Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણજયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનના મુખ્ય મુદ્દા


થાઇલેન્ડમાં સુવર્ણભૂમિ ખાતે આપણે અહીં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણ જયંતીની ઉજવણી માટે એકત્ર થયા છીએ.

આપણે અહીં થાઇલેન્ડમાં છીએ જે ભારતની સંસ્કૃતિ સાથે ખૂબ મજબૂત નાતો ધરાવે છે. અને, આ દેશમાં અગ્રણી ઔદ્યોગિક જૂથની ઉપસ્થિતિના પચાસ વર્ષ પૂર્ણ થવાની આપણે ઉજવણી કરી રહ્યાં છીએ.

આજે ભારતમાં થઇ રહેલાં કેટલાક સકારાત્મક પરિવર્તનનું શાબ્દિક ચિત્ર આપની સમક્ષ લાવવા માટે હું તત્પર છું. હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહું છું કે – ભારત માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ ક્ષેત્રે ભારતની સંખ્યાબંધ સાફલ્ય ગાથાઓ છે. આની પાછળનું કારણ માત્ર સરકારો નથી. ભારતે બીબાઢાંળ અને અમલદારશાહીની શૈલીમાં કામ કરવાનું બંધ કરી દીધું છે.

તમને જાણીને આઘાત લાગશે વર્ષોથી ગરીબો માટે જે નાણાં ખર્ચવામાં આવતા હતા તે, વાસ્તવમાં ગરીબો સુધી પહોંચતા જ નહોતા. અમારી સરકારે DBTના પ્રતાપે આ પરંપરાનો અંત લાવી દીધો છે. DBT મતલબ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. DBTએ વચેટીયાઓ અને અછતની પરંપરાનો અંત લાવી દીધો છે.

કર પ્રણાલીમાં સુધારો

વર્તમાન ભારતમાં, આકરી મહેનત કરી રહેલા કરદાતાઓનું યોગદાન વધ્યું છે. કરવેરાની બાબતોમાં અમે પૂરતા પ્રમાણમાં કામ કર્યું છે. મને ખુશી છે કે ભારત લોક તરફી કરવેરા પ્રમાણી ધરાવતા દેશોમાંથી એક છે. અમે આમાં હજુ પણ વધુ સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

રોકાણ માટે ભારત એક આકર્ષણનું સ્થાન

મેં સૌને કહ્યું છે કે હવે ભારતને સમગ્ર દુનિયામાં રોકાણ માટે સૌથી આકર્ષક અર્થતંત્રોમાંથી એક ગણવામાં આવે છે. ભારતે છેલ્લા પાંચ વર્ષમાં 286 અબજ અમેરિકી ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવ્યું છે. આ રકમ છેલ્લા વીસ વર્ષમાં ભારતમાં થયેલા પ્રત્યક્ષ વિદેશી રોકાણની લગભગ સમાન છે.

5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું સપનું સાકાર કરવાની દિશામાં

ભારત હવે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું સપનું સાકાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. મારી સરકારે 2014માં સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે, ભારતનો GDP અંદાજે 2 ટ્રિલિયન ડોલર જેટલો હતો. 65 વર્ષમાં 2 ટ્રિલિયન. પરંતુ માત્ર 5 વર્ષમાં અમે તેમાં વધારો કરીને 3 ટ્રિલિયન ડોલરનો આંકડો હાંસલ કર્યો.

જો કોઇ ખાસ બાબતનું મને ગર્વ હોય તો એ છે, ભારતના કૌશલ્યપૂર્ણ અને હોંશિયાર લોકો છે. ભારત સમગ્ર દુનિયામાં સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ છે તેમાં કોઇ જ આશ્ચર્ય નથી.

જ્યારે ભારત સમૃદ્ધ બને છે ત્યારે સમગ્ર દુનિયામાં સમૃદ્ધિ આવે છે. ભારતના વિકાસ માટે અમારી દૂરંદેશી એવી છે કે જેથી સમગ્ર દુનિયાનું કલ્યાણ થાય.

પૂર્વમાં કામ કરવાની નીતિ

પૂર્વમાં કામ કરવાની નીતિની અમારી ભાવના સાથે, અમે આ પ્રદેશ સાથેની કનેક્ટિવિટી વધારવા પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છીએ. થાઇલેન્ડના પશ્ચિમ દરિયાકાંઠા અને ભારતના પૂર્વીય દરિયાકાંઠાના બંદરો વચ્ચે સીધા જોડાણથી આપણી આર્થિક ભાગીદારીમાં ઉન્નતિ આવશે.

રોકાણ અને સરળતાથી વ્યવસાય કરવા માટે, ભારત પધારો. નાવીન્યતા માટે અને સ્ટાર્ટઅપ માટે ભારત પધારો. કેટલાક સૌથી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોનો આનંદ માણવા અને હુંફાળા આતિથ્યનો અહેસાસ કરવા માટે ભારત પધારો. ભારત પોતાના હાથ ફેલાવીને આપની પ્રતીક્ષા કરે છે.

******

RP