કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઇનના વિશેષ પ્રતિનિધિ શ્રી દોંગચી ચુંગ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મૂનની તેમના વિશેષ પ્રતિનિધિ મોકલવાની ચેષ્ટાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ મે, 2015માં દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. તેમણે ચુંગ સાથેની મુલાકાતમાં એ મુલાકાતને યાદ કરી હતી, જે દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ‘વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી’ તરીકે મજબૂત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતના વિકાસમાં દક્ષિણ કોરિયા મહત્વપૂર્ણ ભાગીદાર છે.
પ્રધાનમંત્રીએ વેપાર અને આર્થિક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની પહેલને આવકારવાની સાથે સંરક્ષણ જેવા નવા ક્ષેત્રોમાં સહકારયુક્ત સંબંધોની નવી શરૂઆતની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ વિકસાવવા માટે રાષ્ટ્રપતિ મૂન સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે તથા રાષ્ટ્રપતિ મૂનને વહેલી તકે મળવા આતુર છે.
TR
Mr. Jeong Dong-chae, Special Envoy, South Korea met PM @narendramodi. pic.twitter.com/YhpPo94ftW
— PMO India (@PMOIndia) June 16, 2017