પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ થિરુવલ્લુરના એક ખેડૂત શ્રી હરિક્રિષ્નને ‘વનક્કમ‘ કહીને શુભેચ્છા પાઠવી હતી. થિરુ હરિકૃષ્ણનને બાગાયતી અને કૃષિ વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ સારા શિક્ષણ પછી ખેતી તરફ વળવા બદલ શિક્ષિત ખેડૂતની પ્રશંસા કરી હતી. તેઓ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત મોટાભાગની સરકારી યોજનાઓ અને આયુષ્માન ભારત યોજનાનાં લાભાર્થી છે. તેમણે નેનો યુરિયા જેવી નવીન યોજનાઓ માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. તે ડ્રોન અને અન્ય આધુનિક પ્રથાઓનો ઉપયોગ કરી રહ્યા છે.
આધુનિક પદ્ધતિઓ અપનાવવા બદલ ખેડૂતની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સરકાર હંમેશા તમારી સાથે છે.”
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com