા માટે પણ નજીવી ટિકિટ શરૂ કરી. મારા માટે તે ખૂબ જ આનંદદાયક યાદ છે કે અમે ડેમ પર પ્રવાસીને 5 લાખમો નંબર આપ્યો હતો અને તે બારામુલ્લાનું એક યુવાન યુગલ હતું.

જુઓ, મને સરકારના વડા તરીકે 20 વર્ષનો શાસનનો અનુભવ છે. પરંતુ તે પહેલા પણ મેં દૂર દૂર સુધી મુસાફરી કરી હતી અને વસ્તુઓનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

જો આપણે સમયસર નકશા અંગેની આપણી નીતિઓ બદલી હોત તો કદાચ ભારત મેપ ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બની શક્યું હોત. તેના બદલે આપણી નીતિઓ અર્વાચીન રહી અને આપણા નવીનતા-લક્ષી અને સર્જનાત્મક યુવાનોએ વધુ સારી તકો માટે દેશ છોડી દીધો.

આપણા દેશના યુવાનોમાં અપાર ક્ષમતા અને તેજસ્વીતા છે. આપણે તેમને પ્રક્રિયાનો ભાગ, સિસ્ટમનો ભાગ, નિર્ણય લેવાના ઉપકરણનો ભાગ બનાવવો જોઈએ.

આપણે ઘણી વાર જોયું છે કે જેટલા વધુ વિવિધ ડેટા સેટ સુલભ બને છે, તેટલા જ તે સંપત્તિ બની જાય છે. જ્યારે અમે NaVIC, એક સ્વદેશી નેવિગેશન સિસ્ટમ સાથે આવ્યા ત્યારે તમે અમારા અભિગમમાં આ જોઈ શકો છો. હવે નકશામાં સુધારા સાથે અમારા યુવા સંશોધકો રસપ્રદ ઉત્પાદનો બનાવવા માટે તેનો ઉપયોગ કરે તે પછી તે જીવનની સરળતામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.

જીઓસ્પેશિયલ ટેક્નોલોજીમાં સુધારાઓ ઘણા સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ માટે પણ આર્થિક તકો ઊભી કરશે. સ્ટાર્ટઅપ્સની સ્થાપના ઘણીવાર કોઈ વિચાર પર નહીં, પરંતુ સમસ્યાનું સમાધાન શોધવા માટે કરવામાં આવે છે. હવે જ્યારે આપણે આપણા યુવાનોને નકશા પર તેમના પોતાના ઉત્પાદનો સાથે આવવા માટે સશક્ત બનાવીશું, ત્યારે તેઓ ચોક્કસપણે આપણા ડ્રાઈવરો અને આપણા સાહસિકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓનું નિરાકરણ કરશે.

આપણું રાજકારણ ચૂંટણીમાં સફળતા માટે ભારતીયો વચ્ચેના વિભાજનને પ્રાથમિકતા આપે છે. પ્રધાનમંત્રી તરીકે છેલ્લા સાત વર્ષોમાં રાજકીય વ્યવસ્થામાં એકીકૃત વિચારોને સ્વીકારવામાં તમારા માટે કેટલું મુશ્કેલ હતું?

હું તમને મારા ભાષણો સાંભળવા વિનંતી કરીશ પછી તે છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે હોય કે ભારતના વડા પ્રધાન તરીકે હોય.

હું હંમેશા શું કહેતો હતો? અગાઉ જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મેં કહ્યું 6 કરોડ ગુજરાતીઓ… અને હવે હું કહું છું 130 કરોડ ભારતીયો.

આ શું સૂચવે છે? કે જ્યારે હું બોલું છું, ત્યારે હું કોઈપણ ભેદભાવ વિના તમામ ભારતીયો માટે બોલું છું.

અમારી વિકાસ નીતિઓ સંપૂર્ણ સંતૃપ્તિ અથવા 100 ટકાનું લક્ષ્ય રાખે છે – પછી તે ઈલેક્ટ્રિફિકેશન, હાઉસિંગ, ટોઈલેટ કવરેજ વગેરેમાં હોય. જ્યારે સ્કેલ આટલો મોટો હોય, જ્યારે આપણે સંપૂર્ણ પરિવર્તનનું લક્ષ્ય રાખીએ છીએ, ત્યારે ભેદભાવને અવકાશ ક્યાં છે? અમે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રથી પ્રેરિત છીએ.

