Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દક્ષિણ એશિયા વન જીવન પ્રવર્તન નેટવર્ક


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે (13-4-2016) ભારતના દક્ષિણ એશિયા વન જીવન પ્રવર્તન નેટવર્ક (એસએડબલ્યુઈએન)ના વિધાનનું અનુપાલન કરવા તથા ભારતને તેનું ઔપચારિક સદસ્ય બનવાને મંજૂરી આપી દીધી છે. આના કારણે સંચાર, સમન્વય, ગઠબંધન, ક્ષમતા નિર્માણ તેમજ ક્ષેત્રમાં સહયોગ દ્વારા અંતઃ સીમા વન જીવન અપરાધને નિયંત્રિત કરવા માટે ભારતના સભ્ય દેશોની સાથે સંબંધ મજબૂત થશે.

એસએડબલ્યુઈએન દક્ષિણ એશિયાના આઠ દેશોઃ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ પાકિસ્તાન તેમજ શ્રીલંકા દ્વારા નિર્મિત એક ક્ષેત્રિય નેટવર્ક છે. તેનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં અવૈધ વ્યાપારનો સામનો કરવા માટે સમાન લક્ષ્યો તેમજ દ્રષ્ટિકોણો દ્વારા વન જીવન અપરાધોનો સામનો કરવા માટે એક મજબૂત ક્ષેત્રિય અંતઃ સરકારી એકમના રૂપમાં કાર્ય કરવાનું છે. એસએડબલ્યુઈએન વિધાનનું અનુપાલન કરવાથી ભારત ક્ષેત્ર તેમજ તેની આસપાસ વન જીવન અપરાધનો સામનો કરવામાં ક્ષેત્રિય અંતઃ સરકારી સંગઠનનો એક ભાગ બની જશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નીચે જણાવેલ પગલાઓનું નિર્ધારણ કરવામાં આવ્યુ છે.

• સભ્ય દેશોના વનસ્પતિઓ તેમજ જીવ-જંતુઓના સંરક્ષણથી સંબંધિત કાયદાઓ તેમજ નીતિઓમાં સમન્વય લાવવા તેમજ માનકીકરણ માટે પગલા ભરવા.

• અવૈધ શિકાર તેમજ અવૈધ વ્યાપાર તથા ક્ષેત્રના દેશો વચ્ચે તેમજ આસપાસ પ્રાકૃતિક જૈવ-વિવિધતા પર સંબંધિત જોખમની સંભાવનાઓના દસ્તાવેજ તૈયાર કરવા.

• સંશોધન અને માહિતીના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવું, પ્રશિક્ષણ તેમજ ક્ષમતા નિર્માણ, તકનીકી સહાયતા, અનુભવો તેમજ પહોંચને વહેંચીને વન-જીવન અપરાધનો સામનો કરવા માટે સંસ્થાગત પગલાઓ મજબૂત કરવા અને

• સભ્ય દેશોને વન-જીવન અપરાધો પર અંકુશ લગાવવા તથા કારગર અમલીકરણની દિશામાં ગઠબંધન કરવા માટે તેમની રાષ્ટ્રીય કાર્ય યોજનાઓને તૈયાર કરવા તેમજ અમલીકરણ કરવા માટે પ્રોત્સાહિત કરવા.

દક્ષિણ એશિયા ક્ષેત્ર ખૂબ કિંમતી જૈવ-વિવિધતા અને મોટા બજારોની ઉપસ્થિતિ તથા દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં વન-જીવન ઉત્પાદો માટે આવાગમનના રસ્તાઓને કારણે અવૈધ વ્યાપાર તથા વન-જીવન અપરાધો માટે ખૂબ સંવેદનશીલ છે. ક્ષેત્રમાં વન-જીવન સુરક્ષાના સમન્વય તથા પ્રવર્તનમાં પરસ્પર સહયોગને આવી ખૂબ કિંમતી જૈવ-વિવિધતાના કારગર સંરક્ષણ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

AP/J.Khunt/GP