પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની ચાર દિવસીય મુલાકાત બાદ બેંગલુરુ ખાતે આગમન કર્યું. પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો અને બાદમાં ગ્રીસની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ વિવિધ દ્વિપક્ષીય બેઠકો અને સ્થાનિક ચિંતન નેતાઓ સાથે બેઠકો કરી હતી. તેમણે બંને દેશોમાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયો સાથે પણ મુલાકાત કરી. VC દ્વારા ચંદ્રયાન–3 મૂન લેન્ડરના લેન્ડિંગના સાક્ષી બનેલા પ્રધાનમંત્રી બાદમાં ઈસરો ટીમ સાથે વાતચીત કરવા બેંગલુરુ પહોંચ્યા હતા.
પીએમ મોદીનું એચએએલ એરપોર્ટની બહાર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે એકઠા થયેલા નાગરિકોને જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન, જય અનુસંધાન સાથે સંબોધનની શરૂઆત કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ભારતની મહત્વની સફળતા અંગે તેઓ દક્ષિણ આફ્રિકા અને ગ્રીસમાં સમાન ઉત્સાહના સાક્ષી છે.
ISROની ટીમ સાથે રહેવાની આતુરતા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમણે પરત ફરતાં પહેલા બેંગલુરુ આવવાનો નિર્ણય કર્યો હતો. પ્રધાનમંત્રીએ પ્રોટોકોલ સંબંધિત મુશ્કેલીઓ ન લેવા માટે તેમની વિનંતી અંગે સહકાર આપવા બદલ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ સ્વાગત માટે દરેકનો આભાર માન્યો અને એકત્ર થયેલા નાગરિકોમાંના ઉત્સાહની નોંધ લીધી અને રોડ શોમાં ચંદ્રયાન ટીમમાં સામેલ થવા માટે ISRO તરફ પ્રયાણ કર્યું.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
I am very grateful to the people of Bengaluru for the very warm welcome this morning. pic.twitter.com/oV0NcUy9lR
— Narendra Modi (@narendramodi) August 26, 2023