ચાલો હું તમને એવા વિષયનું ઉદાહરણ આપું જેણે રાષ્ટ્રને દાયકાઓથી વિભાજિત કર્યું છે – તે છે અનામતનું. ઈતિહાસના પુસ્તકો ઉપાડો અને તમે જોશો કે અનામતના આ એક મુદ્દાને લગતી ઘણી બધી દર્દનાક ઘટનાઓ હતી, આંદોલનો થયા હતા.

કોવિડ –19 એ વૈશ્વિક આફત હતી. નકારાત્મક ઝુંબેશ છતાં ભારતે તેના સાથીદારો અને ઘણા વિકસિત દેશો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે

પરંતુ થોડાં વર્ષો પહેલાં જ્યારે અમારી સરકારને સામાન્ય વર્ગમાંથી ગરીબોને 10 ટકા અનામત આપવાનું સન્માન મળ્યું ત્યારે શું કોઈ કડવાશ હતી? કોઈએ વિરોધ કર્યો? ના. આ નિર્ણયને સમગ્ર સામાજિક સ્પેક્ટ્રમમાં આવકારવામાં આવ્યો હતો. કોઈપણ વિરોધ વિના આટલી સરળ પ્રક્રિયા એક ખૂબ મોટી બાબત છે અને રાજકીય વિદ્વાનો દ્વારા વધુ અભ્યાસ કરવા યોગ્ય છે.

હું તમને વધુ એક ઉદાહરણ આપીશ.

બે દાયકા પહેલા અટલજીના નેતૃત્વમાં એનડીએ સરકારે ત્રણ રાજ્યોની રચના કરી હતી. આ સૌહાર્દની ભાવના સાથે કરવામાં આવ્યું હતું. નવા રાજ્યોમાં અને તે રાજ્યોમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાંથી નવા રાજ્યોની રચના કરવામાં આવી હતી. તેનાથી વિપરિત યુપીએ સરકારે તેલંગાણા-આંધ્રપ્રદેશના મુદ્દાને કેવી રીતે હેન્ડલ કર્યો તે જુઓ. તેમના ગેરવહીવટની કડવાશ અત્યારે પણ ટકી રહી છે.

ચાલો આપણે ભાષા વિશે વાત કરીએ, આ બીજો વિષય છે કે જેણે લોકોને દાયકાઓથી વિભાજિત કર્યા છે. અવારનવાર રાજનીતિના કારણે માતૃભાષાનું મહત્વ વર્ષોથી ઘટતું જ ગયું છે. અમારી સરકારે સ્થાનિક ભાષામાં તબીબી અને તકનીકી શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. વિભાજનનું કારણ ભૂલી જાઓ, આ પગલાને આવકારવામાં આવ્યું હતું.

એ જ ભાવનામાં હું કૃષિ સંબંધિત બાબતનો ઉલ્લેખ કરું છું. અમારી સરકારે નાના ખેડૂતો માટે અથાક મહેનત કરી છે. પરંતુ શું તેનો અર્થ એ છે કે અમે મોટા ખેડૂતોના હિત વિરુદ્ધના નિર્ણયો લીધા છે? બિલકુલ નહિ.

અમે આર્થિક સમૃદ્ધિ માટે કામ કરવા પ્રયત્નશીલ છીએ પરંતુ અમે ઈકોલોજીની જરૂરિયાતો પૂરી કરવામાં પણ વિશ્વાસ રાખીએ છીએ. અમે એવું શા માટે કરીએ છીએ? કારણ કે અમારી વિચાર પ્રક્રિયાના મૂળમાં “સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ, સબ કા પ્રયાસ”નો આદર્શ છે.

તે સાચું પણ કહેવાય છે — संघे शक्ति कलौ युगे— એકતામાં શક્તિ છે.

કોવિડ-19 લડાઈ દરમિયાન હેલ્થકેરની સ્થિતિ અને સજ્જતા વિશે શું બોધપાઠ મળ્યો જેને તમે હવે બદલવા અને પરિવર્તન કરવાની યોજના ઘડી રહ્યા છો?

ભારત પહેલા અન્ય દેશોમાં રોગચાળો શરૂ થયો હતો. હું વૈશ્વિક પરિસ્થિતિ અને વલણોનું નિરીક્ષણ કરી રહ્યો હતો. હું દરેક જગ્યાએ મૂંઝવણ અને વ્યક્તિગત સ્તરે ગંભીરતાનો અભાવ જોઈ શકતો હતો. અમે જાણતા હતા કે ભારતને પણ અસર થશે. મેં આ માટે આખા દેશને કેવી રીતે બોર્ડમાં લાવવું તેની યોજના શરૂ કરી. છેવટે તે લોકોનો સંકલ્પ અને શિસ્ત જ હશે અને તેના વિના આ રોગચાળાનો સામનો કરવો અશક્ય હશે. ત્યારે જ મને જનતા કર્ફ્યુનો વિચાર આવ્યો. તેણે ઈચ્છિત વાતને દૂર દૂર સુધી ફેલાવી. તે એક મોટી સફળતાની વાત છે.

એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં અમે મૂળભૂત સુધારા નથી કર્યા. અમે રાજ્ય સરકારો માટે સુધારણા દાખલ કરવા માટે અનુકૂળ વાતાવરણ પણ બનાવ્યું છે

તેવી જ રીતે રોગચાળામાં સૌથી મોટી ભૂમિકા હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોની હતી. તેમનું મનોબળ વધારવાની જરૂર હતી. થાળી વગાડવી અને દીવાઓ પ્રગટાવવા એ એક મોટી જન ચળવળ બની ગઈ અને તેણે આપણા હેલ્થકેર કાર્યકરોનું મનોબળ વધારવામાં મદદ કરી. તે એક મોટો કેસ સ્ટડી હોઈ શકે છે. આના કારણે તબીબી કર્મચારીઓ સાથે ગેરવર્તણૂકના ઓછા કિસ્સાઓ પણ બન્યા અને તેમના પ્રત્યે સન્માન વધ્યું. લોકો તબીબી કર્મચારીઓને સફેદ કોટમાં ભગવાન તરીકે જોતા હતા.

આપણા દેશની સરકારોની સૌથી મોટી મુશ્કેલી ‘સાઈલો’ છે. અને કમનસીબે તમામ સ્વતંત્ર વિવેચકો પણ તેનાથી ટેવાઈ ગયા છે. આ કારણે તેમને કોઈ ખ્યાલ નથી કે “સંકલિત અભિગમ” અને “સમગ્ર સરકારી અભિગમ” ના પરિણામો શું છે.

ગવર્નન્સના મારા 20 વર્ષના અનુભવમાંથી મેં જે સૌથી મોટી વાત શીખી છે તે એ છે કે જો હું કંઈક શરૂ કરું છું, તો હું તેને એકલતામાં શરૂ કરતો નથી. ત્યારે વિઝનનો એક પ્રગતિશીલ ખુલાસો છે અને શરૂઆતમાં હું બધું જ જણાવતો નથી.

જન ધન ખાતાનું ઉદાહરણ લો, લોકોને લાગ્યું કે તે માત્ર એક નાણાકીય સમાવેશ કાર્યક્રમ છે. આધારનું ઉદાહરણ લો, લોકોને લાગ્યું કે તે માત્ર એક આઈડી કાર્ડ છે. પરંતુ આ રોગચાળાના સમયે જ્યારે વિશ્વભરની સરકારો જરૂરિયાતમંદોને પૈસા મોકલવા માંગતી હતી પરંતુ તેઓ તેમ કરવામાં અસમર્થ હતા. ભારત એક બટન પર ક્લિક કરીને રોગચાળાની વચ્ચે તે કરી શક્યું, અમારી કરોડો માતાઓને તેમના ખાતામાં સીધા રૂપિયા મળ્યા હતા.

તે દર્શાવે છે કે આપણો અભિગમ કેવી રીતે સંકલિત, સર્વગ્રાહી અને ભવિષ્યવાદી છે.

અને જે રીતે રૂપિયા મોકલવામાં આવ્યા હતા તે જ રીતે જરૂરિયાતમંદોને અનાજ ઉપલબ્ધ કરાવ્યું અને આ યોજના હજુ પણ ચાલુ છે. મેં ક્યાંક સાંભળ્યું છે કે પાછલી સદીમાં રોગચાળામાં, ભૂખમરાથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. તેથી અમે આ અંગે ખૂબ જ સભાન હતા અને સંકટની આ ઘડીમાં પહેલા જ દિવસથી અમે ઘણા મહિનાઓથી આટલી મોટી વસ્તીને મફત રાશન આપી રહ્યા છીએ. જ્યારે કોઈ વ્યક્તિ રોકડ આપે છે ત્યારે ટ્રાન્સફર કરાયેલા કુલ નાણાંને ટાંકીને સરળતાથી હેડલાઇન્સ બનાવી શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર વિના, વિલંબ કર્યા વિના અને લાંબા સમય સુધી અનાજ ગરીબો સુધી પહોંચે તેની ખાતરી કરવી એ એક મોટી બાબત છે.

કોવિડ-19ની લડાઈમાંથી આપણા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ભારત પાસે એક થવાની, એક સમાન હેતુ શોધવાની, સાથે આવવાની અને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે કરી દેખાડવાની જબરદસ્ત ક્ષમતા છે. પીપીઈ કિટ્સના આયાતકાર બનવાથી આપણે હવે વિશ્વભરના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક બની ગયા છીએ.

એ જ રીતે અમે માત્ર વેન્ટિલેટરની સંખ્યાને ઝડપથી વધારવામાં જ નહીં પરંતુ સ્થાનિક ઉત્પાદન દ્વારા પણ મોટા પ્રમાણમાં કર્યું હતું. ભારતે વાયરસ વિશે મર્યાદિત વૈશ્વિક જ્ઞાન, લોકડાઉનની આર્થિક અસર અને રાજ્યની વર્તમાન ક્ષમતાની મર્યાદાઓ હોવા છતાં આ બધુ હાંસલ કર્યું છે. ટ્રાન્સફોર્મેટિવ પરિવર્તન લાવવાની આપણી ક્ષમતાનો આનાથી કોઈ વધુ સારો પુરાવો છે? છેલ્લા સાત વર્ષમાં અમે રાષ્ટ્રીય લક્ષ્યો માટે સામૂહિક પ્રયાસોનો સ્વભાવ બનાવ્યો છે. અમારા માટે છેલ્લા સાત વર્ષમાં એ સ્પષ્ટ હતું કે જો આપણે આપણા નાગરિકોની સુષુપ્ત ઊર્જાનો ઉપયોગ કરીશું તો આપણે જબરદસ્ત પરિણામો પ્રાપ્ત કરી શકીશું. પરંતુ હવે મને લાગે છે કે દરેક વ્યક્તિ માટે આ એક મુખ્ય શિક્ષણ રહ્યું છે.

આ ઉપરાંત કોવિડ-19ની લડાઈએ અમને એ પણ અહેસાસ કરાવ્યો છે કે આપણને વિશ્વસ્તરીય મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે અમારા પ્રયત્નોને વધુ મજબૂત કરવાની જરૂર છે. આજે ઘણા લોકો હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાની જરૂરિયાત વિશે બોલે છે. જોકે, આપણે યાદ રાખવાની જરૂર છે કે તે ફક્ત વધુ પથારી અથવા રૂમ ઉમેરીને કરી શકાતું નથી, તેના માટે કુશળ અને પ્રશિક્ષિત તબીબી કર્મચારીઓની જરૂર છે. છેલ્લા સાત વર્ષથી અમે આ દિશામાં સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. 2014માં છ AIIMSમાંથી હવે અમે 22 AIIMS બનાવી રહ્યા છીએ. 2014 માં લગભગ 380 મેડિકલ કોલેજોમાંથી આજે આપણી પાસે લગભગ 560 મેડિકલ કોલેજો છે. લગભગ 82 હજાર અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સીટોમાંથી આપણી પાસે હવે લગભગ 1 લાખ 40 હજાર સ્નાતક અને અનુસ્નાતક મેડિકલ સીટો છે. તાજેતરમાં અમે બાળકોની સુવિધાઓ સહિત તમામ કેટેગરીમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં રાજ્યોને મદદ કરવા માટે એક યોજના બહાર પાડી છે. અમે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે એક વિશાળ સ્કીમ શરૂ કરવા અંગે પણ કામ કરી રહ્યા છીએ જે ઘણી વારસાગત સમસ્યાઓને દૂર કરશે.

દરેક વ્યક્તિ માટે બીજી મુખ્ય અનુભૂતિ એ છે કે આરોગ્ય ક્ષેત્રને સર્વગ્રાહી રીતે જોવું. અમે નિવારક આરોગ્યસંભાળ પર સક્રિયપણે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સુધારેલ સ્વચ્છતાથી લઈને પાણી પુરવઠા સુધી, યોગથી લઈને આયુર્વેદ સુધી, દૂરના વિસ્તારોમાં ડાયગ્નોસ્ટિક સેન્ટરોને મજબૂત બનાવવાથી લઈને અમે આ બધું કરી રહ્યા છીએ.

અમને ટેલિમેડિસિનનું મહત્વ સમજાયું છે અને રોગચાળાની શરૂઆતમાં અમે ટેલિમેડિસિન પરની નીતિ સાથે બહાર આવ્યા અને તેના પરના તમામ નિયંત્રણો દૂર કર્યા. તાજેતરમાં અમે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) શરૂ કર્યું છે. તે ગરીબો માટે આરોગ્ય સંભાળની પહોંચને વધારશે, નવીનતાને વેગ આપશે અને સમગ્ર ભૌગોલિક વિસ્તારોમાં સારવારને સીમલેસ બનાવશે.